Home /News /dharm-bhakti /

'...અદમ્ય ઇચ્છાશક્તિ હોય તો અકલ્પ્ય ઊંચાઈઓને સર કરી શકીએ', સીમાઓ તમારા મનમાં છે

'...અદમ્ય ઇચ્છાશક્તિ હોય તો અકલ્પ્ય ઊંચાઈઓને સર કરી શકીએ', સીમાઓ તમારા મનમાં છે

સીમાઓ તમારા મનમાં છે

ખરેખર જીવનની દરેક સમસ્યાઓમાં આપણને દેખાતી આપણી મર્યાદાઓએ આપણો દૈહિક નહિ પણ વૈચારિક સ્થિતિનું પ્રતિબિંબ છે.

  દેવલબેન - BAPS

  અમેરિકામાં ટેનેસી શહેરમાં એક બાળકીનો જન્મ થયો. માત્ર ચાર વર્ષની વયે તેને પોલિયોની જટિલ બિમારી વળગી. ડૉકટરોએ ભવિષ્યવાણી ઉચ્ચારી “ આ બાળકી પોતાના પગ પૃથ્વી પર ક્યારેય નહિ મૂકી શકે.” તેને પગમાં સળિયા પહેરાવવામાં આવ્યા. પરંતુ બાળકીએ નિશ્ચય કરી લીધો કે, ‘મારે આ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છે.’ અને આ અશક્ય લાગતા નિશ્ચયનું બીજ સમય જતા અડગ મનોબળના ખાતરથી અને પ્રબળ પુરુષાર્થના પાણીથી પોષણ પામીને વિશાળ વટવૃક્ષ બન્યું. નવમા વર્ષે તો તેણે પગમાં જડેલા સળિયાઓની બેડી તોડી નાખી અને પૃથ્વી પર પહેલો ડગ માંડ્યો. તેરમે વર્ષે તો દોડની સ્પર્ધામાં ભાગ લઈ છેલ્લે નંબરે આવી ! પણ હિંમત હાર્યા વિના એક ટેમ્પલ નામના કોચ પાસેથી પ્રશિક્ષણ પામીને સઘન તાલીમ શરૂ કરી. ઇ.સ. ૧૯૬૦ ના ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો અને સમગ્ર વિશ્વને દોડીને પાર કરવું હોય તે રીતે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવ્યા. ત્યારે પ્રિન્ટ મીડિયાએ છાપ્યું કે  ‘A Paralytic Woman became the Fastest Woman’. એ સાહસિક રમતવીર હતી વિલ્મા રૂડોલ્ફ. અમેરિકામાં ટેનેસી શહેરમાં એક બાળકીનો જન્મ થયો. માત્ર ચાર વર્ષની વયે તેને પોલિયોની જટિલ બિમારી વળગી. ડૉકટરોએ ભવિષ્યવાણી ઉચ્ચારી “ આ બાળકી પોતાના પગ પૃથ્વી પર ક્યારેય નહિ મૂકી શકે.” તેને પગમાં સળિયા પહેરાવવામાં આવ્યા. પરંતુ બાળકીએ નિશ્ચય કરી લીધો કે, ‘મારે આ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છે.’ અને આ અશક્ય લાગતા નિશ્ચયનું બીજ સમય જતા અડગ મનોબળના ખાતરથી અને પ્રબળ પુરુષાર્થના પાણીથી પોષણ પામીને વિશાળ વટવૃક્ષ બન્યું. નવમા વર્ષે તો તેણે પગમાં જડેલા સળિયાઓની બેડી તોડી નાખી અને પૃથ્વી પર પહેલો ડગ માંડ્યો. તેરમે વર્ષે તો દોડની સ્પર્ધામાં ભાગ લઈ છેલ્લે નંબરે આવી ! પણ હિંમત હાર્યા વિના એક ટેમ્પલ નામના કોચ પાસેથી પ્રશિક્ષણ પામીને સઘન તાલીમ શરૂ કરી. ઇ.સ. ૧૯૬૦ ના ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો અને સમગ્ર વિશ્વને દોડીને પાર કરવું હોય તે રીતે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવ્યા. ત્યારે પ્રિન્ટ મીડિયાએ છાપ્યું કે  ‘A Paralytic Woman became the Fastest Woman’. એ સાહસિક રમતવીર હતી વિલ્મા રૂડોલ્ફ.

  ક્યારેક એવું બનતું હોય છે કે જીવનમાં આવતી વિપરિત પરિસ્થિતિઓને વ્યક્તિ થોડો સમય તો સહન કરે છે પણ સમય જતાં તે કુદરતની સામે પોતાની બિમારીની સામે લાચાર બની જાય છે અથવા તો આવા જીવનથી કંટાળીને મૃત્યુને ભેટવાનો દૃઢ નિશ્ચય કરી લે છે, પરંતુ જે વ્યક્તિ આવી વિપરિત પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે છે તે પોતાના જીવનને એક નવી દિશા આપી શકે છે.

  આ પણ વાંચોઆટલું તો ચાલશે! 'નયને કોલેજમાં જવાની ઉતાવળમાં હેલ્મેટ ન લીધુ અને....', આળસ સુખદ લાગે, પણ અંત દુઃખદ

  હા, જીવનમાં આપણે જ્યારે આપણા જ મનની બાંધેલી મર્યાદાઓની કાલ્પનિક રેખા દોરી દઈએ ત્યારે એ રેખા જ પૂર્ણવિરામ બની જાય પરંતુ જ્યારે અદમ્ય ઇચ્છાશક્તિ અને અવિરત પુરુષાર્થની પાંખો પર સવાર થઈને આ રેખાને ઓળંગી જઇએ ત્યારે અકલ્પ્ય ઊંચાઇઓને સર કરી શકીએ છીએ.

  અમેરિકાના કેન્સાસ શહેરની એક વ્યક્તિને ગંભીર અકસ્માતમાં આંખ અને હાથ ગુમાવવા પડ્યાં. ખ્રિસ્તી ધર્મમાં હમણાં જ પ્રવેશેલ એ વ્યક્તિને દુ:ખ તો માત્ર એક જ હતું કે હવે બાઇબલ કેવી રીતે વાંચીશ ? પણ અંધકારમાં આશાના કિરણ સમાન સમાચાર મળ્યા કે બ્રેઇલ લિપિ વિકસાવવામાં આવી છે. ઉત્સાહમાં આવીને તેણે બ્રેઇલ લિપિમાં લખાયેલું બાઇબલ વાંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ અફસોસ ! તેના હોઠના જ્ઞાનતંતુઓ પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ તેની જીભ બ્રેઇલ લિપિમાં લખેલા અક્ષરોને અડી અને તે વ્યક્તિને એ અક્ષરો ઓળખાયા ! અત્યંત આનંદિત થઈને તેણે બાઇબલ વાંચવાની શરૂઆત કરી. આ રીતે જીભ દ્વારા આખું બાઇબલ ચાર વાર વાંચી લીધું !

  આ પણ વાંચો - બાળકનું ઘડતર કઈ દિશામાં?

  એક કવિએ લખ્યું છે કે : ‘હાથે કરી કેમ હારી તું જા ?  થાતું નથી કરી બેસી શું જા ?’
  સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે એક વિચાર અપનાવો. એ એક વિચારને જ તમારું જીવન બનાવો. એના વિશે વિચારો. એનું સ્વપ્ન જુઓ. એ વિચારને જીવો. એ વિચારથી મગજ, સ્નાયુ, નસો અને સમગ્ર શરીરના દરેક ભાગને ભરી દો. બીજા તમામ વિચારો પડતા મૂકો. બસ સફળ થવાનો માર્ગ આ જ છે.

  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના ગુરુ યોગીજી મહારાજનું સ્વપ્ન  ‘યમુના નદીના તટે એક ભવ્ય મંદિર નિર્માણ’ સાકાર કરવાનો દૃઢ સંકલ્પ કર્યો અને દિલ્હીમાં જમીન સંપાદન માટે ૩૩ વર્ષ સુધી ધીરજપૂર્વક પ્રયત્ન કર્યો. અંતે નવેમ્બર ૨૦૦૦ માં મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું. પ્રમુખસ્વામીજીની પરિકલ્પના અનુસાર સોમપુરાઓ અને બી.એ.પી.એસ. સંસ્થાના સંતોએ તૈયાર કરેલી ડિઝાઇન પર ૭૦૦૦ થી વધુ કુશળ કારીગરો સાથે વિશ્વભરમાંથી સેવા આપવા આવેલા બી.એ.પી.એસ. સંસ્થાના ૪૦૦૦ સ્વયંસેવકોએ માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં સુંદર ભવ્ય મંદિર સાથે સંકુલનું નિર્માણ કાર્ય પૂરું કર્યું. આ કાર્ય માટેનું પ્રેરકબળ હતા પ્રમુખસ્વામી મહારાજ! આ દિલ્હી અક્ષરધામ જોઈને મુકેશભાઈ અંબાણી બોલી ઊઠ્યા હતા : “No construction company or project management company can do  this in such a record time. It is God’s work.”

  ખરેખર જીવનની દરેક સમસ્યાઓમાં આપણને દેખાતી આપણી મર્યાદાઓએ આપણો દૈહિક નહિ પણ વૈચારિક સ્થિતિનું પ્રતિબિંબ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: BAPS Article, BAPS Mahant Swami Maharaj, Baps pramukh swamis maharaj, BAPS Swaminarayan Sanstha, BAPS Swaminarayan Sanstha satsang lekhmala

  આગામી સમાચાર