Significance of Bell in Temple: મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ? અહી તેનું વિજ્ઞાન
Significance of Bell in Temple: મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ? અહી તેનું વિજ્ઞાન
મંદિરમાં બેલ
Significance Of Bell In Temple: ભક્તો દર્શન કરતાં પહેલાં અને પછી ઘંટડીઓ વગાડે છે. સામાન્ય રીતે તેને ધાર્મિક બાબત સાથે જોડવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવો એ કોઈ પરંપરાનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?
Significance of Bell in Temple: તમે મંદિર અથવા ઘરે બનેલા મંદિરમાં ઘંટ કે ઘંટી જોઈ હશે. હિન્દુ ધર્મમાં મંદિરે મૂર્તિઓ અથવા દેવી-દેવતાઓના અન્ય ચિહ્નોની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં મંદિર (Temple) એ ઈશ્વરને યાદ રાખવાનું સ્થળ છે. પૂજા (Puja) કરતી વખતે મંદિરમાં દરરોજ ઘંટ (Bell) વગાડવામાં આવે છે.
ભક્તો દર્શન કરતાં પહેલાં અને પછી ઘંટડીઓ વગાડે છે. સામાન્ય રીતે તેને ધાર્મિક બાબત સાથે જોડવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવો એ કોઈ પરંપરાનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? અહી આજે અમે મંદિરમાં ઘંટ વગાડવા પાછળના મહત્વ અને કારણ અંગે જાણકારી આપીશું.
દેવી-દેવતાઓને પણ ગમે છે સંગીત
સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓને સંગીત ખૂબ જ પ્રિય છે. ડમરુ, ઘંટ, શંખ, વીણા જેવાં વાદ્યો આપણે વિવિધ તસવીરો કે મૂર્તિઓમાં જોઈએ છીએ. ઘંટ વગાડવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત પ્રાર્થના પૂર્ણ કરે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે, ઘંટી (મંદિરની ઘંટડી)ના અવાજથી ઓમનો અવાજ નીકળે છે. જે મન અને મગજ માટે ખૂબ ફાયદાકારક છે. ઓમના ઉચ્ચારણથી ભગવાન પ્રસન્ન થતા હોવાની પણ માન્યતા છે.
વાઇરસ અને સૂક્ષ્મજીવાણુઓનો થાય છે નાશ
મંદિરોમાં ઘંટી વગાડવા અંગે વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કર્યું છે અને અનેક અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા હતા કે, મંદિરની ઘંટડીનો અવાજ સૂક્ષ્મ પણ દૂરગામી હોય છે. આ ઘંટડીઓ વગાડવાથી સ્પંદનો ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં તરતા સૂક્ષ્મ વાયરસ અને સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. જેના કારણે પર્યાવરણ શુદ્ધ થાય છે અને પરિણામે લોકોને લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે.
ઘંટ 7 સેકન્ડ સુધી ગુંજે છે
મંદિરની ઘંટડીઓનો અવાજ લગભગ 7 સેકન્ડ સુધી ગૂંજતો રહેતો હોવાનું પણ રિસર્ચમાં સામે આવ્યું છે. તેનો આ પડઘો શરીર અને મનને ઊંડી શાંતિ આપે છે. તેનાથી મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક અસરો પણ થોડા સમય માટે સમાપ્ત થઈ જાય છે. મંદિરની ઘંટડીનો પડઘો મનમાં ઉત્સાહ જગાડે છે અને આનંદનો સંચાર કરે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર