Home /News /dharm-bhakti /Astro Tips: સમય રહેતા થઇ જાઓ સાવધાન, આ રીતે ઓળખો ખરાબ સંકેતો
Astro Tips: સમય રહેતા થઇ જાઓ સાવધાન, આ રીતે ઓળખો ખરાબ સંકેતો
જીવનના આ અનલકી સાઈનને ઓળખો
Astro Tips: આપણા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને છે જેને આપણે જાણતા-અજાણતા અવગણીએ છીએ. આ ઘટનાઓ આપણને આવનારા સમય માટે ચેતવે છે અને તેનાથી સંબંધિત ઘણા સંકેતો આપે છે. પરંતુ આપણે તેનાથી અજાણ હોઈએ છે, જેના કારણે ઘણી વખત આપણને તેની આડ અસર જોવા મળે છે.
ધર્મ ડેસ્ક: ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા સંકેતો અંગે જણાવવામાં આવ્યું છે જેના માધ્યમથી મનુષ્યના જીવનમાં આવી રહેલ ઉતાર ચઢાવ અંગે જાણી શકો. આ સંકેત સમય રહેતા મનુષ્યને સાવધાન પણ કરે છે. જો કે દરેક વ્યક્તિ આ સંકેતો સમજવામાં સફળ રહી શકતો નથી, છતાં પણ એને સમજવું જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવવા વાળી મુશ્કેલીઓને પાર કરી શકાય. જ્યોતિષ શાસ્ત્રમાં આ સંકેતો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યા છે. જે અંગે આપણને ભોપાલના રહેવાસી પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં અચાનક લાલ કીડીઓ દેખાવા લાગે છે, તો તે સંકેત છે કે આવનારા સમયમાં તમારા પરિવારના સભ્યોનો કોઈની સાથે વિવાદ થઈ શકે છે.
- જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તેને જ્યોતિષમાં અશુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ અચાનક સુકાઈ જવાથી ધનહાનિ થાય છે.
- જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ જેમ કે કાચ, પલંગ, ખુરશી, ટેબલ અચાનક તૂટવા લાગે છે તો તે તમારા ભવિષ્યમાં થનારી અશુભ વસ્તુઓ તરફ સંકેત કરે છે. આવી સ્થિતિમાં તમારે તમારા ભવિષ્યની ચિંતા કરવી જોઈએ.
- જો રાત્રે તમારા ઘરની બહાર અચાનક કૂતરાના રડવાનો અવાજ આવે છે, તો તે સૂચવે છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે, આવી સ્થિતિમાં તમારે દરેક નિર્ણય સાવધાનીથી લેવો જોઈએ.
- જો અચાનક તમને ઘણા દિવસો સુધી સતત ક્યાંકથી ઘુવડના રડવાનો અવાજ સંભળાય છે, તો તે સંકેત છે કે તમારા ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના સભ્યોનું ધ્યાન રાખવું જરૂરી છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર