Home /News /dharm-bhakti /Astrology: કુંડળીમાં આવી યુતિ વાળા પુરુષો મહિલાઓ સાથે ધરાવે છે ગાઢ મિત્રતા, ચરિત્ર પર લાગી શકે છે ડાઘ
Astrology: કુંડળીમાં આવી યુતિ વાળા પુરુષો મહિલાઓ સાથે ધરાવે છે ગાઢ મિત્રતા, ચરિત્ર પર લાગી શકે છે ડાઘ
આ ગ્રહોની યુતિથી બગડી શકે છે વ્યક્તિનું ચરિત્ર
Astrology: ગ્રહોની સ્થિતિ અને હલનચલનના આધારે વ્યક્તિના ભવિષ્ય અંગે અંદાજ લગાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિના કારણે વ્યક્તિના ચરિત્ર પર પ્રભાવ પડે છે. અમુક ગ્રહો વ્યક્તિના ચરિત્રને અસર કરતા હોય છે. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.
ગ્રહોની સ્થિતિ અને હલનચલનના આધારે વ્યક્તિના ભવિષ્ય અંગે અંદાજ લગાવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બાબતે ઊંડાણથી માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રહોની યુતિ વ્યક્તિના ચરિત્ર પર પણ અસર કરતી હોવાનું તેમાં જણાવાયું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિના કારણે વ્યક્તિના ચરિત્ર પર પ્રભાવ પડે છે. અમુક ગ્રહો વ્યક્તિના ચરિત્રને અસર કરતા હોય છે. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.
આ યુતિના કારણે સંબંધો બગડે છે
સૂર્ય અને શનિ, ચંદ્ર અને શનિ તથા સૂર્ય અને ચંદ્રની યુતિ જાતકના સંબંધો પર સીધી અસર કરે છે. આવી યુતિ હોય તે જાતક સંબંધો સાચવવામાં નિષ્ફળ જાય છે.
આ યુતિમાં કોઈ એક વ્યક્તિથી સંતોષ ન થાય
ઘણા જાતકોને કોઈ એક વ્યક્તિથી સંતોષ મળતો નથી. આવા જાતકના લગ્ન ભાવમાં મંગળ અને શુક્રની યુતિ હોઈ શકે છે. તેનો પ્રભાવ અશુભ હોય છે. અલબત્ત, જો આ યુતિમાં ગુરુ ગ્રહ પણ હોય તો તેને સારી યુતિ માનવામાં આવે છે.
ચરિત્ર બળવાન કરે તેવી યુતિ
ચરિત્ર બળવાન કરવા માટે કુંડળીમાં ગુરુ અને શનિની યુતિ જરૂરી છે. જે જાતકની કુંડળીમાં ગુરુ અને શનિની યુતિ હોય તેનું ચરિત્ર બળવાન હોય છે.
આ યુતિના કારણે સ્ત્રીઓમાં રહે છે રસ
સૂર્ય ચંદ્ર અને ચંદ્ર મંગળ તેમજ બુધની યુતિના કારણે જાતક સ્ત્રીમાં રુચિ લે છે.
આ યુતિ ધરાવતા લોકો નથી આપતા દગો
ગુરુ શનિ અથવા ગુરુ શુક્રની યુતિના કારણે જાતકના મનમાં સારો પ્રભાવ પડે છે. આવી યુતિ ધરાવતા બે લોકો પ્રેમી હોય તો તેઓ એકબીજાના દગો આપતા નથી.
આ યુતિના કારણે પુરુષો એકથી વધુ સંબંધોમાં રહે છે
જાતકની કુંડળીના સાતમા અને આઠમા સ્થાન પર મંગળ, શુક્ર અને રાહુ હોય તો તે ઘણા લોકો સાથે સંબંધ ધરાવતો હોય છે. આવી યુતિ ધરાવતો પુરુષ એકથી વધુ મહિલાઓ સાથે સંબંધ રાખે છે. જે મહિલાની કુંડળીમાં આ યુતિ હોય તેને ઘણા મિત્રો હોય છે.
આ યુતિથી લોકો શંકાસ્પદ રહે છે
બુધ શુક્રના લગ્ન સ્થાનમાં હોય અથવા સાતમા સ્થાનમાં હોય તેમજ મંગળની દ્રષ્ટિ હોય તે વ્યક્તિ શંકાસ્પદ હોય છે.
આ યુતિ જાતકને કામાતુર બનાવે છે
સાતમા સ્થાને શુક્રની બીજા સ્થાનના સ્વામી ગ્રહ સાથે યુતિ બનતી હોય, બીજી તરફ મંગળ અને રાહુની દ્રષ્ટિ પણ પડતી હોય, તો આવા પુરુષો મહિલાઓ સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. આવા લોકો કામાતુર હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે News18 તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરવો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર