Lord Hanuman Puja: હનુમાનજી (Hanumanji) તેમના ભક્તો પર આવતી તમામ પ્રકારની પીડા અને સમસ્યાઓ (Problems) દૂર કરે છે. માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. હનુમાનજી રામના ભક્ત છે અને તેમની શરણમાં જવાથી જ ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. હનુમાનજીના ભક્તો પર તમામ દેવતાઓની પણ વિશેષ કૃપા હોય છે. મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. આજે વર્ષ 2021નો છેલ્લો મંગળવાર છે. પંચાંગ અનુસાર આ દિવસે એક વિશેષ સંયોગ પણ બની રહ્યો છે.
હિન્દુ કેલેન્ડર મુજબ 28 ડિસેમ્બર એટલે કે આજે મંગળવાર છે. આ દિવસ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને ચિત્રા નક્ષત્ર રહેશે. ચિત્રા નક્ષત્ર 27 નક્ષત્રોમાં 14મા ક્રમે છે. આ નક્ષત્રનો સ્વામી મંગળ છે. તેથી આ દિવસ હનુમાન ભક્તો માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે તમામ કાર્યોમાં સિદ્ધિ આપનાર યોગ માનવામાં આવે છે. આ દિવસે મંગળ, શનિ, રાહુ-કેતુની શાંતિ માટે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિ અને જીવનમાં દુ:ખ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે અહીં જાણો આ દિવસે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી.
હનુમાન નવમી પર આ રીતે બજરંગબલીની પૂજા કરો
- હનુમાન નવમીના દિવસે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને 108 પરિક્રમા કરો, આમ કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે.
- મંગળની શાંતિ માટે હનુમાનજીને મીઠું પાન ચઢાવવું જોઈએ.
- આજે કાળા પથ્થરના શિવલિંગ પર લાલ મસૂર અર્પિત કરવાથી મંગળ ગ્રહને શાંત કરવામાં મદદ મળે છે.
- આ દિવસે હનુમાન મંદિરમાં દક્ષિણાભિમુખ બેસીને હનુમાન બહુ અષ્ટકના 21નો પાઠ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે અને શત્રુઓનો નાશ થાય છે.
- હનુમાનજીની પ્રતિમાના જમણા પગના અંગૂઠામાંથી સિંદૂર લઈને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવવાથી આખા પરિવારની દરેક સંકટથી રક્ષા થાય છે. આર્થિક પ્રગતિના દ્વાર ખુલે છે.
- હનુમાન નવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરીને હનુમાનજીને દેશી ઘીની ખીરનો નૈવેદ્ય ચઢાવવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ આવે છે.
હનુમાન દ્વાદશનામ સ્તુતિ
हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર