મહંત સ્વામીએ નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા

આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય: મહંત સ્વામી

News18 Gujarati
Updated: July 4, 2019, 6:23 PM IST
મહંત સ્વામીએ નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા
મહંત સ્વામીનાં આશિર્વાદ લેતા ગૃહમંત્રી અમિત શાહ
News18 Gujarati
Updated: July 4, 2019, 6:23 PM IST
અમદાવાદ: અષાઢી બીજે રથયાત્રાનાં પવિત્ર દિવસે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (શાહીબાગ) ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા.

આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે પણ ગુરુપુષ્ય નક્ષત્રના શુભ યોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા. જે અંતર્ગત મહંતસ્વામી મહારાજે અષાઢી બીજના ઉપલક્ષ્યમાં અમિત શાહને માણકી ઘોડી જ્યાં બિરાજમાન છે, તેવા સારંગપુર તીર્થ ખાતેની પ્રતિમા ભેટ આપીને રાષ્ટ્ર પણ અશ્વગતિએ અવિરતપણે પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ અંગે વિગતો આપતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અષાઢી બીજ, ગુરુવારે સવારે 10.15 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (શાહીબાગ) ખાતે પધાર્યા હતા. મુખ્યદ્વાર પાસે તેઓનું વિધિવત્ સ્વાગત થયું હતું. ત્યારબાદ શાંતિપાઠ થયા હતા. જેમાં રાષ્ટ્રમાં શાંતિ, સંવાદિતા અને પ્રગતિ માટે પ્રાર્થના થઈ હતી. મહંતસ્વામી મહારાજે અમિતભાઈને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા હતા.

મહંત સ્વામી સાથે અમિત શાહ


મહંતસ્વામી મહારાજે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષા અને સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા હતા અને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સવારે મહંતસ્વામી મહારાજે રથયાત્રાનો ઉત્સવ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થીતીમાં ઉજવ્યો હતો.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...