Home /News /dharm-bhakti /રાત્રે સૂતા પહેલા કરી લો આ 7 કામ, માતા લક્ષ્મી થઇ જશે પ્રસન્ન, થશે અપાર ધનવર્ષા

રાત્રે સૂતા પહેલા કરી લો આ 7 કામ, માતા લક્ષ્મી થઇ જશે પ્રસન્ન, થશે અપાર ધનવર્ષા

મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય

વાસ્તુશાસ્ત્રમાં ધન અને સમૃદ્ધિ માટે અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજા ઉપરાંત જો તમે રાત્રે સૂતા પહેલા કેટલાક સરળ ઉપાય કરશો, તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે અને ધનમાં પણ વૃદ્ધિ થશે.

    ધન અને વૈભવની દેવી માતા લક્ષ્મી (Goddesses Lakshmi)ની પૂજા કરવાથી અને તેમને પ્રસંન્ન કરવાથી સુખ, સમૃદ્ધિ, ધન અને સંપત્તિ (Prosperity)માં વધારો થાય છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો તેમના મંત્રોનો જાપ કરે છે અને અનેક પ્રકારના જ્યોતિષીય ઉપાયો કરે છે.

    વાસ્તુશાસ્ત્રમાં ધન અને સમૃદ્ધિ માટે અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજા ઉપરાંત જો તમે રાત્રે સૂતા પહેલા કેટલાક સરળ ઉપાય કરશો, તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે અને ધનમાં પણ વૃદ્ધિ થશે.

    આ પણ વાંચો :  Shukra Gochar 2023 : 22 જાન્યુઆરીથી શરૂ થશે આ 5 રાશિઓનો ગોલ્ડન પીરિયડ, રૂપિયાથી ભરાઇ જશે તિજોરી!

    મુખ્ય દરવાજાને રાખો સાફ


    ખાસ કરીને પૂનમની રાત્રે દેવી લક્ષ્મી ભ્રમણ કરે છે. તેથી સૂતા પહેલા તમારા ઘરનો મુખ્ય દરવાજાને સાફ રાખો. ઘરમાં આવતી વખતે કોઈ અવરોધ કે ગંદકી ન હોવી જોઈએ. જે લોકોના ઘર સ્વચ્છ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

    પૂજા સ્થળે યોગ્ય પ્રકાશ


    ક્યારેય પણ પૂજા સ્થળ પર અંધારું ન રાખશો. લગભગ દરેક ઘરમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા ત્યાં એક નાનો બલ્બ અથવા ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. વાસ્તુમાં પણ અંધારાવાળી જગ્યાઓને નકારાત્મકતાનું કેન્દ્ર માનવામાં આવે છે.

    આ પણ વાંચો :  Guru Chandal Yog: આ મહિને બનશે ગુરુ ચાંડાલ યોગ, અશુભ ફળથી બચવા માટે કરો આ ઉપાય

    ઉત્તર દિશાની સફાઇ


    વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવી છે. રાત્રે જ્યારે તમે સૂવા જાવ ત્યારે આ દિશાના ખૂણાને સાફ કરી લો. આ સ્થાન પર તિજોરી રાખવી જેથી ધન સંપત્તિમાં સતત વધારો થતો રહે.

    સાવરણીને ઊભી ન રાખશો


    રાત્રે સુતા પહેલા તમારે તમારા ઘરની સાવરણી યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે છે કે નહીં તે ચેક તપાસી લેવું જોઇએ. સાવરણીને ઊભી રાખવી, તેના પર પગ મૂકવા એ માતા લક્ષ્મીનું અપમાન છે. સાવરણીનો ઉપયોગ થયા પછી તેને છુપાવીને રાખો. તેને જમીન રાખવી જોઇએ.

    યોગ્ય દિશામાં સૂવો


    રાત્રે જમ્યા પછી જ્યારે પણ તમે સુવો ત્યારે દિશાનું ધ્યાન રાખો. હંમેશા કોશિશ કરો કે તમારા માથાને દક્ષિણમાં અને પગને ઉત્તર દિશામાં રાખો. વાસ્તુ મુજબ આ ઊંઘની સાચી દિશા છે.

    નકારાત્મકતાને કરો દૂર


    જો ઘરમાં નકારાત્મકતાની અસર જણાય તો રાત્રે કપૂર સાથે લવિંગને બાળો. જમ્યા પછી અને રસોડાનું કામ પૂરું કર્યા પછી આ કામ કરો. આ કામ રોજ કરવાથી ધન વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે.


    પૂજા સ્થળેથી હટાવી દો વાસી ફૂલ અને પાણી


    સવારે પૂજા માટે ફૂલ, ફળ કે અન્ય પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ જો તે ત્યાં જ પડ્યા રહે તો તેને શુભ નથી. સાંજની આરતીના સમયે તમે વાસી ફૂલ, દિવસનું પાણી દૂર કરો છો. તમે કળશમાં ચોખ્ખું પાણી રાખી શકો છો. વાસી વસ્તુઓ નકારાત્મકતા ફેલાવે છે, જેની અસર ઘરની સુખ સમૃદ્ધિ પર પડે છે.
    First published:

    Tags: Astro Tips, Astrology, Devi Lakshmi, Goddess Lakshmi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन