Home /News /dharm-bhakti /Astro Upay For Home: ઘર ખરીદવાનું સપનું પૂર્ણ નથી થઇ રહ્યું? આ 5 સરળ ઉપાય ચપટીમાં કરશે ઇચ્છા પૂર્ણ

Astro Upay For Home: ઘર ખરીદવાનું સપનું પૂર્ણ નથી થઇ રહ્યું? આ 5 સરળ ઉપાય ચપટીમાં કરશે ઇચ્છા પૂર્ણ

તમારું ઘર ખરીદવાનું સપનું થશે પૂર્ણ

Buying Dream House Tips: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેની પાસે ઘર હોય, જેમાં તેનો પરિવાર એક સાથે રહી શકે. ઘણી વખત આપનાં લાખ પ્રયાસ છતાં આપનું આ સપનું પૂર્ણ નથી થઇ શકતું. કોઇને કોઇ અડચણ આપનાં આ સપનાને તોડી નાંખે છે. તો જ્યોતિષનાં આ ઉપાય આપની સમસ્યા દૂર કરી દેશે.

વધુ જુઓ ...
    Astrology Tips For Home: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર હોય, જેાં તે પરિવારની સાથે સુખ-શાંતિથી રહી શકે. સપનાનું ઘર ખરીદવું કંઇ સહેલી વાત નથી. ઘણી વખત પૈસા હોવા છતાં વ્યક્તિનાં લાખ પ્રયાસ છતાં આપનાં સપનાંનું ઘર મળવું મુશ્કેલ થઇ જાય છે. આ પાછળ આપની કુંડળીમાં હાજર ગ્રહ દોષ પણ કારણ હોઇ શકે છે.આપને પણ આપનાં સપનાનું ઘર ખરીદવામાં સમસ્યા આવી રહી છે તો, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલાં આ ઉપાય અજમાવી શકો છો.

    ઘર ખરીદતા પહેલાં કરો આ સરળ ઉપાય.

    -એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિનું ઘર ખરીદવાનું સપનું જલ્દી પૂરું થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજામાં ગણપતિને નિયમિત રીતે લાલ રંગના ફૂલ ચઢાવો. ઉપરાંત, હાથ જોડીને તમારા સ્વપ્નની પરિપૂર્ણતા માટે પ્રાર્થના કરો.

    - પાંચ મંગળવારે ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જાવ અને તેમને ગોળ અને ઘઉં અર્પણ કરવાથી શુભ ફળ મળશે. તેમજ મકાન ખરીદવામાં આવતી અડચણો દૂર થાય છે.

    -લાખ પ્રયાસ પછી પણ જો તમે ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું ન કરી શકો તો લીમડાના લાકડાનું નાનું ઘર બનાવીને કોઈ ગરીબ બાળકને આપી દો. અથવા તો તેને મંદિરમાં રાખવાથી તમારું સપનું જલ્દી સાકાર થશે.

    - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર ખરીદવામાં આવનારી અડચણોને દૂર કરવા માટે લાલ કિતાબમાં આ ઉપાય જણાવવામાં આવ્યો છે. લાલ રંગના કપડામાં 6 ચપટી કુમકુમ, 6 લવિંગ, નવ ટપકાં, 6 કોરીઓ અને નવ મુઠ્ઠી માટી લઈને એક પોટલું બનાવો અને તેને નદીમાં વહેવડાવી દો. તેનાંથી લાભ થશે.

    - ઘણી વખત વ્યક્તિની કુંડળીમાં હાજર ગ્રહ દોષો પણ તમારા આ સ્વપ્નની પૂર્તિમાં અવરોધો ઉભી કરે છે. આ માટે તમે કોઈ જ્યોતિષ દ્વારા તેની કુંડળી બતાવીને આપેલા ઉપાયો પણ અજમાવી શકો છો. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. NEWS18 Gujarati આની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astro Tips, Dream House

    विज्ञापन
    विज्ञापन