ઘરમાં રાખો આ 10 વસ્તુ, ક્યારેય નહી રહે ધનની અછત

News18 Gujarati
Updated: May 20, 2018, 5:08 PM IST
ઘરમાં રાખો આ 10 વસ્તુ, ક્યારેય નહી રહે ધનની અછત
આ પ્રયોગથી રાતોરાત તમારું કિસ્મત પલટાય જશે અને તમને ઇચ્છિત પરિણામ મળશે.

  • Share this:
વાસ્તુ વિજ્ઞાન અનુસાર કેટલીક વસ્તુ એવી છે જેને હંમેશા ઘરમાં રાખવી જોઇએ, જેનાથી ધનની કમી નથી રહેતી. તો તમારા ઘરમાં આ વસ્તું છે. જો છે તો તેની યોગ્ય દિશા પણ જાણી લો અને તમે પોતાને અનુભવશો કરશો કે તમારા ઘરમાં બરકત આવવાની છે. ત્યારે આ 10 વસ્તુ ઘરમાં રાખવાથી પૈસાની ઉણપ થશે દુર… સાથે ઘરમાં સુખ- સમૃદ્વિ વધાવા લાગશે.

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને પાણીની દિશા માનમાં આવી છે. આ દિશામાં પાણીથી ભરેલુ માટલુ રાખવું જોઇએ. જો તમારી પાસે ફ્રિઝ તેમજ વોટર ફિલ્ટર પણ છે ત્યારે વાસ્તુની અનૂકુળતા માટે ડિઝાઇનર માટલુ શણગારીને રાખવું જોઇએ અને પાણી દરરોજ બદલતુ રહેવું જોઇએ.

2. તમારા ઘરમાં મની પ્લાંટનો એક છોડ ઉગાડો. વાસ્તુ વિજ્ઞાન અનુસાર મની પ્લાંટનો છોડ લગાવા માટે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાના ભગવાન ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ- સમૃદ્વિનો કારક ગ્રહ હોય છે. બેલ અને લતાનો કારક ગ્રહ શુક્ર હોય છે એટલા માટે દક્ષિણ દિશામાં મની પ્લાંટ વાવવું ધન માટે શુભ રહશે.

3. ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુ પુરૂષની પૂજા થાય છે. ઘરમાં વાસ્તુ પુરૂષની તસવીર તેમજ મૂર્તિ લગાવી રાખો અને દરરોજ કપૂરના સહાયથી તેમની પૂજા કરો. વાસ્તુ પરૂષ વાસ્તુ દોષના અશુભ પ્રભાવથી રક્ષા કરે છે.

4. તમારા ઘરમાં 9 પિરામીડ રાખો તેનાથી તમામ દિશાનો વાસ્તુ દોષ દૂર થશે. જો એવું ન થઇ શકે તો માત્ર ને માત્ર એ ભાગમાં એક પિરામીડ રાખો જ્યાં ઘરના લોકો એક સાથે વાતચીત કરે છે. આ દરેક લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં સહાયક થશે તે ઘરની વૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરવા માટે મદદરૂપ થશે.

5. ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું નિશાન બનાવો તેમજ સ્વાસ્તિક લગાવો. ઘરની તરફ જોતા ગણેશજી પણ શુભ-લાભ આપે છે.6. લક્ષ્મી માતાની સાથે કુબેરની મૂર્તિ અને કુબેર યંત્ર રાખો.

7. વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાન વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે એટલા માટે ઘરમાં એક પંચમુખી હનુમાનજીની પ્રતિમા પુજા સ્થાન પર મુકવી જોઇએ.

8. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના સાથે શંખ રાખો.

9. પૂજા ઘરમાં લાલ વસ્ત્રમાં વીટોળીને એક નારિયળ રાખો.

10. ઘણી વખત કેટલાંક લોકો સાથે એવું બને છે કે તેમની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.
First published: May 20, 2018, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading