'વિઝન' એ સ્વપ્ન નથી, પણ ભવિષ્યની વાસ્તવિકતા છે, જેનું હજુ સર્જન થયું નથી.
'વિઝન' એ મનના તુક્કા નથી, પણ એક નક્કર વાસ્તવિકતા છે, જેના સુધી તમારે ભવિષ્યમાં પહોંચવાનું છે.
'વિઝનરી' હોવું એટલે એક આર્ષદ્રષ્ટા હોવું, એક અદૃશ્ય ભાવિને નીરખવાનું કૌશલ્ય હોવું, પોતાનાં જ પગલાંઓનો સરવાળો કરીને, પોતાની ભાવિયાત્રાના છેલ્લા છેડા સુધીનાં પરિણામોને સમજવાનું સામર્થ્ય હોવું.
શાસ્ત્રીજી મહારાજ એક આદર્શ 'વિઝનરી' હતા. એક સંસ્થાના સફળ સંસ્થાપક માટે જેટલું 'વિઝન'ને નિહાળવું અગત્યનું છે, તેટલું જ અગત્યનું છે : પોતાના વિઝનને પોતાની સાથેના સહકાર્યકરોના માનસમાં તેટલી જ સ્પષ્ટતા સાથે ચિત્રિત કરવું. જેને મૅનેજમેન્ટ નિષ્ણાતો 'વિઝનરી-લીડરશિપ' તરીકે ઓળખે છે. વિઝનરી લીડરશિપ એટલે એક એવી કળા જેમાં સંસ્થાના પ
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર