Home /News /dharm-bhakti /વક્રી મંગળ ખોલશે આ 4 રાશિઓ માટે સમૃદ્ધિના દ્વાર, બની રહ્યો છે વિપરીત રાજયોગ

વક્રી મંગળ ખોલશે આ 4 રાશિઓ માટે સમૃદ્ધિના દ્વાર, બની રહ્યો છે વિપરીત રાજયોગ

મંગળની વક્રીની અસર

Mars Retrograde in Gemini 2022: મોટા ભાગના ગ્રહોની વક્રી ગતિ પીડાદાયક માનવામાં આવે છે, પરંતુ વક્રી મંગળથી મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. જેના કારણે આ ચાર રાશિના જાતકોને ભરપૂર ફાયદો થવાનો છે.

  Mars Retrograde in Gemini 2022: જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહો સમયાંતરે ગોચર (Grah Gochar) કરતા રહે છે. વળી, ગોચર સમયે તે શુભ અને અશુભ બંને પ્રકારના યોગોનું નિર્માણ કરે છે. ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળે 16 ઓક્ટોબરે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 30 ઓક્ટોબરે સાંજે 06:54 વાગ્યે તે વક્રી (Mangal Vakri 2022) બની ગયો છે. મંગળ હવે વિપરીત ચાલ ચાલશે. મોટા ભાગના ગ્રહોની વક્રી ગતિ પીડાદાયક માનવામાં આવે છે, પરંતુ વક્રી મંગળથી મહાપુરુષ રાજયોગ (Mahapurush Rajyog) બની રહ્યો છે.

  મંગળ હાલમાં મિથુન રાશિમાં વક્રી છે. મંગળ 30 ઓક્ટોબર, 2022થી વક્રી છે. ગ્રહોના સેનાપતિ મંગળની વિપરીત ચાલથી વિપરીત રાજયોગ બની રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 4 રાશિઓ એવી છે જેમને આ રાજયોગ ખૂબ શુભ ફળ આપશે. વક્રી મંગળને કારણે બનેલો વિપરીત રાજયોગ 4 રાશિના જાતકો (Zodiac Signs)ને લાભ કરાવશે. વળી, કરિયરમાં તેમને પ્રગતિ પણ મળશે. આ સમય તેમના વિવાહિત જીવન માટે સારો રહેશે.

  વૃષભ રાશિ:

  મંગળની વિપરીત ચાલ આ રાશિના જાતકોની કારકિર્દીમાં મોટો લાભ આપશે. તેમના કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. એટલું જ નહીં નવી નોકરી મળી શકે છે. કોઇ સારી પોસ્ટ પર પ્રમોશન પણ થઈ શકે છે. આ રાશિના જાતકોની આવક વધી શકે છે. અથવા તો આવકના નવા વિકલ્પો મળી રહેશે. તમારા પર જો કોઇ દેવું છે, તો તે દેવામાંથી મુક્તિ મળશે. તમારા અટવાયેલા પૈસા તમને પરત મળશે.  કન્યા રાશિ:

  કન્યા રાશિના જાતકો માટે મંગળની વિપરીત ચાલ નોકરી-ધંધામાં સફળતા અપાવશે. આ ઉપરાંત નવી નોકરીની ઓફર આવી શકે છે. આ રાશિના જાતકોને આ દરમિયાન પ્રમોશન મળી શકે છે. તેમને મહેનતનું પૂર્ણ પરિણામ મળશે.


  આ પણ વાંચો: Lunar eclipse 2022: આ લોકોને ભારે પડશે ચંદ્રગ્રહણ, સ્વાસ્થ્યને લઈને રહેશે ચિંતા, જાણો કોને કેવી અસર

  સિંહ રાશિ

  વક્રી મંગળ સિંહ રાશિના લોકોની આવકમાં વધારો કરશે. તેમના ખર્ચા ઓછા થશે. આ રાશિના જાતકો બચત અને રોકાણ કરી શકશે. જે લોકો નોકરી શોધી રહ્યા હતા, તેમની શોધ પૂરી થશે અને તેમને સારી નોકરી મળી શકશે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.  કુંભ રાશિ

  મંગળની વક્રી થવાના કારણે કુંભ રાશિના લોકોમાં ઉર્જા અને ઉત્સાહ વધારો થશે. તેમના નોકરી-ધંધામાં લાભ થશે. તમારા સંપર્કો મજબૂત રહેશે. સમાજમાં અને પરીવારમાં માન સન્માન વધશે. આ દરમિયાન ધન લાભ થશે. અન્ય કોઇ પણ સમસ્યાઓથી રાહત મળશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Astrolgoy, Gujarati news, Mars transit 2022

  विज्ञापन
  विज्ञापन