26 જાન્યુઆરીના રોજ ગુરુવારે વસંત પંચમી છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચાર શુભ યોગ બનવાની સાથે સાથે પંચક પણ લાગે છે અને શિવવાસ પણ છે. આ કારણોસર આ દિવસ ખૂબ જ વિશેષ બની ગયો છે. વસંત પંચમીના દિવસે ખૂબ જ સારું મુહૂર્ત હોય છે. આ દિવસે તમે મૂહૂર્ત જોયા વગર શુભ કાર્ય કરી શકો છો.
વસંત પંચમી પર 4 શુભ યોગ
કાશીના જ્યોતિષ આચાર્ય ચક્રપાણિ ભટ્ટ અનુસાર, 26 જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે ચાર શુભ યોગ- સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શિવ યોગ અને સિદ્ધ યોગ બની રહ્યા છે. 23 જાન્યુઆરી સોમવારથી પંચકનો પ્રારંભ થઈ ગયો છે. આ દિવસે ભગવાન શિવ કૈલાસ પર વાસ કરશે.
સિદ્ધ યોગ: બપોરે 03:29 વાગ્યાથી 27 જાન્યુઆરીના રોજ બપોરે 01:22 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ: સાંજે 06:57 વાગ્યાથી બીજા દિવસે સવારે 07:12 વાગ્યા સુધી
રવિ યોગ: સાંજે 06:57 વાગ્યાથી બીજા દિવસે સવારે 07:12 વાગ્યા સુધી
વસંત પંચમીના દિવસે રાજ પંચક
આ વર્ષે વસંત પંચમીના દિવસે રાજ પંચક બની રહ્યો છે. રાજ પંચકના કારણે અશુભ અસર થતી નથી. આ પંચકમાં તમને સંપત્તિ, ધન અથવા સરકારી કામકાજ સાથે જોડાયેલ કાર્ય કરવાથી સફળતા મળે છે. રાજ પંચકના સમયે રાજ્યાભિષેક કરવામાં આવે છે. આ પંચકને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, ઉપરાંત ભગવાન પણ કૈલાશ પર વાસ કરશે. આ દિવસે સવારે 10:28 વાગ્યાથી કૈલાશ પર્વત પર ભગવાન શિવ વાસ કરશે, ત્યારબાદ નંદી પર શિવવાસ છે. શિવવાસના સમયે રુદ્રાભિષેક કરવામાં આવે છે. જે લોકો વસંત પંચમીના દિવસે રુદ્રાભિષેક કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
વસંત પંચમીના દિવસે પૂજાનું મુહૂર્ત
26 જાન્યુઆરીના રોજ માતા સરસ્વતીની પૂજાનું મુહૂર્ત સવારે 07:12 વાગ્યાથી બપોરે 12:34 સુધી છે. આ સમયે વિધિ વિધાન સાથે માતા સરસ્વતીની પૂજા કરી લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર