Home /News /dharm-bhakti /

શું બાળકને અવારનવાર નજર લાગી જાય છે ? તો રીતે ઉતારો નજર, જ્યોતિષમાં છે સચોટ ઉપાય

શું બાળકને અવારનવાર નજર લાગી જાય છે ? તો રીતે ઉતારો નજર, જ્યોતિષમાં છે સચોટ ઉપાય

શું બાળકને અવારનવાર નજર લાગી જાય છે ?

Child Nazar Dosh: નાના બાળકોને તો કાયમ નજર લાગી જતી હોય છે, જેના કારણે તેઓ બીમાર પડે છે, ખાવા-પીવાનું બંધ કરી દે છે અને ચીડચીડિયા થઈ જાય છે. નવજાત બાળકને પણ જો નજર લાગે તો તેન જોઈને દૂધ પીવાનું બંધ કરી દે છે. બાળકોને નજર લાગવાનું કારણ ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ અથવા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ માનવામાં આવે છે. જ્યોતિષમાં નજર ઉતારવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    Astro Tips For Nazar Dosh: નજર ઉતારવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વર્ષોથી ચાલી આવે છે. વ્યક્તિની પ્રગતિ, ઘર, દુકાન અને નોકરીના પ્રમોશનથી લઈને ઘણી બધી બાબતો પર લોકોની ખરાબ નજર હોય છે. નાના બાળકોને તો કાયમ નજર લાગી જતી હોય છે, જેના કારણે તેઓ બીમાર પડે છે, ખાવા-પીવાનું બંધ કરી દે છે અને ચીડચીડિયા થઈ જાય છે. નવજાત બાળકને પણ જો નજર લાગે તો તેન જોઈને દૂધ પીવાનું બંધ કરી દે છે. બાળકોને નજર લાગવાનું કારણ ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ અથવા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ માનવામાં આવે છે. જ્યોતિષમાં નજર ઉતારવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

    ઘણા લોકો નજર લાગવા અને ઉતારવામાં માનતા નથી. પરંતુ જ્યારે બાળક કારણ વગર ખાવા-પીવાનું બંધ કરી દે અને ચીડચીડિયુ થઈ જાય, ત્યારે તેની એકવારનજર ઉતારવી જરૂરી બની જાય છે. વડીલો પણ હંમેશા બાળક ની નજર ઉતારવાની વાત કરે છે. જ્યોતિષના આ અચૂક ઉપાયોથી બાળકને લાગેલ મોટામાં મોટો નજરદોષ પણ એક ચપટીમાં દૂર થઈ જશે.

    આ પણ વાંચો: રવિવારના દિવસે કરો એક માત્ર આ ઉપાય, ખૂલી જશે કિસ્મતના દ્વાર

    બાળકનું ચીડિયાપણું દૂર થશે


    જો બાળક વારેવારે ચિડાતું હોય અને સતત રડતું હોય તો તેના માટે તમે તાંબાના વાસણમાં પાણી અને ફૂલ મૂકો. તેને બાળકના માથાથી લઈને પગ સુધી 11 વાર ફેરવો અને પછી આ પાણીને એક વાસણમાં નાખો. આનાથી નજરદોષનો પ્રભાવ ઓછો થાય છે.

    લાલ મરચાંના ઉપયોગથી દૂર થશે નજરદોષ


    આખા લાલ મરચાં વડે બાળકોની નજર ઉતારવાની પરંપરા ઘણી જૂની છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને એક સચોટ ઉપાય તરીકે વર્ણવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળક પરથી ત્રણ વાર લાલ આખું મરચું ફેરવીને બાળી નાખો. આનાથી ધીમે ધીમે બાળકને લાગેલી નજર ઉતારી જાય છે.

    આ પણ વાંચો: Self-Care Sunday માટેની આ છે બેસ્ટ 10 ટિપ્સ : રવિવારના દિવસે કરો આટલું આરામદાયક પસાર થશે અઠવાડિયું

    બાળકના વિકાસમાંથી અવરોધ દૂર થાય છે


    જો બાળકનો વિકાસ અટકી ગયો હોય તો તેના માટે બાળક પરથી સાત વખત ફટકડી અને સરસવ ઉતારીને તેને આગમાં બાળી દો. તેનાથી બાળકના વિકાસને લાગેલી ખરાબ નજરની અસર દૂર થાય છે.

    બાળક દૂધ પીતું નથી તો આ કરો


    જો તમારું બાળક દૂધ પીતું નથી, રડતું રહે છે અને ચીડચીડ કરે છે, તો તેના માટે શનિવારે બાળક પરથી 7 વાર કાચું દૂધ ફેરવી લો અને આ દૂધ કૂતરાને પીવડાવો. આનાથી બાળક દૂધ પીતું થઇ જશે.
    First published:

    Tags: Astrology, DharmaBhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन