Home /News /dharm-bhakti /Bada Mangal 2022: જેઠ મહિનાનો બીજો મોટો મંગળવાર, આજે આ વિધિથી કરો હનુમાનજીની પૂજા

Bada Mangal 2022: જેઠ મહિનાનો બીજો મોટો મંગળવાર, આજે આ વિધિથી કરો હનુમાનજીની પૂજા

આજે છે 'બડા મંગલ' હનુમાનજીનો છે ખાસ દિવસ

Bada Mangal 2022: આજનાં દિવસે હનુમાનજીની (Hanumanji Pooja Aarti) આરતી અને હનુમાન ચાલિસાનું (Hanuman Chalisa) પઠન કરવું. જો સમય મળે તો સુંદરકાંડનું પઠન કરવું અથવા તો આપ દિવસ દરમિયાન તેને સાંભળી પણ શકો છો. તેનાંથી આપને જરુર ફાયદો થશે

વધુ જુઓ ...
ધર્મ ભક્તિ: મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આમ તો દર મંગળવારનું ખાસ મહત્વ હોય છે પણ જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે. આજે જેઠ મહિનાનો બીજો મંગળવાર છે. 24 મે 2022નાં રોજ તે આવી રહ્યો છે તેને વૃદ્ધ મંગળ (બુઢવા મંગળ) પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે. મોટા મંગળવારના દિવસે આવો જાણીએ કેવી રીતે કરવી હનુમાનજીની પૂજા.

કેવી રીતે કરવાં હનુમાનજીને પ્રસન્ન
આજનાં દિવસે હનુમાનજીની આરતી અને હનુમાન ચાલિસાનું પઠન કરવું. જો સમય મળે તો સુંદરકાંડનું પઠન કરવું અથવા તો આપ દિવસ દરમિયાન તેને સાંભળી પણ શકો છો. તેનાંથી આપને જરુર ફાયદો થશે

જાણો હનુમાનજીની પૂજા વિધિ (Puja Vidhi)
-મોટા મંગળનાં દિવસે સવારે વહેલાં ઉઠી સ્નાન કરી ચોખ્ખા કપડાં પહેરવાં
-તે બાદ પૂજા સ્થળ પર હનુમાનજીની મૂર્તિ કે પ્રતિમા રાખો
-પૂર્વ દિશા તરફ મો કરી બેસો
-પછી હનુમાજીને પહેલાં એક વખત ગંગાજળથી સ્નાન કરાવો, પછી પંચામૃતથી સ્નાન કરાવો, અંતમાં ચોખ્ખા પાણીથી સ્નાન કરાવો
-આ બાદ હનુમાનજી આગળ ઘીનો દીવો કરો અને વસ્ત્ર અર્પિત કરો.
-આ બાદ હનુમાનજીને પાન ચઢાવો
-અંતમાં કપૂર પ્રગ્ટાવી હનુમાનજીની આરતી કરો અને હાથ જોડી તમારી પ્રાર્થના પ્રભુ પાસે કરો.

" isDesktop="true" id="1211788" >

आरती कीजै हनुमान लला की ।
दुष्ट दलन रघुनाथ कला की ॥ आरती कीजै ...
ભાવાર્થ - આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના અભિન્ન અંગ છે.

जाके बल से गिरिवर काँपे ।
रोग-दोष जाके निकट न झाँके ॥ आरती कीजै ...
ભાવાર્થ - એમના પરાક્રમથી પર્વતરાજ હિમાલય પણ કંપી ઊઠે છે અને એમના નામના ઉચ્ચારણ માત્રથી રોગ-દોષ નજીક આવવાનું દુસ્સાહસ નથી કરી શકતા.

अंजनी-पुत्र महाबलदाई ।
संतन के प्रभु सदा सहाई ॥ आरती कीजै ...
ભાવાર્થ - હે અંજનીપુત્ર ! તમે બળના દાતા છો તેમજ દેવતાઓ તથા સંતોને સદૈવ સહાયતા પ્રદાન કરો છો.

दे बीरा रघुनाथ पठाए ।
लंका जारि सिया सुधि लाए ॥ आरती कीजै ...
ભાવાર્થ - શ્રીરામજીએ તમને જ ઉત્તર દાયિત્વ સોપીને લંકા મોકલ્યા હતા અને તે જ લંકાને વિધ્વંસ કરીને તમે જ સીતામાતાની ખબર લાવ્યા હતા.

लंका सो कोट समुद्र सी खाई ।
जात पवन-सुत बार न लाई ॥ आरती कीजै ...
ભાવાર્થ - તમે વિશાળ સમુદ્રને પાર કરવામાં તેમજ પ્રવેશ દ્વાર સુધી પહોંચવામાં જરાય વાર ના લગાડી.

लंका बारि असुर संहारे ।
सीता-रामजी के काज सँवारे ॥ आरती कीजै ...
ભાવાર્થ - તમે લંકાને સળગાવી દાનવોનો વિનાશ કર્યો અને સીતા-રામજીના કાર્યને પૂરું કર્યું.

लक्ष्मण मूर्च्छित पड़े सकारे ।
लाई संजीवन प्राण उबारे ॥ आरती कीजै ...
ભાવાર્થ - જ્યારે લક્ષ્મણજી મૂર્ચ્છિત થયા ત્યારે તમે જ સંજીવની બુટ્ટી લાવીને તેમના પ્રાણોની રક્ષા કરી હતી.

पैठि पाताल तोड़ी जम कारे ।
अहिरावण की भुजा उखाड़े ॥ आरती कीजै ...
ભાવાર્થ - તમે પાતાળ પહોંચીને યમના કાળાગારને તોડ્યું અને અહિરાવણના હાથોને ઉખાડી નાંખ્યાં.

बाईं भुजा से असुर संहारे ।
दाईं भुजा सब सन्त उबारे ॥ आरती कीजै ...
ભાવાર્થ - તમે તમારા ડાબા હાથથી અસુરોનો વિનાશ કર્યો અને જમણા હાથથી દેવતાઓ તથા સંતોનું રક્ષણ કર્યું.

सुर नर मुनि जन आरती उतारें ।
जय जय जय हनुमान उचारे ॥ आरती कीजै ...
ભાવાર્થ - દેવતા, મનુષ્ય, મુનિગણ અને ભક્તજન તમારી આરતી ગાય છે જય-જયકાર કરે છે.

कंचन थार कपूर लौ छाई ।
आरती करत अंजना माई ॥ आरती कीजै ...
ભાવાર્થ - સોનાની થાળીમાં સુંદર ઢંગથી કપૂર, દીપક અને ભસ્મ સજાવી તમારી માતા અંજના પણ તમારી આરતી ગાય છે.

जो हनुमान जी की आरती गावे ।
बसि वैकुण्ठ परम पद पावे ॥ आरती कीजै ...
ભાવાર્થ - જે કોઇ પણ વ્યક્તિ હનુમાનજીની આરતી ગાય છે, તે વિષ્ણુજીના પરમ ધામ વૈકુંઠ જઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
First published:

Tags: Bada mangal, Hanuman pooja vidhi, Sundarkand, હનુમાન ચાલીસા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો