Home /News /dharm-bhakti /Astro Tips: કુંભ રાશિના જાતકોને પડતી સમસ્યાઓ અને તેને નિવારવાના ઉપાયો
Astro Tips: કુંભ રાશિના જાતકોને પડતી સમસ્યાઓ અને તેને નિવારવાના ઉપાયો
કુંભ રાશિફળ
Astrology Aquarius rashi:કુંભ રાશિના જાતકો હંમેશા સીમાઓને અવગણવાનું પસંદ કરે છે અને તેમના પ્રેમ સંબંધોમાં (love relation) પણ પોતાના માટે અલગ જ રાહ અપનાવે છે, કારણ કે આ રાશિ પર સ્વદેશી ગ્રહ યુરેનસનું (planet Uranus) શાસન છે.
ધર્મભક્તિ ડેસ્કઃ કુંભ રાશિના (Aquarius) જાતકો સ્વભાવે સમજદાર અને દયાળુ હોય છે. તેઓના જીવનમાં લગભગ ક્યારેય કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી, પરંતુ અમુક કિસ્સાઓમાં તેમનો સ્વભાવ તેમના જીવનમાં (problems in life) ક્યારેક-ક્યારેક અવરોધ પેદા કરી શકે છે. કુંભ રાશિના જાતકો હંમેશા સીમાઓને અવગણવાનું પસંદ કરે છે અને તેમના પ્રેમ સંબંધોમાં (love relation) પણ પોતાના માટે અલગ જ રાહ અપનાવે છે, કારણ કે આ રાશિ પર સ્વદેશી ગ્રહ યુરેનસનું શાસન છે. એટલા માટે જ કડક નિયમો અને સમયમર્યાદા સાથે તેમની સાથે સંબંધ બનાવવો ભયાનક સાબિત થઈ શકે છે.
અભિગમ એવો જ રાખવો કે મુક્ત મને ચર્ચા કરો અને સંતુષ્ટ રાખો, ભલે તે ચર્ચા અસામાન્ય હોય.કુંભ રાશિના લોકો સ્વાભાવિક રીતે સ્વાયત્ત છે અને તેઓ તેમના પોતાના જ પ્રવાહમાં રહેવા માંગે છે. જોકે આ રીત તેમના ભાગીદારો અથવા વ્યવસાયિક સહયોગીઓ માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે કુંભ રાશિના છો અને કોઈની સાથે નવી ભાગીદારી અથવા બિઝનેસ જોડાણ શરૂ કરી રહ્યાં છો તો સંભવિત ગેરસમજને ટાળવા માટે તમે પોતાની વાત સ્પષ્ટપણે સમજાવી શકો છો કે નહીં.
કુંભ રાશિના જાતકોએ કૌટુંબિક સંબંધો અને પ્રેમમાં હાલની સ્થિતિને પડકારવાની અને તર્કસંગત જવાબો શોધવાની જરૂર છે. જોકે વૈજ્ઞાનિક રીતે પ્રેમમાં સીધી અને સ્પષ્ટ વાત કરવાથી કુટુંબ, મિત્રો અથવા જીવનસાથી સાથેના અનેરા લાગણીભર્યા સંબંધોમાંથી થોડો મોહભંગ થઈ શકે છે.
કુંભ રાશિના લોકો તેમની લાગણીઓને સતત તર્કસંગત બનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેમની લાગણીઓના પ્રવાહ સાથે જવાનું શીખશે તો સંબંધોમાં વધુ આનંદ મેળવશે. કુંભ રાશિનો બીજો મુદ્દો એ છે કે તેઓ પોતાની માન્યતાઓમાં અડગ છે અને માને છે કે તેઓ હંમેશા સાચા છે. હવે આ સમસ્યાનો ઉકેલ એ છે કે અન્યના દૃષ્ટિકોણનું વિશ્લેષણ કરવું જોઇએ અને સાચું કે જરૂરી ઓળખવાની પરખ કેળવવી પડશે.
હરહંમેશા ખંતિલા અને દીર્ધ દ્રષ્ટા, મહત્વાકાંક્ષી કુંભ રાશિના લોકો આગળ શું કરવાનું છે, આગળ ક્યાં પહોંચવું છે, તે અંગે જ વિશે વિચારતા હોય છે. આ આવડત તેમને ભૂતકાળના ભૂલભરેલા નિયમોમાંથી બચાવે છે અને સારા ભવિષ્યના ઘડતરમાં મહત્તમ યોગદાન આપનારા બનાવે છે.