Home /News /dharm-bhakti /Vasant Panchami 2023: નવા વર્ષમાં આ તારીખે આવશે વસંત પંચમીનો તહેવાર, જાણો માતા સરસ્વતીની પૂજા વિધિ અને શુભ મૂહુર્ત
Vasant Panchami 2023: નવા વર્ષમાં આ તારીખે આવશે વસંત પંચમીનો તહેવાર, જાણો માતા સરસ્વતીની પૂજા વિધિ અને શુભ મૂહુર્ત
વસંત પંચમી 2023 શુભ મુહૂર્ત
Vasant Panchami 2023 Date: હિંદુ પંચાંગ મુજબ, મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી મનાવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ પૂજા વિધિ અને મુહૂર્ત...
ધર્મ ડેસ્ક: સનાતન ધર્મમાં માતા સરસ્વતીને સંગીત અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી મનાવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરી, 2023ના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. જ્યોતિષ શાસ્ત્રમાં વસંત પંચમીના દિવસે અનેક ઉપાયો અને મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમી વસંત ઋતુની શરૂઆતને ચિહ્નિત કરે છે. આવો જાણીએ નવા વર્ષે વસંત પંચમી પૂજા અને વસંત પંચમી પૂજા વિધીનું મુહૂર્ત શું છે.
વસંત પંચમી તિથિ 2023
પંચાગ મુજબ, માઘ શુક્લ પંચમી 25 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12.34 વાગ્યે શરૂ થશે અને 26 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10.28 વાગ્યે સમાપ્ત થશે. ત્યારે ઉદય તિથિ અનુસાર આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે.
સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ પીળા અથવા સફેદ કપડાં પહેરો. હવે માતા સરસ્વતી પૂજાનો સંકલ્પ લો. પૂજા સ્થળ પર દેવી સરસ્વતીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. મા સરસ્વતીને ગંગાજળથી સ્નાન કરાવો. હવે તેમને પીળા રંગના કપડા ચઢાવો. પીળા ફૂલો, અક્ષત, સફેદ ચંદન અથવા પીળા રંગનો રોલી, પીળું ગુલાલ, ધૂપ, દીવો, ગંધ અર્પિત કરો. સરસ્વતી દેવીને પીળા રંગના ગલગોટાના ફૂલોની માળા પહેરાવો.
હવે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. સરસ્વતી વંદના અને મંત્રથી માતાની પૂજા કરો. તમે પૂજા સમયે સરસ્વતી કવચનો પાઠ પણ કરી શકો છો. છેલ્લે હવન કુંડ બનાવીને હવન સામગ્રી તૈયાર કરી ઓમ શ્રી સારસ્વતૈ નમઃ સ્વાહા મંત્રની માળાનો જાપ કરીને હવન કરો. હવન બાદ મા સરસ્વતીની આરતી કરો. હવે માતાનો પ્રસાદ બધાને વહેંચો.
મા સરસ્વતીની પૂજા અને ઉપાસના માટે વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. મા સરસ્વતીના કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવો ચમત્કારી અને ફળદાયી સાબિત થાય છે. આ દિવસે ભક્તોની તમામ મનોકામનાઓ મંત્રોચ્ચાર અને માતાની પૂજા કરવાથી પૂર્ણ થાય છે. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે વ્યક્તિ દરરોજ સરસ્વતી મંત્રોનો જાપ કરે છે તે વ્યક્તિની સ્મરણશક્તિ મજબૂત બને છે. માતાના મંત્રનો જાપ કરવાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને મન ભટકતું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર