Home /News /dharm-bhakti /Morning Tips: સવારે આંખ ખુલતાની સાથે જ આ ચાર કામ કરનાર લોકોના ઘરે થાય છે ધનના ઢગલા, ગરીબી રહે છે દૂર

Morning Tips: સવારે આંખ ખુલતાની સાથે જ આ ચાર કામ કરનાર લોકોના ઘરે થાય છે ધનના ઢગલા, ગરીબી રહે છે દૂર

આંખ ખુલતાની સાથે જ કરો ચાર મહત્વના કામ

Astrology Morning tips: જ્યોતિષમાં ઘરમાં આર્થિક સંકટથી બચવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જે લોકો સવારે આંખ ખુલતાની સાથે જ ચાર મહત્વના કામ કરે છે, તેમના ઘર પર ગરીબી ક્યારેય દસ્તક દેતી નથી. તો ચાલો જાણીએ કે તમારે દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: પૈસાની અછત અનેક લોકોને સતાવતો પ્રશ્ન છે. અનેક પ્રયત્નો છતાં પણ પૈસાની બચત થતી નથી. ગરીબીમાંથી છુટકારો મેળવવો સરળ નથી. ઘણી વખત ગમે તેટલી મહેનત કરવા છતાં યોગ્ય ફળ મળતું નથી. આ આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રના ઉપાયો અસરકારક નીવડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક કામ કરવા જોઈએ. આ કામ કરનાર લોકો ગરીબીમાંથી મુક્તિ મેળવી શકે છે. અહીં અંગે માહિતી આપવામાં આવી છે.

સૂર્યોદય પહેલાં ઊઠો

જે ઘરમાં સૂર્યોદય પહેલા સાવરણી લગાવી દેવાય તે ઘરમાં ક્યારેય સુખ-સમૃદ્ધિનો અભાવ ન રહેતો હોવાનું કહેવાય છે. સૂર્યોદય પહેલા ઘરના મુખ્ય દરવાજા ખુલ્લા હોવા જોઈએ. ઘરમાં આવતા સૂર્યના પહેલા કિરણો બરકત આપે છે. મોડે સુધી સૂઈ રહેનારનું ભાગ્ય પણ સુઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

ઊઠીને તરત ભગવાનનું નામ લો

વ્યક્તિએ વહેલા ઉઠ્યા બાદ તરત જ ભગવાનનું નામ લેવું જોઈએ. આમ તો, સામાન્ય રીતે લોકો સવારે આંખ ખોલતા જ પોતાના રોજિંદા કાર્યો શરૂ કરી દે છે. પણ તમારે દિવસની શરૂઆત રાધે-કૃષ્ણ, સીતા-રામ, શ્રીમાન નારાયણ-નારાયણ જેવા શબ્દોથી કરવી જોઈએ. ત્યારબાદ તમારી બંને હાથ જોડીને कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती। करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम॥ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે.

આ પણ વાંચો:  ક્યારે છે હનુમાન જયંતિ? જાણો બજરંગબલીની પૂજાનો શુભ સમય અને વિધિ

સૂર્યને જળ અર્પણ કરો

સવારે ઉઠીને ભગવાન સૂર્યદેવને જળ ચઢાવો. જે ઘરોમાં લોકો આ વાતનું નિયમિત પાલન થતું હોય ત્યાં ગરીબી દૂર રહે છે. જો તમે બાળકોના હાથથી સવારે સૂર્યદેવને જળ ચઢાવડાવો તો તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે. સૂર્યને જળ ચઢાવતી વખતે સાત વખત પરિક્રમા કરવી અને નીચે આપેલા મંત્રોનો જાપ કરવો.

1. ॐ सूर्याय नमः

2. ॐ भानवे नमः

3. ॐ खगाय नमः

4. ॐ भास्कराय नमः,

5. ॐ आदित्याय नमः

આ પણ વાંચો:  વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર, આ પાછળ છુપાયેલું છે વૈજ્ઞાનિક કારણ



ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

સવારે પૂજાની થાળીમાં ચંદનથી નક્ષત્ર બનાવો અને તેની વચ્ચે જ 'ॐ' બનાવો. આ પછી તેમાં તુલસીના પાન અર્પણ કરો. ત્યારબાદ યંત્ર બની જશે. તેને પ્રણામ કરો અને નારાયણ-નારાયણનો જાપ કરતી વખતે શ્રી કૃષ્ણને થાળીમાં બેસાડીને સ્નાન કરાવો. સ્નાન કર્યા પછી ભગવાનને આસન પર બેસાડીને સારા કપડાં પહેરાવો. આ પછી તેમનો શૃંગાર કરો અને પછી તેમને અરીસો બતાવો. આ પછી ભગવાનની આરતી ઉતારી લો. તેમને પ્રસાદ અર્પણ કરી નમન કરો.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, Morning