Home /News /dharm-bhakti /

Vastu Tips: આત્મવિશ્વાસનો અભાવ દૂર કરવા અપનાવો આ જ્યોતિષ અને વાસ્તુ ટિપ્સ

Vastu Tips: આત્મવિશ્વાસનો અભાવ દૂર કરવા અપનાવો આ જ્યોતિષ અને વાસ્તુ ટિપ્સ

આત્મવિશ્વાસનો અભાવ દૂર કરવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ. (પ્રતીકાત્મક ફોટો- ISTOCKPHOTO)

How to Boost Self-confidence: વાસ્તુ શાસ્ત્રો (Vastu Shastra)માં કેટલાક વિશેષ ઉપાયો (Vastu Tips)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પાલન કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી શકે છે.

    Vastu Tips to Boost Self-confidence: જીવનમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ (confidence) ખૂબ જરૂરી છે. કેટલીક વખત સખત મહેનત કર્યા બાદ પણ તમને સફળતા મળતી નથી. એવામાં આત્મવિશ્વાસનો અભાવ તેમાંનું એક કારણ હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રો (Vastu Shastra)માં કેટલાક વિશેષ ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પાલન કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી શકે છે. આવો જાણીએ એવા જ કેટલાક ઉપાયો વિશે:

    - આત્મવિશ્વાસ વધારવા માટે વ્યક્તિ મૂંગા રત્ન (Coral Gem) ધારણ કરી શકે છે.

    - એવું માનવામાં આવે છે કે પક્ષીઓને ભોજન અને પાણી આપવાથી પણ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે.

    આ પણ વાંચો: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    - પોતાના લિવિંગ રૂમને ઉગતા સૂરજ અથવા દોડતા ઘોડાના ફોટાથી સજાવો. તેનાથી આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળે છે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે. ઘોડાને અંદરની તરફ દોડવું જોઈએ. ક્યારેય પણ ખાલી દીવાલ તરફ મોં રાખીને ન બેસવું કારણ કે, તેનાથી તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે.

    - પોતાના ઘરમાં શનિ યંત્ર (Saturn device) રાખો.

    - ઘરના પ્રવેશ દ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવો. જો લીંબુ સુકાઈ જાય તો તેને શનિવારના દિવસે જ બદલી નાખો.

    - ગાયને લીલું ઘાસ ખવડાવો. સાથે જ કૂતરાને ખોરાક આપો અને તેમને વ્હાલ કરો. ઘરમાં માછલી રાખો અને ઓછામાં ઓછી બે ગોલ્ડન ફિશ જરૂર રાખો.

    આ પણ વાંચો: તુલસીની આસપાસ આ 5 વસ્તુઓ રાખવી માનવામાં આવે છે અશુભ

    - આત્મવિશ્વાસ વધારવા માટે સવારે જલ્દી ઉઠીને ઉગતા સૂર્યની પૂજા કરો. નિયમિતપણે ‘આદિત્ય હૃદય શ્રોત’નો પાઠ કરો. રોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. ભોજન કરતી વખતે પૂર્વ દિશા તરફ મોં રાખો.

    - પોતાના ઘરની બારીઓ ખુલ્લી રાખો. એમ કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. બિલકુલ બારી સામે પીઠ ફેરવીને ન બેસવું, કારણ કે, તેનાથી ઊર્જા સાથે આત્મવિશ્વાસ પણ ઘટે છે.

    - સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો. પોતાની સીટ પાછળ કોઈ પહાડનો ફોટો લગાવો. પોતાનો સમય એવા લોકો સાથે પસાર કરો જે સકારાત્મક ઊર્જાથી ભરેલા હોય. એવી વ્યક્તિથી દૂર રહો જે અન્યોમાં ફક્ત દોષ જુએ છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharm Bhakti, Vastu shastra, Vastu tips, Work from home, ધર્મભક્તિ

    આગામી સમાચાર