વેદશાસ્ત્ર દ્વારા દિવ્યશક્તિની પ્રાપ્તિ

News18 Gujarati
Updated: February 20, 2019, 6:44 PM IST
વેદશાસ્ત્ર દ્વારા દિવ્યશક્તિની પ્રાપ્તિ
આજના ભૌતિક યુગમાં સૌને ઝડપી સફળતા પ્રાપ્ત કરવાની મહેચ્છા છે. જીવનમાં વેદશક્તિના પ્રાદુર્ભાવથી જ જ્ઞાનશક્તિ, આધ્યાત્મિકશક્તિ, રાષ્ટ્રશક્તિ, શારીરિકશક્તિ સુદૃઢ થઈ શકે

આજના ભૌતિક યુગમાં સૌને ઝડપી સફળતા પ્રાપ્ત કરવાની મહેચ્છા છે. જીવનમાં વેદશક્તિના પ્રાદુર્ભાવથી જ જ્ઞાનશક્તિ, આધ્યાત્મિકશક્તિ, રાષ્ટ્રશક્તિ, શારીરિકશક્તિ સુદૃઢ થઈ શકે

  • Share this:
આપણી ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કહેવાય છે. વેદ એ સામાન્યતઃ બહુવચનમાં બોલાય છે ‘વેદ’ એમ નથી બોલાતું પણ ‘વેદો’ બોલાય છે. રામાયણ અને મહાભારતની જેમ વેદોનો કોઈ એક રચયિતા નથી. મહર્ષિ વેદવ્યાસજીએ વેદોનું ચાર ભાગમાં વર્ગીકરણ ચોક્કસ કર્યું છે પણ વેદનો પ્રાદુર્ભાવ અનેક શતાબ્દીમાં જુદા જુદા તપસ્વી અને જ્ઞાની ઋષિઓની સહભાગીતા દ્વારા થયું છે. ‘વિદ્‌’ ધાતુથી ઉત્પન્ન થયેલા ‘વેદ’ શબ્દનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. આ પ્રકારે વેદ એ અનન્ત જ્ઞાન તેમજ સાહિત્યનો ભંડાર છે. ભારતમાં પ્રાચિન ઋષિ-મુનિઓએ આધ્યાત્મિક ચિંતન અને મનન માટે વેદોને જ પરમ તત્ત્વ આલેખ્યું છે.

મહર્ષિ વેદવ્યાસજીએ વેદને કુલ ચાર ભાગમાં વર્ગીકૃત કર્યું- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદમાં છંદબદ્ધ જ્ઞાનનું સંકલન છે જેમાં સ્તુતિયોં અને પ્રાર્થનાઓને સંકલિત કરવામાં આવી છે. યજુર્વેદમાં યજ્ઞ સંબંધી સ્તુતિ અને પ્રાર્થનાઓનું સંકલન છે. યજુર્વેદમાં બે ભાગ છે (૧) કૃષ્ણ યજુર્વેદ (૨) શુક્લ યજુર્વેદ. યજુર્વેદ મુખ્યરૂપથી કર્મકાંડનું પ્રતિપાદન કરે છે. ‘સામાનિ યો વેતિ સ વેદ તત્ત્વમ્‌ ।’ જે સામવેદની સામોને જાણે તે જ સામવેદને સમજી શકે. ‘સામ’ એટલે દેવોને પ્રસન્ન કરવાવાળું ઉત્તમ જ્ઞાન. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ શ્રીકૃષ્ણએ સામવેદનું મહત્ત્વ પ્રગટ કર્યું છે.

અથર્વવેદમાં રોગ, શત્રુ, દુષ્ટ માયાવીઓને નાશ કરવાના મંત્રોનું સંકલન છે. સાથે સાથે અથર્વવેદમાં કેટલાક એવા મંત્ર પણ ઉપલબ્ધ છે જેનાથી કોઢ, રાજ્યદંડ, ખાંસી, ટાલીયાપણું, દુર્બળતા વગેરે ઉપાધીઓનું પણ શમન થાય છે. પુત્રજન્મ, વિવાહ, રાજ્યાભિષેક, અભિચાર, માયાવીશક્તિઓનો નાશ કરવાળા અનેક મંત્રોની સાથે આયુર્વેદ, સૃષ્ટિઉત્પત્તિ, પૃથ્વીસૂક્ત વગેરે ગૂઢ મંત્રો પણ અથર્વેવેદમાં સંકલીત છે.

જીવનમાં વેદશક્તિના પ્રાદુર્ભાવથી જ જ્ઞાનશક્તિ, આધ્યાત્મિકશક્તિ, રાષ્ટ્રશક્તિ, શારીરિકશક્તિ સુદૃઢ થઈ શકે. આજના ભૌતિક યુગમાં સૌને ઝડપી સફળતા પ્રાપ્ત કરવાની મહેચ્છા છે. હું આ મહેચ્છાનો છેદ નથી ઉડાડતો પણ ઝડપી સફળતા મેળવવાનું સાધન પ્રથમસાધ્ય કરવું રહ્યું. વેદોના અધ્યયનથી આપણે આપણો સફળતાનો માર્ગ જાતે શોધી શકીશું. સફળતાનો માર્ગ શોધવા માટે અને સફળતાના માર્ગ ઉપર ડગ માંડવા અંતરમાં શ્રદ્ધા અખંડ રહે તે પણ જરૂરી છે. વેદોના અધ્યયનથી આપણે ‘શ્રદ્ધા’ તત્ત્વને બળવાન બનાવી શકીશું. ‘શ્રત્‌’ એટલે સત્ય અને ‘ધા’ એટલે ધારણ કરવું. સત્યને ધારણ કરવું એનું નામશ્રદ્ધા. સ્વયંનો આધ્યાત્મિક તેમજ ભૌતિક વિકાસને સંતુલીત કરવાનો રાજમાર્ગ ક્યો છે તે સત્યની ઓળખ શ્રદ્ધા દ્વારા જ શક્ય છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક પ્રગતિ માટે સાચો માર્ગ ઓળખીએ અને તે માર્ગે ચાલવાનું મનોબળ અક્ષુણ્ણ રહે તે માટે શ્રદ્ધા તત્ત્વની આવશ્યકતા છે.

વેદોના ઋષિ સદૈવ શ્રદ્ધાનું મહિમાગાન કરતા કહે છે- શ્રદ્ધાં પ્રાતર્હવામહે શ્રદ્ધાં મધ્યંદિનં પરિ । શ્રદ્ધાં સૂર્ય નમ્રુચિ શ્રદ્ધે શ્રદ્ધાપયેહ નઃ ।। અહીં ઋષિએ પરમાત્માના સ્મરણના સ્થાને શ્રદ્ધાદેવીનું સ્મરણ કર્યું છે. અમે પ્રાતઃકાળે શ્રદ્ધાનું આવાહન કરીએ છીએ અને બપોરે પણ એ જ શ્રદ્ધાનું આવાહન કરીએ છીએ. હે શ્રદ્ધા ! અમારા સૌમાં શ્રદ્ધાતત્ત્વ મજબૂત કરો. શ્રદ્ધાએ સ્વયંસિદ્ધ મહાનશક્તિ છે. શ્રદ્ધાના બળથી જ આપણે મહાન કાર્યો કરવા માટે શક્તિમાન થઈએ છીએ.

શ્રદ્ધાને વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં મૂલવીએ તો વિજ્ઞાન એ વૈજ્ઞાનિકોની ભેટ છે. વિજ્ઞાન વૈજ્ઞાનિકો દ્વારા જ જીવીત છે અને તે વૈજ્ઞાનિકો પણ આખરે તો મનુષ્ય છે જે પોતાના લક્ષ્યને શ્રદ્ધાથી વળગી રહે છે. આપણે જ્યારે આજે વેદોનું મહિમાગાન કરીએ છીએ ત્યારે ઉલ્લેખનિય છે કે, આધુનિક વિજ્ઞાન પૂર્વે જે સીમાબંધનમાં જકડાઈ ચૂક્યું હતું તેમાંથી મુક્તિ વેદોના પ્રાચિન જ્ઞાન દ્વારા શક્ય બની છે. વેદો વ્યક્તિને શોધ-સંશોધનનો માર્ગ સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. વૈદિક અક્ષરજ્ઞાન, શલ્ય ચિકિત્સા, ભૌતિકી, જીવવિજ્ઞાન, જ્યોતિષ, નક્ષત્ર, સમાજ વિજ્ઞાન, રાજનીતિ, અર્થ, વાણિજ્ય, ખગોળ, તત્ત્વજ્ઞાન વગેરે વિવિધ વિષયોનું મૂળતત્ત્વ વેદ છે. ‘વેદોખિલોજ્ઞાન મૂલમ્‌’ સર્વજ્ઞાનનું મૂળ વેદ છે. વેદો આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક જ્ઞાનનો સંચિત કોશ છે. વૈદિક પરંપરાએ આપણું મૂળ છે જા મૂળથી નાતો છોડી દઈશું તો વિકાસનું વૃક્ષ કેવી રીતે સમૃદ્ધ થશે !!!લેખક - અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય)
(મો.) 706 999 8609.  ઈ-મેલ – harisahitya@gmail.com

નોંધ: આ આર્ટીકલના વિચાર લેખકના અંગત છે - જેને NEWS18 GUJARATI સાથે કોઈ લેવા દેવા નથી.
First published: February 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading