Home /News /dharm-bhakti /શનિ દેવને પ્રસન્ન કરવાં કરી જુઓ આ ઉપાય, બધી પનોતીઓથી મળશે મુક્તિ

શનિ દેવને પ્રસન્ન કરવાં કરી જુઓ આ ઉપાય, બધી પનોતીઓથી મળશે મુક્તિ

શનિ મહારાજનાં ઉપાય અજમાવી જુઓ

Shaniwar Na Upay: જો તમે લાંબા સમયથી ચારે બાજુથી નિરાશાનો સામનો કરી રહ્યા છો અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો શનિવારે આ ઉપાયો (saturn planet) કરવાથી ફળદાયી માનવામાં આવે છે. જીવનના દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર (astrology tips for money)શનિવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ. પછી તે તેલની સાથે વાટકી કોઈ ગરીબને દાન કરો અથવા મંદિરમાં શનિદેવની મૂર્તિને તેલ ચઢાવો.

વધુ જુઓ ...
ધર્મભક્તિ ડેસ્ક: હિંદુ શાસ્ત્રોમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર કર્મના દેવતા શનિદેવની કૃપા હોય છે તેને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે. જેના કારણે તે વ્યક્તિ સફળ અને આર્થિક રીતે સમૃદ્ધ બને છે. તો ચાલો જાણીએ કે શનિવારે કયા ઉપાયોથી તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો... શનિવારે ભગવાન શનિદેવને પ્રિય વાદળી ફૂલ ચઢાવો અને 'ઓમ શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ પણ કરો.

જીવનના દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ. પછી તે તેલની સાથે વાટકી કોઈ ગરીબને દાન કરો અથવા મંદિરમાં શનિદેવની મૂર્તિને તેલ ચઢાવો.

આ પણ વાંચો-શું છે 'બ્રહ્માસ્ત્ર'? જાણો તેની સાથે જોડાયેલાં ખાસ રહસ્ય!

શનિવારે પીપળની પૂજાનું પણ ઘણું મહત્વ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે દર શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો અને તેની પૂજા કરો. પછી ઝાડની સાત વાર પરિક્રમા કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન પણ આપો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને જીવનની દરિદ્રતામાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો-Shani Gochar 2022: શનિની ઢૈય્યાથી પરેશાન થશે બે રાશિનાં જાતકો, 2023માં મળશે રાહત

શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય શનિ ગ્રહને લગતી વસ્તુઓ જેમ કે ધાબળા, અડદની દાળ, કાળા કપડા કે લોખંડના વાસણો વગેરેનું દાન દર શનિવારે કરવાથી જીવનમાં શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિના રાશિ પરિવર્તન (Shani Gochar)થી કોઈના જીવનમાં ખુશી તો કોઈના જીવનમાં દુઃખ આવે છે. કારણ કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે શનિની દશા કોઈના પર શરૂ થઈ જાય છે, તો કોઈને તેનાથી છૂટકારો મળી જાય છે. તમને જણાવી દઇએ કે આવનારા સમયમાં શનિ ફરીથી રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. શનિની આ ચાલથી અનેક રાશિના (Zodiac Sign) લોકોને અસર થશે. કારણ કે શનિનું આ પરિવર્તન શનિની વક્રી પછી થઈ રહ્યું છે. જાણો ક્યારે શનિ રાશિ બદલશે અને ક્યારે શનિ ઢૈય્યા (Effect of Shani Dhaiya) શરૂ થઇ જશે? શનિ મહારાજની ઢૈય્યા દરમિયાન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવોનો સામનો કરવો પડે છે અને તમારા કાર્યો પણ બગડી શકે છે. શનિ ઢૈય્યા દરમિયાન દગો મળવાની શક્યતા સૌથી વધુ હોય છે, તેથી લોકો પર વિશ્વાસ કરતા પહેલા સતર્કતા રાખવી જોઇએ. તે માટે તમારે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઇએ અને કીડીઓનું કીડીયારું ભરવું જોઇએ. તેનાથી શનિ ઢૈય્યાની અસર ઓછી થાય છે. શનિ દેવને સરસવનું તેલ અર્પિત કરવું જોઇએ.
First published:

Tags: Astrology, Saturday astro tips, Shanivar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો