Home /News /dharm-bhakti /

Ashadha Gupt Navratri 2022: આજે છે ગુપ્ત નવરાત્રિની દુર્ગાષ્ટમી, જાણો માતાને પ્રસન્ન કેવી રીતે કરશો

Ashadha Gupt Navratri 2022: આજે છે ગુપ્ત નવરાત્રિની દુર્ગાષ્ટમી, જાણો માતાને પ્રસન્ન કેવી રીતે કરશો

દુર્ગાષ્ટમી

Ashadha Gupt Navratri 2022 Durgashtami: આજે અષાઢ મહિનાનાં શુક્લ પક્ષની અષ્ટમી ( Durgashtami 2022)છે. દરેક મહિનામાં શુક્લ અષ્ટમીને માસિક દુર્ગાષ્ટમી વ્રત રાખવામાં આવે છે. કાશીનાં જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ જણાવે છે. દુર્ગાષ્ટમીનું મુહૂર્ત, યોગ અને પૂજા વિધિ

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: આજે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીની (Gupt Navratri 2022) દુર્ગા આષ્ટમી છે. અને માસિક દુર્ગાષ્ટમી (Durgashtmi) પણ છે. આ દિવસે 10 મહાવિદ્યાઓની સાથે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી તંત્ર મંત્રની સાધના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે આપ વ્રત રહેવાની સાતે માતા મહાગૌરીની પૂજા કરો કારણ કે આજે માસિક દુર્ગાષ્ટમીનું વ્રત (Ashadha Gupt Navratri 2022) પણ છે. આજે અષાઢ મહિનાનાં શુક્લ પક્ષની અષ્ટમી છે. દરેક મહિનામાં શુક્લ અષ્ટમીને માસિક દુર્ગાષ્ટમી વ્રત રાખવામાં આવે છે. કાશીનાં જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ જણાવે છે. દુર્ગાષ્ટમીનું મુહૂર્ત, યોગ અને પૂજા વિધિ

    અષાઢ દુર્ગાષ્ટમી 2022 મુહૂર્ત
    અષાઢ શુક્લ અષ્ટમી તિથિનો પ્રારંભ: 06 જુલાઈ, બુધવાર, 07:48 PM
    અષાઢ શુક્લ અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે: આજે, સાંજે 07:28 કલાકે
    દિવસનો શુભ સમય અથવા અભિજિત મુહૂર્તઃ આજે સવારે 11:58 થી બપોરે 12:54 સુધી
    વિજય મુહૂર્ત: આજે બપોરે 02:45 PM થી 03:40 PM સુધી

    આ પણ વાંચો-Vastu Tips: મહિલાઓએ રસોડામાં 2 વાસણ ભૂલથી પણ ઉંધા ન રાખવા, રુષ્ઠ થઇ જશે લક્ષ્મી માતા

    શિવયોગમાં દુર્ગાષ્ટમી ઉપવાસ
    શિવ યોગ: આજે સવારે 10:39 થી બીજા દિવસે સવારે 09:01 સુધી
    હસ્ત નક્ષત્રઃ આજે સવારથી બપોરે 12:20 સુધી
    ચિત્રા નક્ષત્રઃ આજે બપોરે 12:20 વાગ્યાથી આખો દિવસ

    દુર્ગાષ્ટમી વ્રત અને પૂજા વિધિ

    1. આજે સવારે વહેલાં સ્નાન બાદ સ્વચ્છ કપડાં પહેરી હાથમાં જળ, અક્ષત, ફૂલથી દુર્ગાષ્ટમી વ્રત અને પૂજાનું સંકલ્પ કરો.
    2. આપ પૂજા સ્થાનમાં દૂર્ગા માતા મહાગૌરીની તસવીર સ્થાપિત કરો. શિવ યોગ માંગલિક કાર્યો માટે શુભ છે. એવામાં આપ શિવ યોગમાં માતા મહાગૌરીની પૂજા કરો. તેને પૂર્વ પરિધ યોગ છે. આ શુભ માનવામાં આવતો નથી.
    3. માતા મહાગૌરીને ફૂળ, અક્ષત, દીપ, ગંધ, ધૂપ, ફળ, મિઠાઇ, શ્રૃંગાર સામગ્રી, વસ્ત્ર આદિ ચઢાવી પૂજા કરો. પછી માતામહાગૌરીની કથાઓ વાંચો આ સમય આપ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો છો.
    4. પૂજાનું સમાપન માતા મહાગૌરીની આરતીથી કરો. જો તેમની આરતી ઉપલબ્ધ નથી તો મા દુર્ગાની આરતી કરો. આરતી માટે ઘીની દીવો કરો કે પછી કપૂરનો પણ ઉપયોગ કરી શકો છો. આ બાદ કન્યા પૂજન કરી શકો છો.
    5. પૂજા સમાપન સમયે માતા મહાગૌરીને તેમની મનોકામના વ્યક્ત કરો અને તેમની આગળ નિષ્ઠાથી પ્રાર્થના કરો.
    6. દિવસભર ફળાહાર કરો. આગામી સવારે સન્નાન કર્યા બાદ પૂજા કરો. કોઇ ગરીબ બ્રાહ્મણને દાન દક્ષિણા આપી પ્રસન્ન કરો. પછી પારણાં કરી વ્રત પૂર્ણ કરો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ashadha gupt navratri 2022, Ashadha Gupt Navratri 2022 Durgashtami, Durgashtami 2022, Masik Durgashtami 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन