Home /News /dharm-bhakti /Astrology: ખાંડના આ ખાસ જ્યોતિષી ઉપાય બદલી નાખશે કિસ્મત
Astrology: ખાંડના આ ખાસ જ્યોતિષી ઉપાય બદલી નાખશે કિસ્મત
ખાંડના જ્યોતિષી ઉપાય
Astrology Benefits of Sugar: જ્યોતિષ શાસ્ત્રમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાનો ઉકેલ જણાવવામાં આવ્યો છે, આ ઉપાય ઘરમાં હાજર વસ્તુઓના ઉપાયથી પણ કરી શકાય છે. એનાથી તમારા ઘરમાં માત્ર સુખ સમૃદ્ધિ જ નહિ પરંતુ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે, સાથે જ સુતેલી કિસ્મત પણ જાગી જાય છે.
આપણા ઘરોમાં ખાદ્યપદાર્થોમાં મીઠાશ લાવવા માટે આપણે ઘણા સમયથી ખાંડનો ઉપયોગ કરીએ છે. ખાંડ ફક્ત આપણા ભોજનમાં જ મીઠાશ નથી લાવતી, પરંતુ તેને લગતા કેટલાક ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં મીઠાશ પણ ઉમેરી શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં સમસ્યાઓના નિરાકરણ માટે ઘણા ઉપાયો વિગતવાર જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખાંડ સંબંધિત કેટલાક ઉપાયો છે જે તમને ઘર અને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. જેના વિશે જ્યોતિષ ભોપાલના રહેવાસી પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ શુગરને લગતા આવા જ કેટલાક ઉપાયો વિશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને સાકર મિશ્રિત પાણી અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. તેની સાથે ગ્રહદોષથી મુક્તિ મળે છે.
- જો તમને સતત મહેનત કર્યા પછી પણ તમારી મહેનત પ્રમાણે પરિણામ નથી મળતું. તો આવી સ્થિતિમાં લોટ અને ખાંડની બનેલી રોટલી કાગડાને ખવડાવવી જોઈએ, આમ કરવાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
- જો કોઈ વ્યક્તિ વ્યાપારમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યો હોય તો આવા વ્યક્તિએ રોજ તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી ઓગાળીને પીવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન બને છે અને વેપારમાં પ્રગતિ થાય છે.
- જો તમારા પર શનિની સાડાસાતી કે શનિ ઢૈયા ચાલી રહી છે અને તમે તેનાથી ખૂબ પરેશાન છો તો તમારે કીડીઓને સૂકું નારિયેળ અને ખાંડ ખવડાવવી જોઈએ. આમ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયામાથી રાહત મળે છે.
- જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં ચોક્કસ સફળતા જોઈતી હોય તો રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી નાખો અને પછી બીજા દિવસે સવારે જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે આ પાણી પી લો. આમ કરવાથી કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર