Home /News /dharm-bhakti /

April Ank Jyotish: જો તમારી બર્થડેટ આમાંથી એક છે, તો એપ્રિલ મહિનો તમારા માટે રહેશે સૌથી લકી

April Ank Jyotish: જો તમારી બર્થડેટ આમાંથી એક છે, તો એપ્રિલ મહિનો તમારા માટે રહેશે સૌથી લકી

જ્યોતિષ (Astrology) ગણતરી મુજબ એપ્રિલ મહિનો સૌથી ખાસ રહેવાનો છે.

April Ank Jyotish Rashifal 2022: એપ્રિલમાં રાહુ-કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહ સહિત તમામ 9 ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. અહીં જાણો અંકશાસ્ત્ર મુજબ કઈ બર્થ ડેટવાળા માટે આ મહિનો સૌથી ખાસ રહેવાનો છે.

    April Ank Jyotish Rashifal 2022: જ્યોતિષ (Astrology) ગણતરી મુજબ એપ્રિલ મહિનો સૌથી ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં તમામ 9 ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. આ મહિનાની શરૂઆત હિન્દુઓના નવવર્ષની સાથે થઈ રહી છે. રાહુ-કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહ પણ આ મહિનામાં પોતાની રાશિ બદલશે. અહીં જાણો અંકશાસ્ત્ર મુજબ કઈ બર્થ ડેટવાળા માટે આ મહિનો સૌથી ખાસ રહેવાનો છે.

    મૂલાંક 2: એપ્રિલ મહિનો આ બર્થ ડેટવાળા લોકો માટે રહેશે સૌથી ખાસ

    જેમની જન્મ તારીખ 2, 11, 20 અને 29 છે તેમના માટે એપ્રિલ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે. નોકરિયાત અને વેપારી જાતકોને સોનેરી સફળતા પ્રાપ્ત થવાની શક્યતા. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. તમે અભ્યાસમાં ઘણો રસ લેશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

    મૂલાંક 1: કાર્યસ્થળે મોટી જવાબદારી મળી શકે છે

    જે લોકોની જન્મતારીખ 1, 10, 19 અને 28 છે તેમનો મૂલાંક 1 હોય છે. આ મૂલાંકના જાતકો માટે આ મહિનો લાભદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વ્યાવસાયિક સિદ્ધિની શક્યતાઓ છે. નોકરીયાત લોકોને વિદેશ જવાની તક મળી શકે છે.

    આ પણ વાંચો: એપ્રિલ 2022માં દુર્લભ સંયોગ! શનિ સહિત તમામ 9 ગ્રહ બદલશે રાશિ, જાણો કેવી રહેશે અસર

    મૂલાંક 3: મહેનત રંગ લાવશે

    જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 અને 30 છે, તેમનો મૂલાંક 3 હોય છે. આ મૂલાંકના જાતકો માટે એપ્રિલ મહિનો શુભ રહેશે. ક્યાંકથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારી વર્ગ કેટલાક મોટા સોદા કરવામાં સફળ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    મૂલાંક 4: બિઝનેસ જાતકો માટે શુભ મહિનો

    જે લોકોની જન્મ તારીખ 4, 13, 22 અને 31 છે, તેમનો મૂલાંક 4 હોય છે. આ મૂલાંકના લોકો માટે આ મહિનો ખાસ રહેશે. ખાસ કરીને જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેમને મોટી સફળતા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે.

    મૂલાંક 5: કાર્યસ્થળ પર કામનું દબાણ વધુ રહેશે

    જે લોકોની જન્મ તારીખ 5, 14 અને 23 હોય છે, તેમનો મૂલાંક 5 હોય છે. આ મૂલાંકના લોકો પર કામનું દબાણ વધુ રહેશે. બિઝનેસવાળા લોકો વેપારમાં વિસ્તાર કરશે. જો જમીન-સંપત્તિને લઈને કોઈ કેસ ચાલી રહ્યો છે, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

    આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં શરૂ થશે આ પાંચ રાશિઓ માટે ‘અચ્છે દિન’, થશે મંગળની મહેરબાની

    મૂલાંક 6: આ બાબતથી મન પ્રસન્ન રહેશે

    જે લોકોની જન્મ તારીખ 6, 15 અને 24 છે, તેમનો મૂલાંક 6 છે. આ મૂલાંકના જાતકો માટે આ મહિનો આશાઓથી ભરેલો રહેશે. પૈસા અને મિલકતની બાબતોમાં સફળતા મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    મૂલાંક 7: આ બાબતને લઈને ચિંતિત રહેશો

    જે લોકોની જન્મ તારીખ 7, 16 અને 25 હોય છે, તેમનો મૂલાંક 7 છે. આ મૂલાંકના લોકોના પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આ મહિનો સારો નથી. પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે. જો કે, વ્યવસાયિક લોકો આ સમયગાળા દરમિયાન ખૂબ પૈસા કમાશે. પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    નંબર 8: લડાઈ-ઝઘડાથી બચો

    જે લોકોની જન્મ તારીખ 8, 17 અને 26 હોય છે, તેમનો મૂલાંક 8 હોય છે. આ મૂલાંકના લોકો માટે આ મહિનો એટલો સારો રહેશે નહીં. કોઈની સાથે તમારા સંબંધો બગડી શકે છે. ઝઘડાથી દૂર રહો.

    મૂલાંક 9: આવકના નવા સ્ત્રોત ખુલશે

    જે લોકોની જન્મતારીખ 9, 18 અને 27 છે તેમનો મૂલાંક અંક 9 હશે. આ મૂલાંકના લોકોને આ મહિને આર્થિક બાબતોમાં સફળતા મળશે. નવા માધ્યમથી આવક થઈ શકે છે. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. કોઈપણ પ્રકારના તર્ક-વિતર્કથી દૂર રહો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર