Home /News /dharm-bhakti /મોરબી પૂલ દુર્ઘટના વખતે જ મંગળના વક્રી થવાનો સંયોગ, જાણો કેવા સંયોગમાં દુર્ઘટનાની વધે છે શક્યતા?

મોરબી પૂલ દુર્ઘટના વખતે જ મંગળના વક્રી થવાનો સંયોગ, જાણો કેવા સંયોગમાં દુર્ઘટનાની વધે છે શક્યતા?

Morbi bridge Astrology

Astrology behind Morbi bridge tragedy: હાલમાં મંગળ અને શનિની સ્થિતિ દુર્ઘટના પ્રેરક બને છે અને મોરબી સહીત અન્ય દેશમાં પણ અનેક દુર્ઘટનાઓના દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. વળી હાલ વક્રી ગ્રહો અને ખાસ કરીને વક્રી મંગળ દુઃખ અને પરેશાની આપી રહ્યા છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા, મોરબીમાં (Morbi hanging bridge tragedy) ફરી એક વાર મોટી દુર્ઘટના થવા પામી છે જેણે દેશ અને દુનિયાને ઝણઝણાવી દીધા છે આપણા બંધુઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા તેનો વસવસો હંમેશા રહેશે પરંતુ આ પ્રકારના ઘટનાક્રમને ડામવા લાંબા ગાળા માટે પગલાં લેવાય તે જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) ની દ્રષ્ટિએ વાત કરીએ તો હાલમાં શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ ચાલી રહ્યો છે અને એમાં મંગળ મહારાજ વક્રી બન્યા છે વળી ઉડી ને આંખે વળગે તેવી વાત એ છે કે આ ઘટના 30 ઓક્ટોબર 2022 સાંજે 06.40 મોરબીમાં બને છે અને તે જ સાંજે 6.57 ના મંગળ વક્રી બની રહ્યા હતા. મંગળ ને લાલ ગ્રહ કહેવામાં આવે છે જે યુદ્ધ અને લોહીનો ગ્રહ છે જયારે શનિ સાથે સંપર્ક માં આવે છે ત્યારે દુર્ધનતાનો પ્રેરક બને છે અને એક સાથે સેંકડો લોકોને ભોગ બનાવતો જોવા મળે છે.

    હાલમાં મંગળ અને શનિની સ્થિતિ દુર્ઘટના પ્રેરક બને છે અને મોરબી સહીત અન્ય દેશમાં પણ અનેક દુર્ઘટનાઓના દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. વળી હાલ વક્રી ગ્રહો અને ખાસ કરીને વક્રી મંગળ દુઃખ અને પરેશાની આપી રહ્યા છે.

    આ પણ વાંચો:  દિવાળી પરનું સૂર્યગ્રહણ આ રાશીના લોકોને કરી દેશે માલામાલ, જ્યારે આ રાશિના લોકોને રાખવું પડશે ખાસ ધ્યાન...

    વળી હાલ આપણે બે ગ્રહણ વચ્ચેના સમયગાળામાં થી પસાર થઇ રહ્યા છીએ. ગત તારીખ 25 ઓક્ટોબર 2022 ના ધોકાના દિવસે સૂર્યગ્રહણ બાદ હવે 8 નવેમ્બર 2022ના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે અને અત્યારે આપણે વક્રી ગ્રહો અને બે ગ્રહણ વચ્ચેના સમયગાળામાં છીએ જે અનેક પ્રકારે પરેશાની ઉભી કરતા જોવા મળે છે.

    આ પણ વાંચો:  શું તમારા વિવાહમાં આવે છે અડચણ? તુલસી વિવાહ પર કરો આ અચૂક પ્રયોગ, મંગળ કાર્યના ખૂલી જશે દ્વાર



    જો કે રાહતની વાત એ છે કે મંગળ સાથે ષડાષ્ટકમાં ચાલી રહેલ શનિ મહારાજ માર્ગી બની ગયા છે અને 17 જાન્યુઆરીના કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે તે પછીના સમયને શુભ બનાવશે. શનિ મહારાજનું આધિપત્ય બે રાશિ પર છે મકર અને કુંભ. હાલ તેઓ મકરમાં ચાલી રહ્યા છે જ્યાં તે ઘણા પ્રશ્નો ખડા કરે છે પરંતુ કુંભમાં આવવા સાથે અવશ્ય તે પ્રશ્નોના જવાબ આપતા પણ જોવા મળશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Aaj nu rashifal, Astrology, Morbi, Morbi Accident

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन