ધર્મ ડેસ્ક: સમુદ્ર શાસ્ત્રમાં મહિલાઓ અંગે ઘણી એવી વાતો કહેવામાં આવી છે જે સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ લાવે છે. કહેવાય છે કે જે મહિલાઓનાં શરિર પર કેટલાંક નિશાન હોય કે તેમનાં પગની આંગળીઓ લાંબી હોય માથાનો ભાગ મોટો હોય તે ખુબજ ભાગ્ય શાળી હોય છે.
ત્યારે ચાલો નજર કરીએ કેવી મહિલાઓ નસિબદાર હોય છે અને તે સુખ સમૃદ્ધિ ભોગવે છે. તેમજ ઘરમાં ભાગ્યોદય લાવે છે.
-જે સ્ત્રીનો માથાનો ભાગ મોટો હોય તે મહિલાઓ ખુબજ નસીબદાર હોય છે. -જે મહિલાઓના માથા પર તલ હોય છે તે પણ ખુબજ ભાગ્યશાળી હોય છે. -જે મહિલાઓના કાન લાંબા હોય તેમને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. -જે મહિલાઓના પગની આંગળીઓ લાંબી અને મુલાયમ હોય છે તેમને દેવી માનવામા આવે છે.
-જેમના માથાની વચ્ચે તલ હોય તે મહિલાઓ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. સત્તા પર આવતા તેમને કોઈ રોકી નથી શકતુ. -જે મહિલાઓની નાભિ નીચે મસો હોય તે મહિલા ખુબજ ભાગ્યશાળી છે. આવી મહિલાઓ પાસે ખુબજ પૈસા હોય છે. -જે મહિલાની નાભી ખુબજ ઉંડી હોય તે મહિલા ખુબજ લકી હોય છે પરિવાર સાથે આ મહિલાનો ખાસ લગાવ હોય છે. આવી મહિલા હંમેશા પતિનો ભાગ્યોદય કરે છે.