જન્મના વાર પરથી તમારી જીવનસાથીનો સ્વભાવ જાણો

News18 Gujarati
Updated: November 13, 2019, 10:29 PM IST
જન્મના વાર પરથી તમારી જીવનસાથીનો સ્વભાવ જાણો
પ્રતિકાત્મક તસવીર

જ્યોતિષ પ્રમાણે દરેક દિવસનો સ્વામી અને ગ્રહ જુદા જુદા હોય છે. તેથી જન્મ દિવસ, ગ્રહ સ્વામી અને નક્ષત્રના આધાર પર વ્યક્તિનો સ્વભાવ (Nature) અને ભવિષ્ય બને છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જ્યોતિષ (Astrology) પ્રમાણે દરેક દિવસનો સ્વામી અને ગ્રહ જુદા જુદા હોય છે. તેથી જન્મ દિવસ, ગ્રહ સ્વામી અને નક્ષત્રના (asterism) આધાર પર વ્યક્તિનો સ્વભાવ (Nature) અને ભવિષ્ય (future) બને છે. જન્મના વાર પરથી સ્ત્રીનો સ્વભાવ જાણી શકાય છે.

સોમવારઃ-
સોમવારે જન્મેલી સ્ત્રી દેખાવમાં સુંદર, મધુરભાષી અને શાંત સ્વભાવની, સ્વતંત્ર હોય છે આ સ્ત્રીને તમામ પ્રકારનું સુખ મળે છે.

મંગળવારઃ-
મંગળવારે જન્મેલી સ્ત્રી કઠોર હૃદયની, લડાકું સ્વભાવની, શક્તિશાળી હોય છે. આ સ્ત્રીઓ એકદમ કોઈના પર દયા કરતી નથી.

આ પણ વાંચોઃ-કોફીમાં ખાંડની જગ્યાએ મધ, હેલ્દી રીતે ઉતારો વજનબુધવારઃ-
બુધવારે જન્મેલી સ્ત્રી સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષણ ક્ષેત્રમાં તેને વિશેષ યશ પ્રાપ્ત થાય છે. આ સ્ત્રીઓ દેખાવમાં સુંદર, સદ્દગુણી હોય છે. તેથી આ સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન હોય છે.

ગુરૂવારઃ-
ગુરૂવારે જન્મેલી સ્ત્રી ઉચ્ચશિક્ષણ મેળવે છે. આ સ્ત્રીઓ ધીરજવાન, શાંત સ્વભાવની, શ્રીમંત અને સર્વ સુખની પ્રાપ્તી કરનારી હોય છે.

આ પણ વાંચોઃ-નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે

શુક્રવારઃ-
શુક્રવારે જન્મેલી સ્ત્રીનો સ્વભાવ ચંચળ હોય છે. આ સ્ત્રીઓ હોશિયાર અને સુંદર હોય છે. કુટુંબ અને બહારના જગમાં તેમનુ જુદુ સ્થાન હોય છે. આ સ્ત્રીઓને મોજ મસ્તી કરવી ગમે છે.

શનિવારઃ-
શનિવારે જન્મેલી સ્ત્રી પાતળી અને ઊંચી હોય છે. ક્યારેક ક્યારેક આ સ્ત્રીઓ એકબીજા વચ્ચે મતભેદ કરનારી હોઈ શકે છે.

આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

રવિવારઃ-
રવિવારે જન્મેલી સ્ત્રી ચંચળ સ્વભાવની હોય છે. એકાદ વાત હમણા ગમતી હોય છે તો થોડીવાર પછી એ જ વાત તેમને નથી ગમતી.
First published: November 13, 2019, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading