આપણે ભગવાની પૂજા કરતી સમયે ગુલાબ (rose) સહિત અનેક ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો ગુલાબના ફૂલનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra)માં બતાવેલા ઉપાયો અનુસાર કરવામાં આવે તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ રૂપી સુગંધ ફેલાઇ શકે છે. જેટલી સુંદર ગુલાબ દેખાવમાં હોય છે, તેના જ્યોતિષ ઉપાયો (Astrology Tips)ના ફળ પણ તેટલા જ સુંદર છે. આજે અમે તમને ગુલાબનો ઉપયોગ જ્યોતિષ અનુસાર કરીને કઇ રીતે સમૃદ્ધિ મેળવવી તે ઉપાયો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
દર શુક્રવારે મહાલક્ષ્મી મંદિરમાં 11 ગુલાબ દેવીને ચઢાવો અને ऊँ महालक्ष्म्यै नम: મંત્રનો જાપ કરવો.
જો તમારા ઘરમાં બરકત નથી તો મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલીને લાલ કપડામાં રાખી એક સપ્તાહ સુધી ઘરના મંદિરમાં રાખો. એક સપ્તાહ બાદ તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો. આ ઉપાયથી તમારા ઘરમાં બરકત આવશે.
ઘરની પૂર્વ દિશામાં ગુલાબનો છોડ વાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જો તમારા બેડરૂમમાં ગુલાબનું ફુલ રાખશો તો વૈવાહિક જીવનમાં શાંતિ અને પ્રેમ જળવાઇ રહેશે.
મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલીને લાલ કપડામાં બાંધીને હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો અને પૂજા કરો. પૂજા કર્યા બાદ આ પોટલીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાયથી તમને ધનની પ્રાપ્તિ અવશ્ય થશે.
મંગળવારે લાલ ગુલાબ શિવલિંગ પર ચઢાવવાથી મંગળ ગ્રહના દોષો દૂર થાય છે.
ગુલાબના ફૂલમાં કપૂર રાખો. સાંજના સમયે કપૂરને સળગાવી દો અને ફૂલને દેવીના ચરણોમાં અર્પિત કરી દો. આ ઉપાય તમારા માટે ધન પ્રાપ્તિના દરવાજા ખોલી દેશે.
બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે ગુલાબ અને થોડા પતાશા એક પાનમાં રાખી હનુમાનજીનું ધ્યાન કરી દર્દીના માથાથી પગ સુધી 31 વખત વારી લો. ત્યાર બાદ તેને કોઇ ચોકમાં મૂકો આવો.
જો તમને તમારી કુંડલીમાં કોઇ દોષ નડતર રૂપ બની રહ્યો હોય તો એક પાનમાં ગુલાબની સાત પાંખડીઓ રાખો અને દેવી દુર્ગાને ચઢાવો. આ ઉપાયથી કુંડળીના દોષો દૂર થશે.
તમારી મનોકામનાઓને પૂરી કરવા માટે મંગળવાર અને શનિવારે 11 ગુલાબ હનુમાનજીને ચઢાવો અને ऊँ रामदूताय नम: મંત્રનો 108 વખત જાપ કરો. આ ઉપાયથી તમારી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર