ધર્મ ભક્તિ ડેસ્ક: સિંહ રાશિ એટલે કે જેમનું નામ M અને Tથી શરૂ થતુ હોય તેવાં જાતકોએ આ વર્ષે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય છે. અને સિંહ રાશિ હાલમાં જ શનિની ઢૈયામાંથી મુક્ત થઇ છે. આ સમયે તેમને વિશેષ સુર્ય દેવની પુજા કરવાની છે. આમ તો આ રાશિનાં જાતકો આત્મવિશ્વાસથી ભરપુર, પોઝિટીવ વિચારધારા ધરાવતા અને મહેનતું હોય છે. પણ સિંહ રાશિનાં જાતકોએ આ વર્ષનાં ડિસેમ્બર મહિના સુધી જો સુર્ય દેવનું ખાસ મનન કરશે તો તેમને લાભ થશે. સિંહ રાશિનો સ્વામી સુર્ય છે એટલે ભગવાન સૂર્યની આરાધના કરવાથી તેમને ચોક્કસ લાભ થશે.
આ માટે તેમને પાંચ વાતોનું પાલન કરવાનું રહેશે જે નિયમિત કરવામાં આવશે તો તેમની સફળતા અને સુખમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિનાં જાતકોએ કરવાંનાં 5 ઉપાય
સૂર્યોદય પહેલાં ઉઠવું- સિંહ રાશિના લોકોએ સૂર્યોદય પહેલાં ઉઠવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેનાથી તેમને શારીરિક શક્તિ અને માનસિક સ્થિરતા બંન્ને મળે છે.
સૂર્ય નમસ્કાર કરવા- સવારે ઊઠીને સૂર્ય નમસ્કાર કરવાની આદત પાડવી જોઇએ. તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને આત્મવિશ્વાસ પણ ભરપૂર રહે છે.
સૂર્યને અર્ધ્ય આપવું- તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ ગુલાબ અને ચોખા નાખી સૂર્યને અર્ધ્ય આપવું. અર્ધ્ય આપતી વખતે પાણીની ધારામાંથી સૂર્યનાં દર્શન કરવાં. તેનાંથી કૂંડળીમાં રહેલો દોષ દૂર થશે.
મંત્ર જાપ કરવો- રોજ 108 મણકાની એક માળા કે 11 કે 21 વાર ऊँ आदित्याय नमः મંત્રનો જાપ કરવો.
આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ- દર રવિવારે સૂર્યને અર્ધ્ય આપી આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવો. તેનાથી મન પ્રફુલ્લિત, મગજ શાંત અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહેશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર