આ વખતે વસંત પંચમી 29 જાન્યુઆરી 2020ના રોજ છે. મહા માસના શુક્લ પક્ષની પાંચમે સરસ્વતીની પૂજાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં એવી માન્યતા છે કે આ દિવસે શબ્દોની શક્તિને મનુષ્યના જીવનમાં પ્રવેશ કર્યો હતો. પુરાણોમાં લખવામાં આવ્યું છે કે સૃષ્ટિને વનણી આપવા માટે બ્રહ્માજીએ કમંડળથી જળ લઈને ચારેય દિશાઓમાં છાંટ્યું હતું. આ જળથી હાથમાં વીણા ધારણ કરી જે શક્તિ પ્રકટ થઈ તે સરસ્વતી દેવી તરીકે ઓળખાયા. તેમણે વીણાના તાર છેડતાં જ લોકોમાં ઉર્જાનો સંચાર થયો અને સૌને શબ્દોમાં વાણી મળી ગઈ.
પીળા અને સફેદ રંગના ફુલોથી પૂજા
તે દિવસ વસંત પંચમીનો દિવસ હતો તેથી વસંત પંચમીને સરસ્વતી દેવીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસ માટે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી સરસ્વતી માતા પ્રસન્ન થાય છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ અને સરસ્વતી માતાની પીળા અને સફેદ રંગના ફુલોગી પૂજા કરવી જોઈએ. વસંત પંચમીના દિવસે જો કોઈ સ્ટુડન્ટ સરસ્વતી માતાની આરાધના કરે, તેમના મંત્રનો જાપ કરે કે કોઈ અન્ય ઉપાય કરે તો સરસ્વતી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવો આપને જણાવીએ કે વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ માટે આ દિવસે કયા 5 કામ કરવા જોઈએ.
પોતાના પુસ્તકોમાં વસંત પંચમીના દિવસે મોર પંખ ચોક્કસ રાખવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ભણવામાં મન લાગે છે. અભ્યા પર ફૉકસ પણ વધે છે.
બાળકોની બુદ્ધિ તેજ કરવા માટે વસંત પંચમીના દિવસે જ બ્રાહ્મી, શંખપુષ્પી કે મેધાવટી આપવાની શરૂઆત કરવી જોઈએ.
જે બાળકોને અટકીને બોલવાની તકલીફ હોય છે તેમને આ દિવસે વાંસળીના છિદ્રથી મધ ભરીને તેને મીણથી બંધ કરીને જમીનમાં દાટી દેવી જોઈએ. આવું કરવાથી બાળકોને બોળકાની તકલીફ દૂર થાય છે. વસંત પંચમીના દિવસ સવારે ઉઠીને બાળકોને પોતાની હથેળી જોવી જોઈએ. માન્યતા છે કે હથેળીમાં સરસ્વતી માતાનો વાસ હોય છે જેને સરસ્વતી માતાના દર્શન કરવા બરાબર માનવામાં આવે છે.
જે લોકોને બોલવામાં મુશ્કેલી છે તેઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કર્યા બાદ બીજ મંત્ર 'એં'નો જાપ જીભને તાળવે અડકાવીને કરવો જોઈએ.
આ પણ વાંચો, કુંડળીમાં બેઠી છે શનિની સાડાસાતી, તો ભૂલથી પણ ન કરો આ છ કામPublished by:News18 Gujarati
First published:January 27, 2020, 15:34 pm