Astrological signs: શું તમારા ઘરમાં માંકડ છે? તો હોય શકે આ ગંભીર સમસ્યાનો સંકેત
Astrological signs: શું તમારા ઘરમાં માંકડ છે? તો હોય શકે આ ગંભીર સમસ્યાનો સંકેત
પ્રતિકાત્મક તસવીર
Astro Remedies: ધાર્મિક શાસ્ત્રોમાં ભવિષ્યમાં થનાર ઘટનાનો સંકેત આપતા અનેક શુભ અને અશુભ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ ઘરમાં માંકડ પ્રવેશ કરે તો તે ખાસ સંકેત આપે છે.
હિન્દુ ધર્મમાં વાસ્તુને (vastusashtra) ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં (Hinduism) માનનાર જ્યોતિષશાસ્ત્ર (Astrology) પર વધુ ભરોસો કરે છે. ધાર્મિક શાસ્ત્રોમાં ભવિષ્યમાં થનાર ઘટનાનો સંકેત આપતા અનેક શુભ અને અશુભ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ ઘરમાં માંકડ પ્રવેશ કરે તો તે ખાસ સંકેત આપે છે.
માંકડ લોહી ચૂસનાર જીવ છે, જો ઘરમાં માંકડ હોય તો તેને સારું માનવામાં આવતું નથી. ધાર્મિક શાસ્ત્રોમાં માંકડને વાસ્તુદોષનું સૂચક અને દરિદ્રતા ઉત્પન્ન થવાનો સંકેત માનવામાં આવે છે. આ બાબતે ભોપાલના પંડિત તથા જ્યોતિષાચાર્ય વિનોદ સોનીજી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમના અનુસાર ‘માંકડ દરિદ્રતાની નિશાની છે અને આવનારા ખરાબ સમય તરફ ઈશારો કરે છે. માંકડને જોવું અને માંકડ કરડે તેને અશુભ માનવામાં આવે છે.
બેડરૂમમાં માંકડ હોય તો શું સંકેત આપે છે?
અપરિણીત મહિલા અથવા પુરુષના બેડરૂમમાં માંકડ હોય તો તેનો અર્થ છે કે, આ વ્યક્તિના વિવાહમાં ખૂબ જ અડચણ આવશે.
વિવાહિત વ્યક્તિના બેડરૂમમાં માંકડ હોય તો તેનો અર્થ છે કે, આ વ્યક્તિનું તેના પાર્ટનર સાથે બનતું નથી. માંકડ જો તમારા બેડરૂમમાં હોય તો તમારો સંબંધ બગડી શકે છે. પતિ અને પત્ની વચ્ચે અહંકાર આવે અને વિવાદ વધતો જ રહેશે.
વૃદ્ધ વ્યક્તિના રૂમમાં માંકડ હોય તો તેનો અર્થ છે કે, તે વ્યક્તિને ગંભીર બિમારી થઈ શકે છે. જો કોઈ બિમાર વ્યક્તિના રૂમમાં માંકડ હોય તો તે વ્યક્તિના વધુ બિમાર થવાનો સંકેત આપે છે.
ઘરમાં માંકડ હોય તો સૌથી વધુ ખરાબ અસર કોના પર પડે છે?
કોઈ વ્યક્તિના ઘરમાં માંકડ હોય તો તેની સૌથી ખરાબ અસર ઘરના મુખ્ય વ્યક્તિ પર પડે છે. આ પરિસ્થિતિમાં ઘરના મુખ્ય વ્યક્તિની આર્થિક સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ જાય છે. જે ઘરમાં વધુ પ્રમાણમાં માંકડ હોય ત્યાં વેપાર ધંધા અથવા નોકરીમાં સૌથી વધુ નુકસાન થતું હોવાનું જોવા મળે છે.
માંકડને વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુદોષનું સૂચક માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. માંકડના કારણે ઘરમાં કલેશ, આર્થિક તંગી અને બિમારીઓ આવે છે. પંડિતજી જણાવે છે કે, જો ઘરમાં માંકડ હોય તો મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે અને માંકડનો પણ ખાત્મો થઈ જાય છે.
ઘરમાં વધુ માંકડ હોય તો તેનો અર્થ છે કે, ઘરમાં ખૂબ જ મોટું સંકટ આવવાનું છે.
ઘરના ફર્નિચર પર માંકડ હોવું તે ઘરની સુખ શાંતિ ભંગ થવાનો સંકેત આપે છે.
બિમાર વ્યક્તિના રૂમમાં માંકડ હોય તો તે વ્યક્તિને ગંભીર બિમારી થવાનો સંકેત આપે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર