Home /News /dharm-bhakti /સાંજે ન કરવા જોઈએ આ કામ, જાણો શા માટે?

સાંજે ન કરવા જોઈએ આ કામ, જાણો શા માટે?

    જીવનમાં મોહ અને માયા ક્યા માણસને ન હોય. દરેક લોકો પોતાના મોજ શોખને પૂર્ણ કરવા માટે કેટ કેટલા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુઓને ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં ધન, નિરોગી કાયા અને સુખની ઈચ્છા પૂર્ણ થાય છે.

    જેના માટે લોકોએ કેટલીક તકેદારી પોતાની દિનચર્યામાં રાખવી જોઈએ. શાસ્ત્ર અનુસાર સવારે વહેલા ઊઠવું અને સાંજે ન સુવું હિતાવહ છે. તેવી જ રીતે અન્ય કેટલાક કામ છે જેને સાંજના સમયે ન કરવા જોઈએ. આ કામ કરવાથી લક્ષ્મીજી નારાજ તો થાય જ છે સાથે જ ઘરમાં બીમારી અને આળસ ઘર કરી જાય છે.

    સાંજે કયા કામ ન કરવા જોઈએ

    • પૈસાની લેતી-દેતી હંમેશા સૂર્યાસ્ત પહેલાં જ કરી લેવી જોઈએ. સાંજ પછી આ કામ કરવાથી અપશુકન થાય છે.

    • રાત્રે નખ કાપવા અશુભ ગણાય છે. તેવી જ રીતે નખ કાપીને નહાવા જવું પણ અપશુકન ગણાય છે.

    • રાત્રે નખ કાપવાથી લક્ષ્મીજી ઘરમાં વાસ કરતી નથી અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

    • સાવરણી અંગે પણ માન્યાતા છે કે સૂર્યાસ્ત પછી ઘરની સાફ-સફાઈ ન કરવી.

    • રાત્રે કચરો વાળવાથી ખર્ચ વધે છે અને આર્થિક નુકશાન થાય છે.

    • રાત્રે વાળ ન કાપવા તેમજ વાળમાં તેલ નાખીને ઊંઘવાથી નકારાત્મક ઊર્જાની અસર વધે છે. તેનાથી મન પણ વિચલિત રહે છે.

    • તેલ પણ સાંજ પહેલા નાખી લેવું જોઈએ.

    • મહિલાઓએ રાત્રે વાળ ખોલીને ન રાખવા જોઈએ.

    First published: