કેદારનાથ બાદ આજે ખુલ્યા બદ્રીનાથનાં કપાટ, દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

ચારેય તરફ બરફનાં સફેદ પર્વતોની વચ્ચે બનેલું બદ્રીનાથનાં મંદીરની સુંદરતા જોમતી હતી. જેમાં ફૂલોની સજાવટ ચાર ચાંદ લગાવતા હતાં

ચારેય તરફ બરફનાં સફેદ પર્વતોની વચ્ચે બનેલું બદ્રીનાથનાં મંદીરની સુંદરતા જોમતી હતી. જેમાં ફૂલોની સજાવટ ચાર ચાંદ લગાવતા હતાં

 • Share this:
  બદ્રીનાથ: ઉત્તરાખંડમાં ગઢવાલની ઉચ્ચ હિમાલય વિસ્તારમાં સ્થિત ચાર ધઆમમાં સૌથી પ્રમુખ બદ્રીનાથનાં કપાટ આજે સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે સવારે આશરે સાડા ચાર વાગ્યે પટ ખોલવાની સાથે જ ભક્તોએ ભગવાનનાં પ્રથમ દર્શન કર્યા હતાં. પ્રભુનાં જયકારા સાથે ભક્તોએ તેમનો અવાજ બદ્રીવિશાલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

  આપને જણાવી દઇએ કે, ગત બે દિવસમાં હજારો ભક્તો બાબા બદ્રીનાથનાં દર્શન માટે પહોંચી ગયા છે. જેવા જ પટ ખુલ્યા બાબા બદ્રીનાથનાં આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડ જામી હતી. ચારેય તરફ બરફનાં સફેદ પર્વતોની વચ્ચે બનેલું બદ્રીનાથનાં મંદીરની સુંદરતા જોમતી હતી. જેમાં ફૂલોની સજાવટ ચાર ચાંદ લગાવતા હતાં.  સેંકડો-હજારો કિલોમીટરનો સફર તય કરીને આવેલાં ભક્તોમાં પણ જબ્બરુ જોમ જોવા મળતુ હતું. સોમવારે સવારે સાડા ચાર વાગ્યે બદ્રીનાથનાં પટ ખુલ્યા હતાં. અને આજથી જ ભક્તોને ભગવાન બદ્રીનાથજીનાં નિર્વાણ દર્શનની તક મળી હતી. કાલી શિલા પર ભગવાનનાં દર્શન કોઇપણ શ્રૃંગાર વગર કરવામાં આવે છે. આ માટે તેને નિર્વાણ દર્શન કહેવામાં આવે છે. આજે બદ્રીનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના નથી થતી. આજે સાંજથી આતી બાદ કાલથી એટલે કે મંગળવારથી દરરોજ વિશેષ પૂજા અર્ચના શરૂ થાય છે.  ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથ સહિત ગઢવાલનાં હિમાલય વિસ્તારમાં સ્થિત ચાર ધામનાં કપાટ શિયાળામાં ભારે હિમવર્ષા અને ઠંડીને કારણે ઓક્ટોબર-નવેમ્બર
  મહિનામાં બંધ કરવામાં આવે છે જે બાદમાં એપ્રીલ-મે મહિના દરમિયાન ફરી ખોલવામાં આવે છે.

  ગઢવાલ હિમાલયની આવકદોરી છે. ચારધામ યાત્રા છ મહિનાનાં સિઝ દરમિયાન દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટક તેમની તરફ આકર્ષિત થઆય છે. દર વર્ષે ચાર ધામ માટે યાત્રાની શરૂઆત ગંગોત્રી અને યમનોત્રીનાં પટ ખુલવાથી થાય છે.

  કેદાર ધામનાં પટ રવિવારે સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતાં. પૂજારીઓએ મંત્રોચ્ચાર અને શ્રધ્ધાળુઓએ જયકારનાં ઘોષ સાથે છ મહિના બાદ કેદારનાથનાં કપાટ ખોલ્યા. કપાટ ખુલ્યા બાદ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી જે બાદ ભગવાન શિવનાં દર્શન શરૂ થયા.
  Published by:Margi Pandya
  First published: