બદ્રીનાથ ક્યારેક હતુ ભગવાન શિવનું ઘર, વિષ્ણુએ છલથી કર્યો હતો કબ્જો

ખુલ્યા બદ્રીનાથ ધામનાં કપાટ, ક્યારેક અહીં હતું ભગવાન શિવનું ઘર, વિષ્ણુએ છલથી કર્યો હતો કબ્જો

ખુલ્યા બદ્રીનાથ ધામનાં કપાટ, ક્યારેક અહીં હતું ભગવાન શિવનું ઘર, વિષ્ણુએ છલથી કર્યો હતો કબ્જો

 • Share this:
  ધર્મ ભક્તિ ડેસ્ક: બદ્રીનાથનાં કપાટ આજે 10મેનાં રોજ ખુલ્યા. માન્યતા છે કે આજે જ્યાં આ ધામ સ્થિત છે ત્યાં પહેલાં ભગવાન શિવ નિવાસ કરતાં હતાં. પણ બાદમાં ભગવાન વિષ્ણુ આ જગ્યા પર રહેવા લાગ્યા. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ ન ફક્ત એક બીજાને ખુબ માને છે પણ બંને એકબીજાનાં આરાધ્ય પણ છે. આવો જાણીએ આખરે કેમ ભગવાન વિષઅણુનાં કારણે ભોલે શંકરે છોડવું પડ્યુ હતું પોતાનું ઘર ભગવાન વિષ્ણુએ કર્યો શિવજીનાં નિવાસ સ્થાન પર કબ્જો- હિન્દૂ ધર્મની પૌરાણિક કથા અનુસાર, બદ્રીનાથ ધામમાં ભગવાન શિવ પોતાનાં પરિવાર સાથે રહેતાં. એક વખત વિષ્ણુજી એવું એકાંત સ્થાન શોધી રહ્યા હતાં જ્યાં તેમનું ધ્યાન  ભંગ ન થાય.

  એવામાં તેમને જે જગ્યા પસંદ આવી તે હતી બદ્રીનાથ. જે પહેલેથી જ ભોલેશંકરનું નિવાસ સ્થાન હતી. ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી. એખ નાનકડાં બાળકનો વેશ બનાવીને તે રોવા લાગ્યા. અને તેને જોઇને મા પાર્વતી બહાર આવ્યા અને બાળકને ચુપ કરાવવાનો પ્રયાસ કરવા લાગ્યા.

  આ પણ વાંચો- ભગવાન શિવ કેમ આવ્યા કેદારનાથ ધામ અને શું છે આ મંદિરનું મહત્વ

  મા પાર્વતી બાળકને લઇે ઘરની અંદર જવા લાગી તો ભોલે શંકરને ભગવાન વિષ્ણુની લીલા સમજવામાં વાર ન લાગી. તેમણે માતા પાર્વતીને ના પાડી પણ તે માની નહીં. મા પાર્વતીએ બાળકને થાબડીને ઉંઘાડી દીધો. જ્યારે બાળક સુઇ
  ગયો તો મા પાર્વતી ઘરની બહાર આવી. જે બાદ બાળકનાં વેશમાં લીલા રચનારા શ્રી હરિએ દરવાજો અંદરથી બંધ કરી દીધો.

  જ્યારે ભગવાન શિવ પર તઆવ્યા તો બોલ્યા કે મને ધ્યાન માટે આ જગ્યા ખુબ પસંદ આવી છે. આપ કૃપ્યા કરીને પરિવાર સહિત કેદારનાથ ધામમાં પ્રસ્થાન કરો. હું ભવિષ્યમાં આપનાં ભક્તોને અહીં દર્શન આપીશ. ત્યારથી બદ્રીધામ ભગવાન વિષ્ણુનું લીલાસ્થળ બન્યું અને કેદારનાથ ભગવાન શિવની ભૂમિ બન્યું.

  આ પણ વાંચો-રસોડામાં છુપાયેલુ છે અબજોપતિ બનવાનું રહસ્ય, તવીને આ રીતે રાખો આજે, 12 કામની વાત
  Published by:Margi Pandya
  First published: