વાસ્તુ ટિપ્સ: રસોડામાં ન કરો આ ભૂલો, થઈ શકે છે મોટું નુક્શાન

વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ

આપણા ભારત દેશમાં વાસ્તુ શાસ્ત્ર ઘણું જ જાણીતું છે અને આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં તેના નિયમોનું પાલન કરવામાં આવે છે.

 • Share this:
  આપણા ભારત દેશમાં વાસ્તુ શાસ્ત્ર ઘણું જ જાણીતું છે અને આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં તેના નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો વાસ્તુના નિયમોનું પાલન માત્ર મકાન બનાવતી વખતે કે તૈયાર મકાન ખરીદતી વખતે જ રાખે છે. જે બાદ ઘરમાં રાખેલી વસ્તુઓ વિશેના નિયમોને મોટા ભાગના લોકો ધ્યાન બહાર કરી દે છે. પરંતુ ઘરમાં તમે કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખો છો, તેની પણ તમારા ઘરના વાતાવરણ પર ઘણી અસર પડે છે.

  ઘર જો વાસ્તુશાસ્ત્ર મુજબ હોય તો તેમાં પોઝીટીવ ઉર્જા રહે છે. ઘરમાં પણ કિચન કહેતાં રસોડામાં કોઈ દોષ ન હોય તેનું ખાસ ધ્યાન આપવું પડે. તેની અસર પરિવારની મહિલાઓ ઉપર ખાસ પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની અન્ય વસ્તુઓને લઈને ઘણા બધા નિયમો છે, જેમાંથી આજે અમે તમને રસોડા સાથે જોડાયેલા વિશેષ નિયમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો રસોડાની વાત કરીએ, તો રસોડું એક એવું સ્થળ છે જ્યાં ઘરના તમામ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. એટલે કે ઘરના દરેક લોકોનો રસોડા સાથે કોઈ ને કોઈ સંબંધ તો જરૂર હોય છે. અને એ જ કારણ છે કે, તેની અસર તમારા ઘરની બરકત અને આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે.

  તુટેલા પાટલી વેલણ છે દરિદ્રતાની નિશાની

  પાટલી વેલણ એક એવી સર્વસામાન્ય વસ્તુ છે જે તમામ ઘરના રસોડામાં જોવા મળતી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પાટલી વેલણને લઈને પણ કેટલીક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં તુટેલા પાટલી વેલણ રાખવા યોગ્ય નથી. જો ઘરના રસોડામાં તુટેલા પાટલી વાલણ હોય તો તેને તરત જ હટાવી દેવા જોઈએ કેમ કે આ પ્રકારના પાટલી વેલણ ઘરમાં દરિદ્રતાને નોતરે છે અને આપને ધનહાનિ થઈ શકે છે.

  આ દિવસે ના ખરીદશો પાટલી-વેલણ

  સામાન્ય રીતે આપણે પાટલી વેલણ ખરીદતી વખતે દિવસ કે વાર પર વધારે ધ્યાન આપતા નથી પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવું યોગ્ય નથી. જેમ કોઈ સારી વસ્તુ કે સોના ચાંદીની ખરીદી માટે આપણે વાર કે દિવસને મહત્વ આપીએ છીએ, તે જ રીતે પાટલી અને વેલણ ખરીદતી વખતે પણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંગળવાર અને શનીવારના દિવસે પાટલી વેલણની ખરીદી આપને ધનહાનિ કરાવી શકે છે સાથે જ ઘરમાં દરિદ્રતા આવે છે. જેથી આ બે દિવસોએ પાટલી અને વેલણની ખરીદી કરવાનું ટાળવું જોઈએ.

  બુધવારનો દિવસ છે શુભ

  વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે બુધવારના દિવસે પાટલી અને વેલણની ખરીદી કરી તેને ઘરમાં લાવો છો તો તે ખુબ જ શુભ છે. આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં ધન લાભ થાય છે, વાસ્તુ દેષ લાગતો નથી અને ઘરની સુખ સમૃધ્ધિમાં પણ વધારો થાય છે. સાથે જ ઘરની તકલીફો અને દુખ પણ દુર થાય છે.

  કેવી રીતે રાખવા પાટલી વેલણ

  પાટલી વેલણ દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુ છે, પરંતુ ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય રીતે રાખવા જરૂરી છે. ઘણા લોકો રોટલી કર્યા બાદ પાટલી અને વેલણને સ્વચ્છ કર્યા વિના જ મુકી દે છે અથવા તો તેને એંઠા વાસણો સાથે બેસિનમાં રાખી દે છે પણ વાસ્તુની દ્રષ્ટીએ આવુ કરવું બિલકુલ યોગ્ય નથી. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રોટલી કર્યા બાદ પાટલી અને વેલણે તરત જ ધોઈને સ્વચ્છ જગ્યાએ મુકવા જોઈએ.

  કેવા પ્રકારના પાટલી વેલણ છે યોગ્ય

  બજારમાં માર્બલ, લાકડા અને સ્ટીલ એવા અલગ અલગ પ્રકારના પાટલી વેલણ મળતા હોય છે. સુવિધા અને ફાવટને અનુસાર લોકો તેમાંથી પસંદગી કરતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ સ્ટીલના પાટલી વેલણને ઉત્તમ માનવામાં આવ્યા છે. લાકડાના પાટલી વેલણમાં ફુગ લાગવાની સંભાવના રહે છે જે વ્યક્તિને રોગી બનાવે છે પણ સ્ટીલ ના પાટલી વેલણમાં આવી સમસ્યા રહેતી નથી તેથી તેનો ઉપયોગ શ્રેષ્ઠ છે.

  રસોડાની સાફસફાઈનું રાખો ધ્યાન

  રાતનું ભોજન પતાવ્યા પછી કિચન સ્ટેન્ડને ખૂબજ સારી રીતે સાફ કરીને જ સૂઓ. અને ધ્યાન રાખો કે સ્ટેન્ડ પર ચપ્પુ, છરી, કાંટા અથવા ધારદાર વસ્તુઓ સ્ટેન્ડ પર ના રાખો. કિચન સ્ડેન્ડની ઉપરની દિવાલ પર સુંદર ફળ અને શાકભાજીના ચિત્રો લગાવો અથવા અન્નપૂર્ણા માતાનું ચિત્ર પણ લગાવો તો ઘરમાં બરકત બની રહેશે. આ સાથે જ રસોડામાં બુટ ચપ્પલ પહેરીને પણ પ્રવેશ ના કરવો જોઈએ. ગંદુ રસોડું ઘરમાં દુખ અને દરિદ્રતાને નોતરે છે માટે સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવુ.
  First published: