Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: આજે છે ગુપ્ત નવરાત્રિની દુર્ગાષ્ટમી, જાણો શુભ મુહૂર્ત, યોગ અને પૂજા વિધિ

Aaj Nu Panchang: આજે છે ગુપ્ત નવરાત્રિની દુર્ગાષ્ટમી, જાણો શુભ મુહૂર્ત, યોગ અને પૂજા વિધિ

આજે છે ગુપ્ત નવરાત્રિની દુર્ગાષ્ટમી

આજે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીની દુર્ગાષ્ટમી (Ashadha Gupt Navratri 2022) છે. આજે આપ મા દુર્ગાની (Durgashtami) પૂજા કરી શકશો. આ સાથે જ કયા સમયમાં પૂજા કરવી તે અંગે યોગ અને મુહૂર્ત પર કરી લો એક નજર

    ધર્મ ભક્તિ ડેસ્ક: આજે 7 જુલાઈ 2022, ગુરૂવારનું પંચાંગ (Aaj Nu Panchang) જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. તેઓ કહે છે કે, કેટલીક વખત આરોગ્યના કેટલાક પ્રશ્નો વણઉકલ્યા જ રહેતા હોય છે. બીજાઓની દેખીતી નજરે આપણે સ્વસ્થ લાગીએ પણ આપણને જ આપણી ખબર હોય કે શરીરમાં ક્યાં અસુખ વર્તાઈ રહ્યું છે. શારીરિક તપાસ કરાવીએ ત્યારે રીપોર્ટ બધા જ નોર્મલ આવે પણ શરીરમાં મજા ન હોય. આ પ્રકારની નાની-નાની તકલીફ નિવારવા અને શરીરના જૂના-હઠીલા દર્દો નિવારવા આજે શુભ સમય દરમિયાન પીળા વસ્ત્ર પહેરી સૂર્યદેવની ભક્તિમાં આદિત્ય હૃદયનો પાઠ કરજો. આ કર્મ તમને તમારા પુરુષાર્થમાં સફળતા આપશે. તમે જે ઈલાજ કરાવતા હશો તે ઈલાજ કારગત થવાની શક્યતા ઘણી વધી જશે. આજે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીની દુર્ગાષ્ટમી (Ashadha Gupt Navratri 2022) છે. આજે આપ મા દુર્ગાની  (Durgashtami) પૂજા કરી શકશો. આ સાથે જ કયા સમયમાં પૂજા કરવી તે અંગે યોગ અને મુહૂર્ત પર કરી લો એક નજર

    ચંદ્રમાસ અષાઢ સુદ આઠમ, સંવત 2078
    સાંજે 7.29થી નોમ
    ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ)
    નક્ષત્ર હસ્ત, બપોરે 12.20થી ચિત્રા
    યોગ પરીઘ, સવારે 10.38 શિવ
    કરણ વિષ્ટી, સવારે 7.44થી બવ, સાંજે 7.29થી બાલવ
    બ્રહ્મમુહૂર્ત સવારે 4.39 થી 5.52 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય સવારે 6.08
    સૂર્યાસ્ત સાંજે 7.20
    ચંદ્રોદય સવારે 11.08
    ચંદ્રાસ્ત રાત્રે 11.51
    ગોધૂલી સાંજે 7.08થી 7.32 (શુભ સમય)
    ગુલીક બપોરે 11.05 થી 12.44 રાત્રે 3.26 થી 4.27
    યમઘંટક સવારે 6.57થી 7.46
    રાહુકાળ બપોરે 1.30થી 3.00
    વિજય મુહૂર્ત બપોરે 12.32 થી 12.56

    આ પણ વાંચો-Vastu Tips: મહિલાઓએ રસોડામાં 2 વાસણ ભૂલથી પણ ઉંધા ન રાખવા, રુષ્ઠ થઇ જશે લક્ષ્મી માતા

    આજના દિવસનું વિશેષ -
    • સવારે 7.39 સુધીનો સમય અશુભ છે
    • આજે અષાઢ મહિનાની દુર્ગાષ્ટમી છે
    • સાંજે 7.29 થી રાત્રે સવારે 5.02 સુધીનો સમય પણ અશુભ છે
    • શુભ સમય – બપોરે 12.44થી સાંજે 4.02
    • પીળા વસ્ત્ર પહેરી સૂર્યદેવની ઉપાસના કરવી
    • આપ મા શક્તિની પણ આજનાં દિવસે આરાધના કરી શકો છો

    Published by:Margi Pandya
    First published:

    Tags: Ashadha gupt navratri 2022, Bhakti news, આજનું પંચાંગ, પંચાંગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन