Home /News /dharm-bhakti /પાકના પૂર્વ PM ઇમરાન ખાન પરના જીવ લેણ હુમલા પાછળ આ ગ્રહો હતા કારણભૂત, રક્તથી લથબથ પાકિસ્તાનની કુંડળી

પાકના પૂર્વ PM ઇમરાન ખાન પરના જીવ લેણ હુમલા પાછળ આ ગ્રહો હતા કારણભૂત, રક્તથી લથબથ પાકિસ્તાનની કુંડળી

પાકના પૂર્વ PM ઇમરાન ખાન પરના જીવ લેણ હુમલા પાછળ આ ગ્રહો હતા કારણભૂત

Pakistan ex PM Imran Khan attack Astrology Pakistan Kundali: ક્રિકેટ ક્ષેત્રે બહેતરીન દેખાવ માટે જાણીતા પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈમરાન ખાન (Imran Khan Pakistan) તેમના વ્યક્તિગત જીવનમાં જીવનસાથી બાબતમાં સફળ રહ્યા નથી, પરંતુ સેનાના સહયોગથી વઝીર-એ-આજમ થયેલા ઇમરાનખાનની કુંડળીમાં...

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Pakistan ex PM Imran Khan attack Astrology: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા 5 ઓક્ટોબર 1952 માં લાહોર ખાતે જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ પાકિસ્તાનના વઝીર- એ- આઝમ ઇમરાન ખાન પર હાલમાં જ જાનલેવા હુમલો થયો. પાકિસ્તાનની કુંડળી (Pakistan's Kundali) માં મંગળના ઘરનું મેષ લગ્ન ઉદિત થાય છે, મંગળ સેનાનો કારક હોવાથી આઝાદી પછી ત્યાં લશ્કરનું જ ચાલ્યું છે.

  આ ઉપરાંત મંગળ લોહી, આતંકી ઘટના, પોલીસ, સેના, હુમલો, હત્યા વગેરેનો કારક હોવાથી પાકિસ્તાન આતંકવાદનું જનક રહ્યું છે. અને વારંવાર ત્યાં આ પ્રકારના હુમલા અને મુખ્ય વ્યક્તિઓની હત્યાનો સિલસિલો બનતો આવ્યો છે.

  આટલા વર્ષોમાં કહેવા પૂરતી લોકશાહી ધરાવતા પાકિસ્તાનમાં સેનાની જ સરમુખત્યારશાહી ચાલી છે, જે નિર્વિવાદ છે. ભારત સાથેની મંત્રણા પણ પડી ભાંગવાનું કારણ પાકિસ્તાની સેનાની મેલી મુરાદ રહી છે. અમેરિકા સહિત અનેક દેશોનો આતંકવાદ મુદ્દે ખોફ સહન કરનાર પાકિસ્તાન પોતાની દુર્દશા જોઈ શકતું નથી.

  ક્રિકેટ ક્ષેત્રે બહેતરીન દેખાવ માટે જાણીતા પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈમરાન ખાન (Imran Khan Pakistan) તેમના વ્યક્તિગત જીવનમાં જીવનસાથી બાબતમાં સફળ રહ્યા નથી, પરંતુ સેનાના સહયોગથી વઝીર-એ-આજમ થયેલા ઇમરાનખાનની કુંડળીમાં કેન્દ્રમાં શુક્ર હોવાથી પંચમહાપુરુષ યોગ માં નો માલવ્ય યોગ બને છે.

  આ પણ વાંચો:  દેવદિવાળીના ચંદ્ર ગ્રહણ પર શું કરવું? રાશિ મુજબ કરો આ સરળ ઉપાય મળશે અદભુત સફળતા

  વળી પ્રભાવશાળી મંગળ નવમાંશમાં ઉચ્ચનો બને છે તેથી રમતગમત ક્ષેત્રે ખૂબ સારી નામના અપાવનાર તથા પ્રભાવક વ્યક્તિત્વ અને વાણી આપનાર બને છે. કુંડળીમાં ગુરુ-ચંદ્ર દ્વારા ગજકેસરી યોગ અને સૂર્ય-બુધ દ્વારા બુધાદિત્ય યોગની રચના થાય છે, જે ઇમરાન ખાનને હંમેશા લાઈમલાઈટમાં રાખે છે, પરંતુ તેમની કુંડળીમાં થતો સૂર્ય-શનિનો વિપરીત યોગ અંગત વ્યક્તિઓ સાથે મતભેદ આપનાર બને છે,

  વૈવાહિક જીવન માં પણ પ્રશ્ન ઉભા કરનાર બને છે અને છુપા શત્રુ ઉભા કરનાર બને છે.અને આ જ યોગ તેમના હુમલા માટે જવાબદાર બને છે વળી હાલમાં જૂન-૨૦૨૨ થી તેઓ ગુરુ માં રાહુની અંતરદશામાં આવી ચુક્યા છે જે તેમના માટે કઠિન સમયની શરૂઆત ગણી શકાય.

  તેઓ જયારે પાકિસ્તાનના તખ્ત પર આવ્યા ત્યારે લખેલું કે તેમણે વારંવાર છળકપટ અને સાજિશનો શિકાર બનવું પડશે અને વઝીર-એ-આજમ તાજ કાંટાળો તાજ સાબિત થતો જશે.

  આતંકીઓ,અંતિમવાદીઓ અને અલગાવવાદીઓ તેમને ચેન થી શાસન નહિ કરવા દે. વળી સેનાનો પૂર્ણ હસ્તક્ષેપ તેમના કામકાજમાં રહેશે તેથી પડોશીઓ સાથે સંબંધ સુધારવાનો કોઈ એજેન્ડા ફલીભૂત નહીં થાય.

  આ પણ વાંચો:  Tulsi Vivah 2022: શું તમારા વિવાહમાં આવે છે અડચણ? તુલસી વિવાહ પર કરો આ અચૂક પ્રયોગ, મંગળ કાર્યના ખૂલી જશે દ્વાર

  ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઈમરાન ખાનના શાસન દરમિયાન કોઈ વિશેષ સારી બાબતો સંબંધમાં આવે તેવી શક્યતાઓ નહીંવત હતી. હાલ જયારે આપણે બે ગ્રહણ વચ્ચે થી પસાર થઇ રહ્યાં છીએ ત્યારે આ ઘટના બનવા પામી છે વળી તેમના આયુષ્યસ્થાનના સ્વામી મંગળના વક્રી થવા સાથે અને શનિ સાથેના ષડાષ્ટક વખતે આ ઘાટ આવી છે જે કોઈપણ લોકશાહી દેશ માટે દુઃખજનક ઘટના ગણી શકાય હજી નવેમ્બર-૨૦૨૪ સુધી તેમને ગુરુ માં રાહુની દશા ચાલવાની છે જેથીત્યાં સુધીનો સમય તેમના માટે વધુ કસોટીજનક ગણી શકાય.

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Astrology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन