Home /News /dharm-bhakti /Ahmedabad: અમદાવાદમાં શિવજીને રીઝવવા શિવ કથાનું આયોજન, ભગવાન ભોળાના વિવિધ રૂપોની થશે આરાધના

Ahmedabad: અમદાવાદમાં શિવજીને રીઝવવા શિવ કથાનું આયોજન, ભગવાન ભોળાના વિવિધ રૂપોની થશે આરાધના

સમગ્ર

સમગ્ર મહિનામાં 12 લાખ બીલીપત્રો અર્પણ કરાવામાં આવ્યા

પવિત્ર શ્રાવણ (Shravan) માસ પૂર્ણ થવાને આરે છે ત્યારે અમદાવાદનાં અનેક શિવ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં શિવભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભગવાન ભોળાનાથની (Bholenath) પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

  Parth Patel, Ahmedabad: પવિત્ર શ્રાવણ (Shravan) માસ પૂર્ણ થવાને આરે છે ત્યારે અમદાવાદનાં અનેક શિવ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં શિવભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભગવાન ભોળાનાથની (Bholenath) પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે સોસાયટીઓ અને મંદિરોમાં શિવ કથાનો (Shiv Katha) ઉત્સવ ભક્તો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે.જેમાં વાત કરીએ તો ગોતા (Gota) વિસ્તારમાં આવેલા શ્રીપદ રેસિડેન્સી દ્વારા ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવ કથાના આયોજક શાસ્ત્રી જગદીશભાઈ મહારાજ અને કથાના વક્તા શાસ્ત્રી અશ્વિનભાઈ શુક્લાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

  શ્રાવણ વદ સાતમથી અમાસ સુધી શિવ કથાનું આયોજન

  આ શિવ કથાની (Shiv Katha) શરૂઆત શ્રાવણ વદ સાતમથી થઈ હતી. અને શ્રાવણ વદ અમાસે પૂર્ણાહુતી થશે. આ શિવ કથામાં શિવ-પાર્વતીનું મિલન, શિવ-પાર્વતીના વિવાહ, કૃષ્ણજન્મોત્સવ, શિવજીના રૂડા મામેરાનું (Mameru) તથા અન્ય કથાના પ્રસંગોમાં આવતા પાત્રો (Characters) ભજવવામાં આવ્યા હતા. તથા કથાના અંતે ભક્તો માટે પ્રસાદનું (Prasad) પણ આયોજન કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો: માટીના ગણેશજી બનાવતી વખતે કરો આ મંત્રોનો જાપ; આ રીતે કરો સ્થાપનાની પૂજા વિધિ

  સમગ્ર મહિનામાં 12 લાખ બીલીપત્રો અર્પણ કરાવામાં આવ્યા

  આ સાથે શહેરના અન્ય વિસ્તાર જેવા કે ચાણક્યપુરી ઓમકારેશ્વર મહાદેવમાં (Omkareshwar Mahadev) પણ શિવ ભક્તો દ્વારા શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. નારણપુરાના કામેશ્વર મહાદેવમાં (Kameshwar Mahadev) સમગ્ર મહિના દરમિયાન 12 લાખ બીલીપત્રો અર્પણ કરાવામાં આવ્યા છે. જેમાં 5 ટન જેટલા બીલીપત્રોને ખાસ પંચમહાલથી (Panchmahal) મંગાવવામાં આવ્યા હતા.

  મહાદેવ મંદિરમાં મહાઆરતી અને મહાપ્રસાદની કરાઈ વ્યવસ્થા

  ત્યારે પાલડીમાં આવેલા જલધારેશ્વર મહાદેવ (Jaldhareshwar Mahadev) મંદિરમાં બરફના શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાથે કર્મચારીનગરમાં માણકેશ્વર મહાદેવ (Mankeshwar Mahadev) મંદિરમાં પંચમુખી રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય મહાદેવ મંદિરમાં સાંજે મહાઆરતીનું તથા અમાસના દિવસે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  First published:

  Tags: Dharm Bhakti, Lord Shiv Puja, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन