એક જ સ્થળે ૩૫૦૦ શાકાહારી વાનગીઓનો મહા પ્રસાદ ધરાવવાનો BAPS રચશે વિશ્વ વિક્રમ

News18 Gujarati
Updated: October 25, 2019, 10:43 AM IST
એક જ સ્થળે ૩૫૦૦ શાકાહારી વાનગીઓનો મહા પ્રસાદ ધરાવવાનો BAPS રચશે વિશ્વ વિક્રમ
મહાપ્રસાદ રૂપે વિશ્વ વિક્રમ રચવામાં આવશે

પ્રસાદી સ્વરૂપ આ વિરાટ વાનગી ઉત્સવને સફળ બનાવવા હાલમાં ૫ હજાર જેટલા મહિલા અને પુરુષ સ્વયં સેવકો રાત દિવસ ભક્તિભાવ સાથે પરિશ્રમ કરી રહ્યા છે.

  • Share this:
ભારતીય સંસ્કૃતિમાં અન્ન ભગવાનને ધરાવીને પછી પ્રસાદરૂપે આરોગવાની પરંપરા છે. વિક્રમ સંવતનું બેસતું વર્ષ ચોમાસુ પૂરું થાય અને ખેતરોમાં પાકેલું નવું ધાન્ય ખળાઓ માં આવે તેવા સમયે આવે છે. એટલે નવા ધાન્યને અવનવી વાનગીઓના રૂપમાં ભગવાનને ધરાવવાના ઉત્સવ રૂપે બેસતા વર્ષે વૈષ્ણવ, સ્વામિનારાયણ સહિત વિવિધ પરંપરાઓના મંદિરોમાં અન્નકૂટ યોજાય છે.

આ પરંપરારૂપે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવને યાદગાર બનાવવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે આગામી સોમવારના રોજ નૂતન વર્ષ પર્વે અતિ વિરાટ, અતિ ભવ્ય અને અતિ અદભુત અન્નકૂટ યોજવામાં આવ્યો છે જેમાં ૩૫૦૦ જેટલી શુદ્ધ શાકાહારી વાનગીઓ પ્રસાદના રૂપમાં ભગવાનને ધરાવવાનો શકવર્તી વિશ્વ વિક્રમ રચાશે.

એકજ સ્થળે ૩૫૦૦ જેટલી શાકાહારી વાનગીઓનો મહા રસથાળ પ્રભુને આરોગાવવામાં આવ્યો હોય એવી લાગણી વ્યક્ત કરતા બી.એ.પી.એસ.ના જ્ઞાન વત્સલ સ્વામીજીએ જણાવ્યું કે આ મહા અન્નકૂટના માધ્યમથી ૪૦ હજાર જેટલા તરૂણો અને કિશોરો સહિત ૧ લાખ જેટલા દર્શનાર્થીઓને સાત્વિક શાકાહાર ના ઉત્તમ માર્ગનો સંદેશ આપવામાં આવશે.

અન્નકૂટ એ નિવેદન ભક્તિની પરંપરા છે એમ તેમણે ઉમેર્યું હતું. તેના માધ્યમ થી સમાજમાં શાકાહારને દ્રઢ કરવાનો હેતુ પણ આયોજન પાછળ રહેલો છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનો દાખલો ટાંકતા જણાવ્યું કે દર વર્ષે વિશ્વના નામાંકિત વ્યક્તિ વિશેષો શાકાહાર અપનાવી રહ્યા છે એ ઉલ્લેખનીય છે.

પ્રસાદી સ્વરૂપ આ વિરાટ વાનગી ઉત્સવને સફળ બનાવવા હાલમાં ૫ હજાર જેટલા મહિલા અને પુરુષ સ્વયં સેવકો રાત દિવસ ભક્તિભાવ સાથે પરિશ્રમ કરી રહ્યા છે. સોમવાર તા.૨૮મીના રોજ સવારના ૧૦ વાગે આ અન્નકૂટ લોક દર્શનાર્થે અટલાદરા મંદિર સામેના મેદાનમાં ખુલ્લો મુકાશે તે પહેલાં દૈનિક અને વિશેષ મહા આરતી સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.અટલાદરા મંદિરમાં દર વર્ષે નૂતન વર્ષે અન્નકૂટ ભરાય છે જેના ૨૫ હજાર થી વધુ લોકો દર્શન કરે છે.મહા અન્નકૂટના આ પ્રસંગે આ સંખ્યા ૧ લાખ થી ઉપર જશે જેને અનુલક્ષીને સુખરૂપ દર્શનની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દર્શનાર્થીઓ માટે પાર્કિંગ, પાણી, ગ્રીનરૂમ, પગરખાંઘર સહિતની તમામ સેવાઓ સ્વયમ સેવકો સંભાળશે. પ્રત્યેક દર્શનાર્થીને અન્નકૂટનો પ્રસાદ અપાશે. આ ઉપરાંત વડોદરા શહેર અને ગામોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવશે. અન્નના એક કણ નો પણ બગાડ ના થાય એની ચુસ્ત કાળજી લેવામાં આવશે.

આ અન્નકુટના ભાગરૂપે ટોસ્ટસમાંથી બનાવેલી માંડવીની, બીસ્કીટસમાંથી બનાવેલ અટલાદરા મંદિરના પ્રવેશ દ્વારની પ્રતિકૃતિઓ કઠોળમાંથી બનાવેલ ચરણકમળ, સૂકામેવાના સ્થંભો અને ફ્રાયમ્સ શંકુ સ્થંભો જેવી અવનવી કલાકૃતિઓ જોવા મળશે.

હાલમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે એનો ઉલ્લેખ કરતા કોઠારી સ્વામી ભાગ્યસેતુ દાસજીએ જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું ૯૯ મું પ્રાગટય પર્વ પણ ઉજવવાનું છે. આ પ્રસંગોને યાદગાર બનાવવા વિરાટ અન્નકૂટ યોજવાનો વિચાર આવ્યો જેને ગુરુહરી મહંત સ્વામી મહારાજે અનુમોદન આપતાં ઉત્સાહ વધ્યો અને સંતો તથા હરિભક્તો સાથે પરામર્શમાં આ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો. ખૂબ માઈક્રો પ્લાનિંગ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે અને ૩૧ હજાર ફૂટની વિશાળ જગ્યામાં વાનગીઓના રસ થાળ નો પર્વત સજાવવામાં આવી રહ્યો છે.

સુકીની સાથે લીલી વાનગીઓની તાજગી જળવાય એની કાળજી લેવાશે. ફુવારા, ગ્રીન લોન્સ, મોર, હાથી, ગન્ધરવો જેવી સજાવટ આ અદભુત પ્રસંગને વધુ દર્શનીય અને સ્મરણીય બનાવશે. તેમણે ભાવિક જનોને અન્નકૂટના દર્શને પધારવા અને શાકાહારી જીવન શૈલીનો સંદેશ મેળવવા આમંત્રણ પાઠવ્યું છે
First published: October 25, 2019, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading