Home /News /dharm-bhakti /

Astrology: મંગળવારે ક્યારેય ઉધાર લેવું નહીં અને દેવું નહીં, આ દિવસે આટલા કામ કરવાથી આવી શકે છે આફત

Astrology: મંગળવારે ક્યારેય ઉધાર લેવું નહીં અને દેવું નહીં, આ દિવસે આટલા કામ કરવાથી આવી શકે છે આફત

મંગળવાર હનુમાન દાદાનો (Hanuman Dada)દિવસ છે. બજરંગબલી કળિયુગના વાસ્તવિક દેવતા છે અને તેમના ભક્તોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે

Astrology News : હનુમાનજીની મંગળવારે પૂજા કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવી છે

મંગળવાર હનુમાન દાદાનો (Hanuman Dada)દિવસ છે. બજરંગબલી કળિયુગના વાસ્તવિક દેવતા છે અને તેમના ભક્તોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ જ કારણ છે કે તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીની મંગળવારે (tuesday)પૂજા કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology)આ દિવસે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ કાર્યો કરવાથી મંગળ દોષ (Mangal Dosh)લાગે છે અને જીવનની ઘણી બધી સમસ્યાઓ વધે છે. જાણો મંગળવારે શું કરવું અને શું ન કરવું જોઈએ.

ઉધાર ન લેશો

તમને પૈસાની ગમે તેટલી સખત જરૂર હોય પરંતુ મંગળવારે પૈસા ઉધાર ન લેવાનો મહત્તમ પ્રયાસ કરો. એવું માનવામાં આવે છે કે, મંગળવારે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવે છે. તેનાથી માનસિક તણાવ વધે છે. આ સિવાય મંગળવારે પૈસા ઉધાર આપવાથી પણ બચવું જોઈએ.

કાળી વસ્તુઓ ટાળો

મંગળવારે કાળી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચો. વાસ્તવમાં જ્યોતિષશાસ્ત્રમાં કાળા રંગથી સંબંધિત કોઈપણ વસ્તુ શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંગળ અને શનિનો સંયોગ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે તેથી મંગળવારે કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ, સાથે જ કાળી અડદની દાળ, કાળા તલ વગેરે ખાવાનું પણ ટાળવું જોઈએ.

સુહાગનો સામાન ન લેવો

મહિલાઓએ મંગળવારે સુહાગની કોઈપણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. જો આ દિવસે આવી ખરીદી કરવાથી પતિ-પત્નીના સંબંધો પર વિપરીત અસર પડતી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો - ચાણાક્ય નીતિ: સ્ત્રિઓમાં પુરુષોથી વધુ હોય છે 'તે' ઇચ્છાઓ, પણ તે કહેતી નથી

વાળ ન ધોવા

ગુરુવારની જેમ મંગળવારે પણ વાળ ધોવા, નખ કાપવા અને મુંડન કરવાની મનાઈ છે. તેનાથી મંગલ દોષ થાય છે અને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ વધતી હોવાનું મનાય છે.

માંસાહાર, દારૂ ટાળવો

મંગળવારે માંસાહાર અને આલ્કોહોલનું સેવન કરવું પણ નુકસાનકારક માનવામાં આવે છે. વાસ્તવમાં મંગળને જ્વલંત સ્વભાવનો માનવામાં આવે છે. આ દિવસે આ વસ્તુઓ ખાવાથી સ્વભાવમાં ક્રોધ વધે છે અને તેની અસર સન્માન અને પ્રતિષ્ઠા પર પણ પડે છે.

શુ કરવું જોઈએ ?

1. મંગળવારે હનુમાનજીની પૂજા કરો. તેમને ઘીનો દીવો, અત્તર, ગુલાબની માળા અર્પણ કરો. ચણાના લોટનો કે બૂંદીના લાડુનો પ્રસાદ ચઢાવો. આ સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરેનો પાઠ કરો અને ભગવાનને તમારી સમસ્યાઓનો અંત આવે તેવી પ્રાર્થના કરો.

2. જો શક્ય હોય તો આ દિવસે હનુમાનજીને ચોલા ચઢાવો. હનુમાનજીને ચોલા ખૂબ જ પ્રિય છે અને તેને ચઢાવવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ સિવાય હનુમાન મંદિરમાં બેસીને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. તે જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ આપે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Astrology, Astrology tips, ધર્મ, ધર્મ ભક્તિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन