Basant Panchami 2022: બની રહ્યો છે બુધાદિત્ય યોગ અને કેદાર શુભ યોગ, જાણો આજનાં ખાસ દિવસનું મહત્વ
Basant Panchami 2022: બની રહ્યો છે બુધાદિત્ય યોગ અને કેદાર શુભ યોગ, જાણો આજનાં ખાસ દિવસનું મહત્વ
આજે છે વસંત પંચમી, જાણો આજનાં દિવસની મહિમા,
Basant Panchami 2022: આજે વસંત પંચમી છે આજે સરસ્વતી પૂજા (Sarasvati Puja) થાય છે. માઘ મહિનાનાં શુક્લ પક્ષની પંચમીને મા સરસ્વતીનો પ્રાક્ટ્ય દિવસ માનવામાં આવે છે. ત્યારે ચાલો સરસ્વતી પૂજાનું મુહૂર્ત (Puja Mahurat), મંત્ર (Mantra), કથા (Katha) અને મહત્વ (Importance) શું છે. તેનાં પર કરીએ એક નજર
Basant Panchami 2022: આજે છે વસંત પંચમી છે. આજનાં દિવસે સરસ્વતી પૂજા (Saraswati Puja) થાય છે. પંચાંગ અનુસાર, ઘ મહિનાનાં શુક્લ પક્ષની પંચમીને મા સરસ્વતીનો પ્રાક્ટ્ય દિવસ માનવામાં આવે છે. વાણી અને કલાની દેવી મા સરસ્વતીનો આજે પ્રાક્ટ્ય દિવસ છે. તેથી આ તિથિને દર વર્ષે સરસ્વતી પૂજા થાય છે. માતા સરસ્વતીને મા શારદા, વીણાવાદની, વાગ્દેવી, ભગવતી, બાગીશ્વર જેવાં નામથી પણ ઓળખવામાં આવે છે. મા સરસ્વતીની પૂજા કરવાંથી વ્યક્તિને કળા, સંગીત અને શિક્ષા ક્ષેત્રે જોડાયેલાં લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ, વસંત પંચમી પર સરસ્વતી પૂજાનું મુહૂર્ત (Puja Muhurat), મંત્ર (Mantra) કથા (Katha) અને મહત્વ (Importance) શું છે?
સરસ્વતી પૂજા 2022 મુહૂર્ત- હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે માધ શુક્લ પંચમી તિથિ આજે સવારે 03:47 વાગે પ્રારંભ થઇ છે. જે આવતીકાલ સવારે 03:46 વાગ્યા સુધી રહેશે.આ બાદ ષષ્ઠી તિથિ લાગી જશે. આજે વસંત પંચમીનાં દિવસે સરસ્વતી પૂજાનું મુહૂર્ત સવારે જ પ્રાપ્ત થઇ રહ્યું ચે. આજે આપને સરસ્વતી પૂજા માટે આશરે સાડા પાંચ કલાકનો સમય મળી રહ્યો છે.
આજે આપ સવારે 07:07 વાગ્યાથી લઇ બપોરે 12:35 સુધી સરસ્વતી પૂજા કરી શકો છે. આ સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત છે. ધાર્મિક માન્યા અનુસાર સરસ્વતી પૂજાને આ આખો દિવસ કરી શકાય છે. આજનો દિવસ ખુબજ શુભ માનવામાં આવે છે. આજે દરેક ચોઘડિયા સારા હોય છે. તેથી આજનાં દિવસે વિવાહ, ગૃહ પ્રવેશ, ઘર, મકાન કે પ્રોપર્ટી ખરીદવું શુભ માનવામાં આવે છે.
સિદ્ધ યોગમાં છે સરસ્વતી પૂજા- આ વર્ષની સરસ્વતી પૂજા સિદ્ધ યોગમાં છે. આજે સાંજે 05:42 સુધી સિદ્ધ યોગ છે. અને રવિ યોગ સાંજે 04:09 વાગ્યાથી શરૂ થઇ રહ્યો છે. આ દિવસ બુધાદિત્ય યોગ અને કેદાર શુભ યોગ બની રહ્યો છે. આ વર્ષની વસંત પંચમીનો દિવસ ખુબજ શુભ છે.
સરસ્વતી પૂજાની સંક્ષિપ્ત કથા એ છે કે, બ્રહ્માજીએ સૃષ્ટિને વાણી અને જ્ઞાન આપવા માટે માતા સરસ્વતીને પ્રક્ટ કરી હતી. તેમની કૃપાથી જ સૃષ્ટિનાં જીવોને સ્વર મળ્યા હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર