Home /News /dharm-bhakti /Astrology: આ રાશિના જાતકો પર રહે છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા, નથી થતી ધનની કમી

Astrology: આ રાશિના જાતકો પર રહે છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા, નથી થતી ધનની કમી

આ રાશિના જાતકોથી માતા લક્ષ્મી રહે છે પ્રસન્ન

Devi lakshmi favorite rashi: લોકો માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાય કરે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની યોગ્ય પૂજા કરવા વિશે અનેક રીત કહેવામાં આવી છે. માતા લક્ષ્મીને કેટલીક રાશિઓ પર વિશેષ આશીર્વાદ હોય છે.

વધુ જુઓ ...
    ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મ (Hindu Religion)માં શાસ્ત્રોનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. જેમાં વિવિધ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે ઉપાયો (Remedies) આપેલા છે. ત્યારે માતા લક્ષ્મી (Goddess Lakshmi )ને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાય કરે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની યોગ્ય પૂજા કરવા વિશે અનેક રીત કહેવામાં આવી છે. વ્યક્તિની કુંડળીના આધારે વ્યક્તિનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વગેરે જાણી શકાય છે.

    એટલું જ નહીં વ્યક્તિની કુંડળી જોઈને જાણી શકાય છે કે જીવનમાં ધનના યોગ છે કે નહીં. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીને કેટલીક રાશિઓ (Lucky Zodiac Signs) પર વિશેષ આશીર્વાદ હોય છે. આ લોકોને અપાર ધન અને કીર્તિ મળે છે. આવો જાણીએ આ રાશિના જાતકો વિશે.

    માતા લક્ષ્મીને પ્રિય છે આ રાશિના જાતકો

    વૃષભઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકો પર દેવી લક્ષ્મી વિશેષ કૃપાળુ હોય છે. જેના કારણે તેમનું જીવન આનંદમાં પસાર થાય છે. આ રાશિના જાતકોના ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. આ રાશિના લોકો બુદ્ધિમાન જ નહીં, પરંતુ મહેનતુ પણ હોય છે. મહેનતથી તેમને જીવનમાં ઉચ્ચ પદ મળે છે અને ધનની કમી પણ નથી રહેતી.

    આ પણ વાંચો: ઘરમાં રહેલી આ બે વસ્તુઓ તમારા પરીવારને કરી શકે છે નુકસાન, થઇ જાઓ સાવધાન

    મિથુન: મિથુન રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની કૃપા જોવા મળે છે. અથવા એમ કહો કે મિથુન રાશિના લોકો ભાગ્યશાળી હોય છે. ધનની દેવીના કારણે તેમને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. આ લોકો મહેનતુ અને ખુશ હોય છે. તેથી જ તેઓ જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.

    આ પણ વાંચો: વાસ્તુ દોષ હોય કે યમનો ભય, કરો ગાય માતાના આ ઉપાય, થશે મોટા લાભ



    સિંહ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના જાતકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. મા લક્ષ્મીની કૃપા આ રાશિના જાતકો પર હંમેશા વરસતી રહે છે. જેના કારણે તેમની પાસે ક્યારેય પૈસાની કમી રહેતી નથી. તેમની પાસે અપાર ધન અને સંપત્તિ છે. જેના કારણે તેઓ રાજાઓની જેમ રહે છે. આ રાશિના લોકો ધનનું દાન પણ કરે છે.

    મીન : મીન રાશિના જાતકોના આરાધ્ય દેવ શ્રી હરિ છે અને તેમની રાશિનો સ્વામી દેવગુરુ ગુરુ છે. આ કારણે આ રાશિઓ પર માત્ર નારાયણ જ નહીં, પરંતુ ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ વરસતા રહે છે. મીન રાશિના લોકો ખૂબ મહેનતુ હોય છે. આ જ કારણ છે કે તેમના જીવનમાં પૈસાની કમી નથી રહેતી.
    First published:

    Tags: Devi Lakshmi, Dharm Bhakti

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો