Home /News /dharm-bhakti /Astrology: આંખો પર કાજલ અને સુરમો લગાવવાના છે ગજબ ફાયદા, શનિનો દોષ પણ થાય છે દૂર
Astrology: આંખો પર કાજલ અને સુરમો લગાવવાના છે ગજબ ફાયદા, શનિનો દોષ પણ થાય છે દૂર
આંખો પર કાજલ
Benefits of Kajal and Surma: મહિલાઓ પોતાની આંખોની સુંદરતા વધારવા માટે કાજલ કે સુરમાનો ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે આંખોમાં શુદ્ધ કાજલ લગાવવાથી આંખો સંબંધિત ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. જ્યોતિષમાં કાજલ અને સુરમાને શનિ, રાહુ અને કેતુ ગ્રહો સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને મેલીવિદ્યા અને આભાસનો કારક ગ્રહ માનવામાં આવે છે.
ધર્મ ડેસ્ક: બધા એ જ મહિલાઓને પોતાની આંખોમાં કાજલ અને સુરમો લગાવતા જોઈ હશે. મહિલાઓ પોતાની આંખોની સુંદરતાને વધારવા માટે કાજલ લગાવે છે. એવામાં માનવામાં આવે છે કે શુદ્ધ કાજલ આંખોમાં લગાવવાથી આંખ સબંધિત ઘણી બધી સમસ્યાઓ સારી થઇ જાય છે.જ્યોતિષશાસ્ત્રમાં કાજલ અને સુરમાનો સબંધ શનિ, રાહુ અને કેતુના ગ્રહ સાથે માનવામા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને જાદુ ટોણા અને મતિભ્રમનો કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં એવું કહેવામાં આવ્યું છે કે રાહુના ઉપાય તરીકે જાતકોએ કાજલ અથવા સુરમાનો ઉપયોગ કરવો જોઈએ.
આજે અમે કાજલ અને સુરમો લગાવવાના જ્યોતિષી ફાયદાઓ અંગે જણાવી રહ્યા છે જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
કાજલ અને સુરમામાં ઉપાય
- જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી મંગળની દશા સારી નથી ચાલી રહી તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સાથે તમારી આંખોમાં સફેદ સુરમો લગાવો. આમ કરવાથી મંગળની સ્થિતિ ઠીક થઈ જશે અને જો તમારો મંગળ સાચો હશે તો શનિ, રાહુ અને કેતુના તમામ દોષ આપોઆપ સમાપ્ત થઈ જશે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી કુંડળીમાં મંગળ સારો હોય તો બધું બરાબર છે. પરંતુ જો મંગળની દશા સારી ન હોય તો મંગળની સાથે સાથે શનિ, રાહુ અને કેતુના દોષ પણ વધે છે. તેનાથી છુટકારો મેળવવા માટે, ઓછામાં ઓછા 40 દિવસ સુધી તમારી આંખોમાં સફેદ સુરમો લગાવો. તેનાથી તમારી કુંડળીમાં મંગલ દોષનો અંત આવશે. મંગળવાર અને શનિવારે સુરમો જરૂર લગાવવો.
- જો તમારી નોકરીને લઈને તમારી ઓફિસમાં કોઈ સમસ્યા છે અથવા જો તમારી નોકરી ગુમાવવાનો ભય છે, તો તમારે કાજલની એક મોટી ગાંઠ લાવીને તેને શનિવારે કોઈ નિર્જન જગ્યાએ જમીનમાં દાટી દેવી જોઈએ. આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખો કે કાજલની ગાંઠ ઓછામાં ઓછી 5 ગ્રામ અથવા તેનાથી વધુ હોવી જોઈએ. આમ કરવાથી તમારી નોકરી પરનું સંકટ ટળી જશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર