Home /News /dharm-bhakti /Ashunya Shayan Vrat: પત્નીના લાંબા આયુષ્ય માટે પતિઓ કરે છે આ ઉપવાસ, જાણો પૂજા વિધિ, મંત્ર અને મહત્વ
Ashunya Shayan Vrat: પત્નીના લાંબા આયુષ્ય માટે પતિઓ કરે છે આ ઉપવાસ, જાણો પૂજા વિધિ, મંત્ર અને મહત્વ
પત્નીના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે અશુન્ય શયન વ્રત
Ashunya Shayan Vrat 2022: આજે અમે તમને એવા વ્રત વિશે જણાવવા જઈ રહ્યા છે જે પુરૂષો તેમની પત્નીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રાખે છે. આ વ્રતને "અશુન્ય શયન વ્રત" કહેવામાં આવે છે. આ વ્રતમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
આપણે બધાએ કરવા ચોથ અંગે તો સાંભળ્યું જ છે. ભારતીય સભ્યતામાં કરવા ચોથનું વ્રત પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. આ દિવસે સ્ત્રીઓ ચંદ્રને જોઈ પોતાના પતિના હાથે પાણી પી છે અને વ્રત પૂરું કરે છે. આજના આધુનિક જમાના સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે. ઘણા બધા લોકો આજે કહેતા સંભળાય છે કે નિર્જળા વ્રત માત્ર નારીઓ જ શા માટે રાખે છે? ભોપાલ વાળા જ્યોતિષી પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે અશુન્ય શયન વ્રતની પૂજા વિધિ, મંત્ર અને એનું મહત્વ.
અશુન્ય શયન વ્રતનું મહત્વ
પુરુષો દ્વારા તેમની પત્ની માટે કરવામાં આવતા આ વ્રતમાં માતા લક્ષ્મી અને હરિ વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ સુઈ જાય છે. પછી શયન ઉત્સવ આ શયન વ્રત દ્વારા ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ આ વ્રતનું પાલન કરે છે, તેમના લગ્ન જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી. આ સિવાય તેમના પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.
● જેમ કોઈપણ વ્રત કે પૂજા કરતા પહેલા મન અને શરીરની શુદ્ધિ થાય છે. તેવી જ રીતે આ વ્રત કરતા પહેલા સ્નાનથી નિવૃત્ત થયા પછી અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે આ વ્રતનો સંકલ્પ લેવું. ● આ પછી શુભ મુહૂર્તમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નિયમાનુસાર પૂજા કરો. ● પૂજા પછી આરતી કરીને આ પૂજાનો અંત કરો. ● સાંજે ચંદ્ર ઉદય સમયે ચંદ્રને દહીં, ફળ અને અક્ષતથી અર્ઘ્ય ચઢાવો. ● આ પછી વ્રત ખોલો, જો તમે ઈચ્છો તો બીજા દિવસે કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણને ખવડાવીને દક્ષિણા અથવા કોઈપણ મીઠા ફળનું દાન કરી શકો છો. આમ કરવાથી દાંપત્યજીવનમાં પ્રેમ વધે છે.
અશુન્ય શયન વ્રતનો મંત્ર
“લક્ષ્મ્ય ન શૂન્યમ વરદ યથા તે શયનમ સદા. શય્યા મામાપ્ય શૂનસ્તુ તત્ર મધુસૂદન ।
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર