Home /News /dharm-bhakti /

Vastu Tips: અજમાવો પાનના આ ઉપાયો, નહીં થાય ધનની કમી, દૂર રહેશે ખરાબ નજર

Vastu Tips: અજમાવો પાનના આ ઉપાયો, નહીં થાય ધનની કમી, દૂર રહેશે ખરાબ નજર

પાનના ઉપાયો

betel leaves astrology: દેવી-દેવતાઓની પૂજા અને હવન વગેરેમાં પણ પાનના ઉપયોગને અતિ શુભ માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાન (Betel Leaf Astrology) નોકરી કે વેપારમાં પણ સફળતા અપાવવાની સાથે આર્થિક સમસ્યાઓ (Financial Problem) પણ દૂર કરવામાં મદદરૂપ બને છે.

વધુ જુઓ ...
    પાન (Betel Leaf) તેના સ્વાદની સાથે સાથે તે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજા અને હવન વગેરેમાં પણ પાનના ઉપયોગને અતિ શુભ માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાન (Betel Leaf Astrology) નોકરી કે વેપારમાં પણ સફળતા અપાવવાની સાથે આર્થિક સમસ્યાઓ (Financial Problem) પણ દૂર કરવામાં મદદરૂપ બને છે. તો ચાલો જાણીએ પાનના જ્યોતિષ ઉપાયો (astrology remedies of betel leaves) વિશે.

    કાર્યમાં સિદ્ધિ મેળવવા
    હનુમાનજીને મંગળવાર કે શનિવારના દિવસે મીઠા પાન અર્પિત કરો. માનવામાં આવે છે કે હનુમાનજીને પાન ખૂબ જ પસંદ છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી લાંબા સમય સુધી તમારા કાર્યોમાં વિઘ્ન આવતા નથી અને તમને ઇચ્છિત સફળતા મળે છે.

    મનપસંદ નોકરી મેળવવા માટે
    જો તમે લાંબા સમયથી નોકરી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છો અને છતા પણ અસફળતા મળી રહી છે અથવા વેપારમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે તો રવિવારે બહાર જતી સમયે તમારા ખિસ્સા કે પર્સમાં પાન રાખીને નીકળવું. માન્યતા છે કે તેનાથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે.

    પારિવારીક સંબંધો મજબૂત કરવા
    જો પરીવારમાં લોકો વચ્ચે મતભેદ રહે છે અને પરસ્પર પ્રેમ સમાપ્ત થઇ રહ્યો છે, તો દરરોજ સાંજે પાન પર કપૂર રાખીને સળગાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ઉપાય કરવાથી પરીવાર કે સંબંધોમાંથી કલેશ અને કળવાશ દૂર થાય છે અને પ્રેમ જળવાઇ રહે છે.

    આર્થિક તંગી દૂર કરવા માટે
    જો તમને લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓ આવી રહી છે તો 1 પતાસુ અને 2 લવિંગ ઘીમાં ડૂબાવી અને પાન પર રાખો. હવે આ પાનને આગમાં સળગાવી દો. માન્યતા છે કે તેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવે છે.

    આ પણ વાંચોઃ-Numerology Tips For Marriage: જન્મતારીખના આધારે પરફેક્ટ પાર્ટનર કેવી રીતે શોધવો? અહી જાણો

    માતા લક્ષ્મીને કરશે પ્રસન્ન
    ધનની કમી કે નુકસાન તમને પરેશાન કરી રહ્યા છે તો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. પાન દ્વારા માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી તમને ફળ અવશ્ય મળશે. પૂજાથાળમાં પાન રાખો અને તેને માતા લક્ષ્મીના ચરણોમાં પધરાવી દો. હવે આ પાન પર કંકુ પલાળીને તેનાથી તિલક કરો. બહાર જતા પહેલા આ ઉપયા જરૂર અજમાવો.

    આ પણ વાંચોઃ-Numerology Tips For Marriage: જન્મતારીખના આધારે પરફેક્ટ પાર્ટનર કેવી રીતે શોધવો? અહી જાણો

    નજરદોષ
    પાન નકારાત્મક ઉર્જાને દૂર કરનારા અને સકારાત્મક ઉર્જાને વધારે છે. તેથી નજર લાગેલા વ્યક્તિને પાનમાં ગુલાબની સાત પાંખડીઓ રાખીને ખવડાવો.

    ભગવાન શિવને કરો પ્રસન્ન
    ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શિવને પણ પાન અર્પિત કરી શકાય છે. જો ભગવાન શિવને વિશેષ પાન ધરવામાં આવે તો દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Astrolgoy, DharmaBhakti, Vastu tips

    આગામી સમાચાર