Home /News /dharm-bhakti /Neem Karoli Baba: કોણ છે નીમ કરોલી બાબા? બોલીવુડથી લઇ હોલીવુડ સ્ટાર્સ પણ પહોંચે એમના દર્શને

Neem Karoli Baba: કોણ છે નીમ કરોલી બાબા? બોલીવુડથી લઇ હોલીવુડ સ્ટાર્સ પણ પહોંચે એમના દર્શને

બાબા નીમ કરોલી

નીમ કરોલી બાબાને ચમત્કારિક બાબા કહેવામાં આવે છે. તેમને 20મી સદીના આધ્યાત્મિક સંત, મહાન ગુરુ અને દિવ્યાદશી માનવામાં આવે છે. ભક્તો બાબાને હનુમાનજીનો અવતાર માને છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ વૃંદાવનમાં નીમ કરોલી બાબાની સમાધિની મુલાકાત લીધી હતી.

વધુ જુઓ ...
    નીમ કરોલી બાબાને ચમત્કારિક બાબા કહેવામાં આવે છે. તેમને 20મી સદીના આધ્યાત્મિક સંત, મહાન ગુરુ અને દિવ્યાદશી માનવામાં આવે છે. ભક્તો બાબાને હનુમાનજીનો અવતાર માને છે. બાબાએ પોતાના જીવનમાં હનુમાનજીના 108 મંદિરો બનાવ્યા હતા.બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં 1900ની આસપાસ થયો હોવાનું કહેવાય છે. બાબાને 17 વર્ષની ઉંમરમાં જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ થઇ ગઈ હતી.

    બાબા પોતાનો પરિવાર છોડીને ઋષિની જેમ ભટકવા લાગ્યા. બાબાના ભક્તોએ તેમની પાસેથી અનેક દૈવી અને અલૌકિક ચમત્કારોનો અનુભવ કર્યો છે. દેશ-વિદેશમાં પણ લોકો બાબા પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. વડાપ્રધાન, એપલના સ્થાપક અને બોલિવૂડથી લઈને હોલીવુડની હસ્તીઓ પણ બાબાના આશ્રમમાં તેમના દર્શન માટે પહોંચી છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ વૃંદાવનમાં નીમ કરોલી બાબાની સમાધિની મુલાકાત લીધી હતી.

    વિરાટ-અનુષ્કાએ લીધા બાબાના આશીર્વાદ

    વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે હાલમાં જ ઉત્તરાખંડના પ્રસિદ્ધ નીમ કરોલી બાબાની સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. અહીં તેમણે ધ્યાન કર્યું અને બાબાની સમાધિના દર્શન કરી આશીર્વાદ લીધા. આ પહેલા ગયા વર્ષે વિરાટ-અનુષ્કા વૃંદાવનમાં નીમ કરોલી બાબાના પ્રસિદ્ધ આશ્રમ કૈંચી ધામમાં હતા.

    આ પણ વાંચો: અહીં થાય છે ભગવાન શ્રી રામની બહેન શાંતાની પૂજા, જાણો પૌરાણિક કહાની



    અનુષ્કા વિરાટ સાથે ગ્લોબલ સ્ટાર્સ પણ છે બાબાના ભક્ત

    અમેરિકન બિઝનેસ ટાયકૂન અને એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ પણ બાબા નીમ કરોલી માટે શ્રદ્ધા ધરાવે છે. તેમણે વૃંદાવન સ્થિત બાબાના કૈંચી ધામની પણ મુલાકાત લીધી છે.

    અમેરિકન લેખક અને ટેક્નોલોજિસ્ટ લેરી બ્રિલિયન્ટ પણ ઉત્તરાખંડના કૈંચી ધામની મુલાકાત લઈ ચૂક્યા છે.

    ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ નૈનીતાલમાં બાબા નીમ કરોલીના મંદિરે દર્શન કરવા ગયા હતા.

    આ પણ વાંચો: Vastu Tips: આ પાંચ વસ્તુ કરી શકે છે બરબાદ, આજે જ કાઢી નાખો ઘરમાંથી



    લેરી બ્રિલિયન્ટની પત્ની પણ બાબા નીમ કરોલી માટે આદર ધરાવે છે. બાબાના ધામમાં તે ધાર્મિક અવતારમાં જોવા મળી હતી.

    હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ માનસિક શાંતિ માટે નૈનીતાલમાં બાબા નીમ કરૌલીના ધામની મુલાકાતે ગઈ છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Anushka Sharma, Captain virat kohli, Dharm Bhakti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन