Home /News /dharm-bhakti /

Bappi Lahiri Gold Love: આ કારણોસર ખૂબ સોનું પહેરતા બપ્પી લહેરી, જ્યોતિષ સાથે છે તેનો સીધો સંબંધ

Bappi Lahiri Gold Love: આ કારણોસર ખૂબ સોનું પહેરતા બપ્પી લહેરી, જ્યોતિષ સાથે છે તેનો સીધો સંબંધ

બપ્પી લહેરી (Bappi Lahiri)એ કહ્યું હતું કે સોનું તેમના માટે લકી છે. (Image credit- Vectorstock)

Bappi Lahiri Gold Love: બપ્પી લહેરી (Bappi Lahiri)એ કહ્યું હતું કે સોનું તેમના માટે લકી છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર અમુક રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ હોય છે. સોનાના ઘરેણાં પહેરવાથી આ લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે.

વધુ જુઓ ...
    Bappi Lahiri News: જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી (Bappi Lahiri Passes Away)નું આજે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તાજેતરમાં સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરની વિદાય બાદ સંગીતપ્રેમીઓને હવે આ બીજો આંચકો લાગ્યો છે. બપ્પી લહેરીનું નામ આવતાં જ આપણને ડિસ્કો મ્યુઝિક સાથે પુષ્કળ સોનું (Gold Jewelery) પહેરેલા સ્ટાઈલ આઇકોન દેખાય. બપ્પી લહેરીની આ ગોલ્ડ જ્વેલરી હંમેશા ચર્ચા અને જીજ્ઞાસાનું કારણ રહ્યું છે.

    બપ્પી લહેરી માટે લકી હતું ગોલ્ડ

    બપ્પી લહેરીએ પોતે પુષ્કળ સોનું (Bappi Lahiri Gold Love) પહેરવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સોનું મારા માટે લકી છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર અમુક રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ હોય છે. સોનાના ઘરેણાં પહેરવાથી આ લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. આ રાશિઓમાં બપ્પી લહેરીની ધનુરાશિ પણ સામેલ છે.

    મેષ (Aries)

    મેષ રાશિના લોકો માટે સોનું પહેરવું શુભ હોય છે. ખાસ કરીને સોનાની વીંટી પહેરવાથી તેમનું સાહસ-પરાક્રમ વધે છે. ભાગ્યમાં વધારો થાય છે. સંબંધો મજબૂત છે. જો તમે દેવાના બોજ હેઠળ છો, તો થોડા દિવસોમાં તમને તેમાંથી મુક્તિ મળશે અને તમારી આવકમાં વધારો થશે.

    આ પણ વાંચો: 18 માસ બાદ રાશિ પરિવર્તન કરશે રાહુ, આ 4 રાશિઓનું બદલાઈ જશે નસીબ

    સિંહ (Leo)

    સિંહ રાશિના લોકો માટે સોનું ભાગ્યોદય કરે છે. આ લોકોને ગોલ્ડ જ્વેલરી અને ખાસ કરીને ગોલ્ડ રિંગ જરૂર પહેરવી જોઈએ. તેનાથી જોબ-બિઝનેસમાં તેમની પ્રગતિ થાય છે. ધન લાભ થાય છે. ઉર્જા અને ઉત્સાહ વધવાથી દરેક કામમાં સફળતા મળે છે.

    કન્યા (Virgo)

    કન્યા રાશિના જાતકો માટે ગોલ્ડ રિંગ સિવાય સોનાની ચેન અથવા બ્રેસલેટ પહેરવું પણ ખૂબ જ શુભ છે. આનાથી જીવનની સમસ્યાઓ એક પછી એક સમાપ્ત થાય છે અને દરેક કાર્યમાં સારું પરિણામ મળે છે. જીવનમાં ધન અને વૈભવ વધે છે.

    આ પણ વાંચો: ઘરમાં કાચબો રાખતા પહેલા જાણી લો તેની સાચી રીત, ધનને કરશે આકર્ષિત

    ધનુ (Sagittarius)

    ધનુ રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી તેમને દરેક બાબતમાં સફળતા મળે છે. ગુરુ ગ્રહ શુભ ફળ આપે છે. જેના કારણે તેઓ ખૂબ નામ-પ્રસિદ્ધિ કમાય છે. અપાર ધન-સંપત્તિના માલિક બને છે. જીવનમાં ઉચ્ચ મુકામ અને સુખ મેળવે છે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bappi Lahiri, Zodiac signs

    આગામી સમાચાર