Home /News /dharm-bhakti /BAGHESHWAR DHAM : ધીરુ પંડિત કેવી રીતે બન્યા ધીરેન્દ્ર શાસ્ત્રી? હિન્દુત્વને લઈને શું કરી જાહેરાત? 10 મુદ્દામાં જાણો સફર

BAGHESHWAR DHAM : ધીરુ પંડિત કેવી રીતે બન્યા ધીરેન્દ્ર શાસ્ત્રી? હિન્દુત્વને લઈને શું કરી જાહેરાત? 10 મુદ્દામાં જાણો સફર

baghwshra dham dhirendra shastri

BAGHESHWAR DHAM DHIRENDRA PANDIT : બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આપણે ભારતીયો સનાતની પ્રજા છીએ. 3 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત આ યજ્ઞમાં કરોડો હિંદુઓ હિંદુ રાષ્ટ્રની ઈચ્છા રાખે છે ત્યારે ભારત હિંદુ રાષ્ટ્ર બનશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Chhatarpur, India
બાઘેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેઓ લોકોની પીડા અને દુઃખનું નિવારણ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ દાવાને લઈને કોઈને પણ સવાલ થાય કે કઈ રીતે આ માણસ આટલા ઉપર આવ્યા ? કેવી હશે તેઓની સફર? 10 મુદ્દામાં જાણો ધિરેન્દ્ર શાસ્ત્રીની સફર.

છતરપુર જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે બાગેશ્વર ધામ ખાતે 121 કન્યાઓના યજ્ઞ અને વિવાહ કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે તેઓ ક્યારેય રાજકારણમાં આવશે. તેમણે કહ્યું કે આ ભવ્ય કાર્યક્રમમાં રાજનેતાઓની સાથે વિદેશી ભક્તો પણ આવશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રવિવારે મીડિયાને આ વાત કહી હતી. તેઓ 13 ફેબ્રુઆરીથી બાગેશ્વર ધામ ખાતે આયોજિત થનારા કાર્યક્રમની માહિતી આપી રહ્યા હતા.

  • મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

  • બાગેશ્વર ધામના મહારાજ કહેવાતા આ સંતનો જન્મ છતરપુર જિલ્લાના ગ્રામ ગઢામાં 1996માં થયો હતો.

  • બે ભાઈ એક બહેન છે. ભાઈ નાનો છે, જેનું નામ સાલિગ રામ ગર્ગ ઉર્ફ સૌરભ છે. બહેનું નામ રીતા ગર્ગ છે. પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ છે.

  • ધીરેન્દ્ર ગર્ગનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો અને તેના પિતા ગામમાં પુરોહિત ગિરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવતા હતા

  • સતત પોતાના ગામના લોકોની વચ્ચે કથા સંભળાવવા બેસી જતા અને કથામાં તેઓ પ્રખર થવા લાગ્યા. તેમણે વર્ષ 2009માં પોતાની પ્રથમ ભાગવત કથા નજીકના ગામ ખુડનમાં સંભળાવી હતી.

  • પોતાના ગામમાં આવેલ શંકરના જૂના મંદિરને પોતાની જગ્યા બનાવી. આ મંદિરમાં ભગવાન શિવનું જ્યોર્તિલિંગ આવેલું છે. જેને બાગેશ્વર ધામના નામથી ઓળખાય છે.

  • 2019માં ગામલોકોના સહયોગથી વિશાળ યજ્ઞનું આયોજન કરવામા આવ્યું. તેમાં શ્રી બાલાજી મહારાજની મૂર્તિની પણ સ્થાપના થઈ. ત્યારથી તે બાગેશ્વર ધામના નામથી પ્રખ્યતા છે.

  • શ્રી બાલાજી મહારાજના મંદિર પાછળ ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા સેતુલાલ ગર્ગ સંન્યાસી બાબાની સમાધી પણ છે. આ જ જગ્યા પર ધીરેન્દ્ર ગર્ગે કેટલીય વાર ભાગવત કથાનું આયોજન કર્યું છે.

  • મહારાજે બાગેશ્વર ધામમાં એવો દરબાર લગાવ્યો કે, દેશ દુનિયામાંથી લોકો પોતાની પીડા લઈને અહીં આવવા લાગ્યા. લોકો કહે છે કે, દરબારમાં મહારાજની ખાસિયત છે કે, તે પીડિતના મનની વાત ચિઠ્ઠી પર લખી આપે છે. જેને સાઁભળીને સૌ કોઈ હેરાન થઈ જાય છે.




આ પણ વાંચો: 'ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું' બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- ધર્મ પતિ છે, રાજકારણ પત્ની

  • ધીરુ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી બનેલા બાગેશ્વર ધામના મહારાજના ભક્તોની સંખ્યા લાખોમાં થવા લાગી અને સનાતન ધર્મની રક્ષા માટે હંમેશા ધર્મ પ્રેમીઓમાં ઉત્સાહ ભરતા રહ્યા.
    બાગેશ્વર ધામના મહારાજની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે, હવે તેઓ પોતાના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહેવા લાગ્યા. આમ જોવા જઈએ તો, મહારાજ પોતાની કથામાં અને નિવેદનોમાં બુંદેલી ભાષાનો ખૂબ ઉપયોગ કરે છે.

First published:

Tags: Dharma, Hindutva, હિન્દુ ધર્મ