પ્રેમ દરેકની સાથે રાખો, વિશ્વાસ થોડીક જ વ્યકિતઓ પર, પરંતુ અનુસરો ફક્ત એકને જ!

પ્રેમ દરેકની સાથે રાખો, વિશ્વાસ થોડીક જ વ્યકિતઓ પર, પરંતુ અનુસરો ફક્ત એકને જ! - photo baps

સાચા અર્થમાં તો એક મહાન વ્યક્તિને અનુસરવું ખરેખર બહુ જ મુશ્કેલ હોય છે.  એ અંગારા પર ચાલવા જેટલું કઠણ છે. તેમ છતાં એક જ વ્યક્તિને અનુસરવાથી અનેક ફાયદા થતાં હોય છે.

 • Share this:
  - મીનાબેન ગાંધી - BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય

  કહ્યું છે ને કે “Love everyone, trust few and follow one !”  પ્રેમ દરેકની સાથે રાખો, વિશ્વાસ થોડીક જ વ્યકિતઓ પર અને અનુસરો ફક્ત એકને જ !જે શ્રેષ્ઠ નેતાને એક અવાજે અનુસરે, તે પ્રજા હંમેશા વિજયી બનતી હોય છે.

  સાચા અર્થમાં તો એક મહાન વ્યક્તિને અનુસરવું ખરેખર બહુ જ મુશ્કેલ હોય છે.  એ અંગારા પર ચાલવા જેટલું કઠણ છે. તેમ છતાં એક જ વ્યક્તિને અનુસરવાથી અનેક ફાયદા થતાં હોય છે. તે પ્રમાણે અનુસરવાથી સફળતા પણ અનેરી મળતી હોય છે. આવી રીતે અનુસરીએ તો પરિવારનો, કંપનીનો, રાષ્ટ્રનો વિકાસ સંભવ બને છે. નેપોલિયનનું સૈન્ય કેવું સંગઠિત હતું ! નેપોલિયન કહે, ‘પાણીમાં ઊભા રહી દોરડાં બનાવો. પરંતુ કોઈ સૈનિકને શંકા ન થઈ. એટલે જ નેપોલિયન વિજેતા થયા. પરંતુ  જો કોઈએ પોતાના મનનું તાણ્યું હોત તો સફળતા ન મળી હોત.

  દુર્યોધન શકુનિનું પણ સાંભળે, કર્ણનું પણ સાંભળે, અશ્વત્થામાનું પણ સાંભળે તેથી જ તે મોતના મોંમાં ધકેલાઇ ગયો. જ્યારે પાંડવો ફક્ત શ્રીકૃષ્ણનું જ સાંભળતા, એમના વચનમાં જરા પણ શંકા નહિ, તો મહાભારતના ભીષણ યુદ્ધમાં પાંડવો જીતી ગયા! તેથી જ કહ્યું છે કે, “एकस्य श्रवणीयम्”.
  શેકેલા ચણા ને કાચા ચણામાં ઘણો ફેર છે. શેકેલા ચણા ખાવામાં સરસ લાગે પરંતુ વાવીએ તો ઊગે નહીં ને કાચા ચણા સ્વાદમાં સારા ન લાગે પણ વાવો તો ઊગે. તેમ મહાન વ્યક્તિની વાતો લાગે સામાન્ય, પણ જીવમાં ઊગી જાય કારણ કે તેના અનુભવમાં હોય છે. જયારે ઘણા લોકો કથા ને ભાષણો સારાં કરે પણ તેમના અનુભવમાં ન હોય એટલે કોઈના અનુસરણમાં પણ ન આવે. માલિક જે કહે છે તે વાતો એમના અનુભવમાંથી આવતી હોય છે પણ માલિકને મન સોપનાર કેટલા?

  એકવાર  એક રાજાએ બયાન કર્યું કે “જે કુવામાંથી પલડ્યા વિના બહાર આવે તેને 10 ગામ ભેટમાં” આ બયાનને કોઈએ માન્ય ન કર્યું પણ એક વ્યક્તિએ માન્ય કર્યું. તે કુવામાં પડ્યો પણ પલડીને બહાર આવ્યો, ઘણાં પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા. રાજાએ તેને રોક્યો ને કહ્યું કે આ અશક્ય છે છતાં તે કેમ પ્રયત્નો કર્યા? ગુલામને કહ્યું આપની મરજી હતી એટલે કર્યું’ રાજાએ તેને 10 ગામ ભેટમાં આપ્યાં.

  આધ્યાત્મિક માર્ગમાં પણ જ્યારે સાધક ભગવાન અને સંતનાં ચરણમાં સમર્પિત થઈ જાય ત્યારે જ સફળ થાય જે એટલે કે મુક્તિ પામે છે. પરંતુ ભગવાન અને સંતની દરેક ક્રિયામાં રહસ્ય હોય છે, તે આપણને ખબર પડતી નથી.

  પરંતુ તેમની આજ્ઞા પાળવાથી આપણું કલ્યાણ થઈ જાય. જ્યારે મહાભારતનું યુદ્ધ પત્યું ત્યારે હંમેશા પહેલાં ઊતરતા શ્રીકૃષ્ણએ અર્જુનને પહેલાં ઊતરવા કહ્યું, ને જ્યારે શ્રીકૃષ્ણ ઊતર્યા કે તરત જ રથ સળગી ગયો. ભગવતગીતામાં પણ કહ્યું છે ને કે'  सर्व धर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्वे पापेभ्यो मोक्ष इक्ष्यामि मा शुचः। વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ આ જ વાત કરે છે કે પાકો હરિભક્ત એ છે કે જે પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે, તરત સાધુ થાવ તો તત્કાળ થાય.’

  ઉપનિષદો, શ્રીમદ્ભાગવત, શ્રીમદ્ભગવદ્ગીતા, રામાયણ અને અનેક ગ્રંથોમાં એ વિષે હજારો શબ્દોમાં ભંડાર્યું છે. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:' જે પુરુષ મન ઈન્દ્રિયોને વશ કરે છે અને મન બુદ્ધિથી પર એવા પરમાત્માની આત્યંતિક ઉપાસના કરે છે એવા સંતજન જ સૌમાં સમાનભાવ રાખે છે અને સર્વે જીવ-પ્રાણી માત્રનું  હિત કરવામાં જ રત રહે છે. એવા ગુરુ જ હાથ પકડી ભગવાન પાસે લઈ જાય. આવા ગુરુ મળે ક્યાં? જેના વચનમાં વિશ્વાસ આવે ને અનુસરાય.

  આ પણ વાંચો - 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલુ', સંત હૃદય નવનીત સમાના

  સન ૧૯૯૪ મા ઓરલાન્ડોમાં એક ખ્રિસ્તી યુવાને પ્રશ્ન પૂછ્યો ,' તમે કોણ છો ? ભગવાન કે મનુષ્ય? પળનાય વિલંબ વિના પ્રમુખસ્વામી મહારાજે ઉત્તર આપ્યો કે ભગવાન તો એક જ છે, અમે તો તેના સેવક છીએ.આવા ગુરુનાં વચન માની લઈએ તો આપણા 'હું' માત્રનો પ્રલય થઈ જાય ને આપણા જીવનું રૂડું થઈ જાય. તો એવા સાચા ગુરુને શોધી ખરા અર્થમાં  “एकस्य श्रवणीयम्” થઈ ભગવાનને પામી  શકીએ એ જ અભ્યર્થના.
  Published by:kiran mehta
  First published: