Home /News /dharm-bhakti /Astro Tips: લગ્ન ન થતાં હોય તો અજમાવો આ જ્યોતિષી ઉપાય, જલદી જ મળશે એકદમ પરફેક્ટ જીવનસાથી
Astro Tips: લગ્ન ન થતાં હોય તો અજમાવો આ જ્યોતિષી ઉપાય, જલદી જ મળશે એકદમ પરફેક્ટ જીવનસાથી
indian wedding
Wedding Tips: આજકાલની બદલાતી જઈ રહેલ જાતિગત સ્થિતિએ કારણે વડીલોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. લગ્ન માટે જલદી કોઈ સારા સંબંધો મળતા નથી. તો જાણો શું છે લગ્ન માટેનો ઉપાય
આપણી છોકરી શિક્ષિત, સુંદર અને સંસ્કારી હોવા છતા માતા-પિતા ઘણીવાર ચિંતિત થતા હોય છે કે લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. આજકાલની બદલાતી જઈ રહેલ જાતિગત સ્થિતિએ કારણે વડીલોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. લગ્ન માટે જલદી કોઈ સારા સંબંધો મળતા નથી. ક્યારેક ક્યારેક તો બધું યોગ્ય અને નક્કી હોવા છતા પણ સંબંધ તૂટી જાય છે. આવું માત્ર છોકરીઓ સાથે જ નહીં પરંતુ છોકરાઓ સાથે પણ થાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે અને તમામ પ્રયાસો છતાં પણ વાત લગ્ન સુધી નથી પહોંચી રહી તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્રમાં આ સમસ્યાઓના પણ અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી લગ્નની સંભાવના વધતી જાય છે, લગ્નના યોગ જલદી બને છે. તો આવો જાણીએ ઝડપી જીવનસાથી મળવાના આ સરળ ઉપાયો વિશે...
ઝડપી લગ્નના ઉપાયો :
યોગ્ય જીવનસાથી જલદી જ મળી જાય તેવા યોગ સર્જવા માટે છોકરીઓએ ગુરુવારનું વ્રત કરવું જોઈએ. આ સાથે જ કેળાના ઝાડની પૂજા વિધિ – વિધાન અને યોગ્ય શાસ્ત્રોક્ત નિયમો અનુસાર કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખૂબ જ અસરકારક ઉપાય છે.
લગ્નની ઈચ્છા અને યોગ્ય પાર્ટનર મેળવવાની આશા સાથે સોળ (16) સોમવારનું વ્રત પણ રાખો અને દરરોજ શિવલિંગ પર જળ ચઢાવો. આ સાથે તમારી ક્ષમતા અનુસાર દર સોમવારે ચણાની દાળ અને સવા લિટર (1.25 L) કાચું દૂધ દાન કરો. ભગવાન શિવની કૃપાથી જલદી જ સારા લગ્ન સંબંધોનું માંગુ આવશે.
જો કોઈ છોકરાના લગ્નમાં વિઘ્ન પડતા હોય તો તેણે કોઈ બીજાના લગ્નમાં જઈને એક વાર વરરાજાના સેહરાને પોતાના માથા પર પહેરવું અથવા લગાવવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં માનવમાં આવે છે કે આ ઉપાયથી લગ્નનો યોગ જલદી બનવા લાગે છે.
ઝડપી લગ્ન કરવા માટે ભોજનમાં પીળા રંગના શાકભાજી-કઠોળ-અનાજનું સેવન વધારવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાય છે. નહાવાના પાણીમાં પણ એક ચપટી હળદરનો ઉપયોગ કરો, તમને જલદી જ ફાયદો થતો જોવા મળશે.
આ સિવાય અવિવાહિત છોકરા-છોકરીઓએ ગુરુવારે પીળા વસ્ત્રો અને શુક્રવારે સફેદ વસ્ત્રો પહેરવાનું શરૂ કરવું જોઈએ. તેની સકારાત્મક અસર ચોક્કસથી પડશે, સાથે જ ટૂંક સમયમાં લગ્નની નક્કર વાતો પણ થશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર