નાના બાળકને નજર લાગે તો શું કરશો? ખરાબ નજર ઉતારવા વિશેષ ટોટકા

News18 Gujarati
Updated: May 8, 2020, 5:37 PM IST
નાના બાળકને નજર લાગે તો શું કરશો? ખરાબ નજર ઉતારવા વિશેષ ટોટકા
નજર ઉતારવાના ઉપાય

ઘણી વખત તો બાળકને મા-બાપની જ મીઠી નજર લાગી જાય છે. ભલે આજે સાયન્સ ઘણું આગળ વધી ગયુ હોય પણ નાના બાળકની વાત આવે ત્યારે માતા-પિતા આવી બાબાતોમાં માનતા થઇ જ જાય છે.

  • Share this:
કહેવાય છે કે નાના બાળકોને ઝડપથી નજર લાગી જાય છે અને એટલે જ તેમની કાનની પાછળ અને માથામાં ડાબી બાજુ કાળો ટીકો કરવામાં આવે છે. ઘણી વખત તો બાળકને મા-બાપની જ મીઠી નજર લાગી જાય છે. ભલે આજે સાયન્સ ઘણું આગળ વધી ગયુ હોય પણ નાના બાળકની વાત આવે ત્યારે માતા-પિતા આવી બાબાતોમાં માનતા થઇ જ જાય છે. ચાલો ત્યારે નજર કરીએ નાનું બાળક હોય કે કોઇ મોટુ તેને લાગેલી નજરનો પ્રભાવ દૂર કરવા શું કરવું

1. લાલ મરચા, અજમો અને પીળી સરસવને માટીના એક વાસણમાં સળગાવી. પછી એની ધૂપ નજર લાગેલા બાળકને આપો. કોઈ પણ પ્રકારની નજર ઠીક થઈ જાય છે.

2. શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની આરાધના કરી એના ખભાથી સિંદૂર લઈને નજર લાગેલા બાળકના માથા પર સિંદૂર લગાવવું તેનાંથી ખરાબ નજરના પ્રભાવ ઓછું થાય છે.

3. મીઠું, રાઈ, લસણ ડુંગળીની સૂકી છાલ અને સૂકાં મરચા આગ (અંગારા) પર નાખી, આગને રોગી ઉપરથી સાત વાર ઘુમાવવાથી ખરાબ નજરના દોષ મટી જાય છે.

4. ઘણી વાર જોઈએ છે કે, ભોજનમાં નજર લાગી જાય છે ત્યારે, ભોજનમાંથી થોડુ-થોડુ એક પાન પર લઈને એના પર ગુલાબ નાખી રસ્તામાં રાખી દો. પછી ભોજન ખાવો. નજર ઉતરી જશે.

5. નજર લાગેલા માણસને પાન ગુલાબની સાત પંખુડિઓ રાખી ખવડાવો. નજર લાગેલા માણસ ઈષ્ટ દેવના નામ લઈને પાન ખાવે. ખરાબ નજરના અસર દૂર થઈ જશે.6. ખાતા સમયે કોઈ પણ માણસને નજર લાગી શકે છે. એ સમયે આમલીની ત્રણ ડાળીને લઈને આગમાં સળગાવી નજર લાગેઆ માણસના માથા પર થી સાત વાર ઘુમાવી પાણીમાં બુઝાવી દે છે અને એ પાણીને રોગીને પીવડાવાથી નજરદોષ દૂર થાય છે.

7. લીંબુ પર હનુમાનજીના પગનું સિંદૂર લગાવીને એને લાલ કપડામાં લપેટી લો. હવે જે વ્યક્તિ કે બાળકને ખરાબ નજર લાગી છે, એના માથા પરથી ફેરવીને નદીમાં પ્રવાહિત કરી દો. એનાથી નજર ઊતરી જાય છે.

8. જો કોઇ વ્યક્તિ પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ છે તો 1 લીંબુ એની ઉપરથી 7 વખત ઊતારીને કોઇ ચાર રસ્તા પર જઇને કાપીને ત્યાંજ ફેંકી દો. પછી પાછળ ફર્યા વગર સીધા ઘરે આવી જાવ.

9. ઘર અથવા દુકાનની બહાર લીંબુ-મરચાં લગાવવાથી ખરાબ નજર લાગતી નથી. આવું દર શનિવારે કરવું જોઇએ. સાથે લીંબુ પર હનુમાનના પગનું સિંદૂર પણ લગાવો.

10. જો તમારી દુકાન ચાલી રહી નથી તો લીંબુ એક દિવસ માટે દુકાનમાં આવી જગ્યા પર રાખો, જ્યાં એ કોઇની નજરમાં ના આવે અને સાંજે એના ચાર ટુકડા કરીને કોઇ ચાર રસ્તા પર ફેંકી આવો. વેપારમાં ઉન્નતિ થઇ શકે છે.
First published: May 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading